Your Moonsign Janam Rashi This Week –
18 January 2024 – 24 January 2025


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા દરેક કામમાં અડચણ આવતી રહેશે. જે પણ કામ કરશો તેમાંથી નાણાં કમાઈ શકશો. ખર્ચ ઓછો કરજો. નવા કામ હાલમાં કરતા નહીં. ફેમીલીમાં મતભેદ પડતા રહેશે. ઘરમાં શાંતિ નહીં રહે. તબિયતની ખાસ સંભાળ રાખજો. તમારા વિચાર નેગેટીવ થતા જશે. મગજ શાંત રાખજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 22, 23, 24 છે.

Rahu’s rule till 3rd February will pose obstacles in all your works. You will be able to earn money from all endeavours you undertake. Try to spend less. Avoid taking on any new work projects. Squabbles in the family are predicted. The house might not bear a peaceful atmosphere. You are advised to take good care of your health. Your thoughts might become increasingly negative, but try to keep your mind peaceful. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 18, 22, 23, 24


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા 4 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ધર્મ કે ચેરીટીના કામ કરી શકશો. 22મીથી શરૂ થતી રાહુની દિનદશા આવતા 42 દિવસમાં તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. નહીં ધારેલો ખર્ચ કરવા પડશે. તમારા પોતાના ખાસ માણસો તમારો સાથ નહીં આપે. દરરોજ ‘સરોશ યશ્ત’ સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

You have 4 days remaining under Jupiter’s rule. You will be able to execute any tasks related to religion or charity. Rahu’s rule, starting from 22nd January, for the next 42 days, will rob you of your sleep and appetite. You will have to incur unexpected losses. Those close to you will not seem supportive. Pray the Mah Bokhtar Nyaish along with the Sarosh Yasht daily.

Lucky Dates: 18, 19, 20, 21


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે. પૈસાની છૂટછાટ સારી રહેશે. ધન કમાવા થોડી મહેનત કરવી પડશે. જ્યાં નોકરી કરતા હશો ત્યાં ઉપરી વર્ગ તમારા કામથી ખુશ રહેશે. મિત્રો તરફથી માન ઈજ્જત મળશે. કામમાં કોઈના મદદગાર બનશો સાથે ચેરીટીનું કામ પણ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 23, 24 છે.

Jupiter’s rule till 21st February will bless you with financial prosperity. You might need to put in some effort to earn money. Seniors at the work place will be pleased with your job performance. Friends will shower you with much appreciation and respect. You will help out a colleague. You will do some charity in this period. Pray the Sarosh Yasht daily.

Lucky Dates:19, 20, 23, 24


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે. તમારે તમારી તબિયતની ખાસ સંભાળ લેવી પડશે. તમે જોઈન્ટ પેઈન કે માથાના દુખાવાથી પરેશાન થશો. શનિ તમને આળસુ બનાવી દેશે. શનિને કારણે રોજબરોજના કામ સમય પર પુરા નહીં કરી શકો. ફેમીલી મેમ્બર નાની બાબતમાં તમારથી નારાજ થશે. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 21, 22, 23 છે.

Saturn’s rule till 24th January calls for you to take extra care of your health. You could suffer from joint pain or headache. Saturn makes you lethargic. You might not be able to complete your daily tasks on time. Family members could get upset with you over petty matters. The atmosphere at home will not be cordial. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 18, 21, 22, 23


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજથી તમે પણ શનિની જાળમાં ફસાઈ ગયા છો. આવતા 36 દિવસમાં તમારા કામ પુરા કરવામાં ખુબ પરેશાન થશો. શનિને કારણે તમારી સાથે કામ કરનાર તમને સાથ નહીં આપે. વડીલવર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 19, 20, 22, 24 છે.

Saturn’s rule starting today, for the next 36 days, will have you facing a lot of challenges in getting your work done. Your colleagues will not be supportive. You will argue with the elderly over small issues. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates:19, 20, 22, 24


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે. થોડી કરકસર કરવામાં સફળ થશો. બચાવેલા નાણાનો સારી જગ્યાએ ઉપયોગ કરશો. કામકાજ પુરા કરવામાં કોઈની મદદ લેવાનો સમય નહીં આવે. ધન કમાવા માટે મુશ્કેલી નહીં આવે. થોડી વધુ ભાગદોડ કરી વધુ ધન કમાઈ શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

Mercury’s rule till 17th February helps you save money and invest the same profitably. You will not need help from any other people in getting your work done. Earning money will not be difficult. With a little extra effort, you will be able to earn more money. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 21, 22, 23, 24


LIBRA | તુલા: ર.ત.

07Libra

છેલ્લા 4દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તમારા મગજનો બોજો વધી જશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવતો. તબિયતની ખાસ સંભાળ રાખજો. 22મીથી બુધની દિનદશા તમારા વિચારોને પોજીટીવ બનાવી દેશે. તમે બીજાનું દિલ જીતી લો તેવા કામ કરશો. વધુ કામ કરી વધુ ધન મેળવી શકશો. દરરોજ ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 18, 22, 23, 24 છે.

You have 4 days remaining under the rule of Mars. You might feel your mental pressures peaking. Be very cautious while driving/riding your vehicles. Take special care of your health. Mercury’s rule, starting on the 22nd of January, fills your mind with positivity. Your deeds will win over the hearts of others. Working extra will bring in extra money. Pray the Meher Nyaish along with the Tir Yasht daily.

Lucky Dates: 18, 22, 23, 24


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લુ અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ફેમીલી મેમ્બર સાથેના સંબંધમાં સારા સારી હોવાથી ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. ગામ પરગામ જવાને બદલે જયાં છો ત્યાંથી જ તમારા કામ પુરા કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 21, 22, 23 છે.

This is your last week under the Moon’s rule, so complete your important tasks first. Financial prosperity is indicated. Maintaining good relations with family members will ensure a cordial atmosphere at home. You will be able to complete your work from your current location itself, and will not need to travel for the same. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 19, 21, 22, 23


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

23મી ફેબ્રુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમને ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે સાથે નાણાકીય ફાયદો પણ મેળવી શકશો. તમારા કામકાજ જલદીથી પુરા કરી તેમાં સફળતા મેળવશો. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ફેમીલી મેમ્બરને ખુશ રાખતા ઘરનું વાતાવરણ આનંદીત રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 18, 19, 22, 24 છે.

The Moon’s rule till 23rd February brings you lots of opportunities to travel abroad and also earn good money. You will be able to quickly complete your work and taste success. You will be able to make purchases for the home. Keeping your family members happy will ensure that the home atmosphere is full of joy. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 18, 19, 22, 24


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

3જી ફેબ્રુઆરી સુધી સુર્યની દિનદશા ચાલશે. કોઈપણ કામમાં સફળતા નહીં મળે. સરકારી કામો સંભાળીને કરજો. તમારી નાની ભુલ તમને મોટી મુસીબતમાં મુકી શકે છે. ઉધાર લીધેલા પૈસાને પાછા આપતા નાકે દમ આવી જશે. માથાના દુખાવાથી પરેશાન થશો. સુર્યને શાંત કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 22, 23 છે.

The Sun’s rule till 3rd February denies you success in any of your endeavours. Be very cautious while doing any government-related works. A small mistake of yours could land you in big trouble. Repaying loans will become very challenging. You could suffer from headaches. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 19, 20, 22, 23


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

14મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામ પુરા કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી ખર્ચ વધવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 23, 24 છે.

Venus’ rule till 14th February ensures that you face no challenges in getting your important tasks done. With Venus’ grace, despite an increase in expenditures, you will not face any financial shortage. Unexpected windfall is predicted. Affection between couples will blossom. Pray to Behram Yazad daily.

Lucky Dates: 18, 19, 23, 24


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને શુક્રની દિનદશા 14મી માર્ચ સુધી ચાલશે. તમને ગામ પરગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં. તમારી પસંદગીની ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. મિત્રોનો સાથ સહકાર મળશે. મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી શકશો. બીજાના સલાહકાર બની તેમને નાણાકીય ફાયદો કરાવી આપશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

Venus’ rule till 14th March suggests that you do not give up on opportunities to travel abroad. You will be able to purchase objects on your wish list. Friends will be supportive. You will be able to easily execute even tough jobs. Your advice will prove financially beneficial for others. Pray to Behram Yazad daily.

Lucky Dates: 21, 22, 23, 24

Leave a Reply

*