Your Moonsign Janam Rashi This Week –
25 January 2024 – 31 January 2025


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

રાહુની દિનદશા પસાર કરવા માટે થોડો સમય બાકી હોવાથી તબિયતની ખાસ સંભાળ રાખજો. ખાવા પીવામાં બેદરકાર રહેતા નહીં. અંગત વ્યક્તિ, મિત્રો કે સગાઓને કોઈપણ જાતની સલાહ આપવાની ભૂલ કરતા નહીં. સમજ્યા વગર કોઈપણ ડિસિઝન હાલમાં લેતા નહીં. ઓછું બોલવાનું રાખજો.દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.

As you go through Rahu’s rule for a little longer, you are advised to take special care of your health. Do not be careless about your diet. Do not give advice to any friends, family members or relatives. Do not take any decisions without thoroughly understanding the situation. Speak minimal. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 28, 29, 30, 31


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા કામો તમે સમય ઉપર પૂરા નહીં કરી શકો. નાણાકીય મુશ્કેલીઓ વધતી જશે. જ્યાં પણ કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનાર તમને ખૂબ જ પરેશાન કરશે. હાલમાં આવક ઓછી અને ખર્ચ વધુ થવાથી પરેશાન થઈ જશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 27, 30 છે.

Rahu’s rule till 4th March might not let you complete your tasks on time. Financial difficulties could increase. Colleagues at your workplace could pose challenges. You will get worried about your expenses being greater than your income. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 25, 26, 27, 30


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમને ફેમીલી, મિત્ર અને સગાઓનો સાથ સહકાર મળતો રહેશે. નાણાકીય ચિંતા નહીં આવે. ગુરૂની કૃપાથી થોડી ઘણું ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. બને તો કોઈને મદદ અવશ્ય કરજો. ગુરૂની કૃપાથી ઘરમાં શાંતિનું વાતાવરણ હાલમાં રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.

Jupiter’s rule till 21st February ensures you get complete support from friends, family members and relatives. There will be no cause for concern financially. With the blessings of Jupiter, you will be able to invest some money. Try to help those in need. The house will bear a peaceful atmosphere. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 28, 29, 30, 31


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને આજથી તમારી રાશિના મિત્ર ગુરૂની દિનદશા ચાલુ થયેલી છે. 23મી માર્ચ સુધીમાં તમારા હાથથી સારા કામો થઈને રહેશે. ધનની ચિંતા ઓછી થતી જશે. ફેમિલી મેમ્બરની મદદથી મુશ્કેલી ભર્યા કામોને સહેલા બનાવી દેશો. તમે નવી રિલેશનશિપમાં આવો તેવા હાલના ગ્રહો છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Jupiter’s rule, starting today upto 23rd March, will ensure you do good deeds. Financial concerns will reduce. With the help of family members, you will be able to ease out your challenging tasks. A new relationship is on the horizon. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 25, 26, 27, 28


LEO | સિંહ: મ.ટ.

05Leo

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા દુશ્મન વધી જશે. તમારૂં સાચું બોલવાનું કોઈને કડવું ઝેર જેવું લાગશે. માથાના દુખાવા તથા પ્રેશરની બીમારીથી સંભાળજો. સરકારી કામ કરતા હો તો તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકી દેશે. લેણદાર તમારા માથાના દુખાવાને વધારી દેશે. શનિને શાંત કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 28, 29, 31 છે.

The onset of Saturn’s rule will result in an increase in the number of enemies. Your truth will seem like a bitter pill to others. You could suffer from headaches or high blood pressure. A small mistake made in any government related work could land you in huge trouble. Creditors will add to your woes to get you to repay them. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 26, 28, 29, 31


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે. જે પણ કમાશો તેમાંથી થોડી રકમ બચાવી ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તમારા કામ સમયસર પુરા કરી શકશો. બુદ્ધિ વાપરી પારકાને પોતાના બનાવી લેશો. ધન બચાવી તેનો ઉપયોગ કેમ કરવો તે તમે સારી રીતે સમજી શકશો. વધુ કામ કરી વધુ ધન મેળવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 27, 28, 29 છે.

Mercury’s rule till 17th February ensures that you invest some of the money saved from your income. You will be able to complete your tasks on time. You will be able to win over stranger with your intelligence. You will know how best to utilize your savings. Extra work will yield extra income. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 25, 27, 28, 29


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમારી રાશિના માલિક શુક્રના પરમ મિત્ર બુધની દિનદશા ચાલુ હોવાથી 18મી માર્ચ સુધીમાં તમારા માથા ઉપરનો બોજો ઓછો કરવામાં સફળ થશો. શારીરિક તથા માનસિક દુ:ખમાંથી મુક્તિ મેળવશો. જે પણ કામ કરતા હશો તેમાં જશ અને ધનલાભ બંને મળશે. ખોટા ખર્ચાઓ ઓછા કરી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 26, 27, 28, 31 છે.

The onset of Mercury’s rule till 18th March will relieve you of your mental tensions. You will be free from any physical or mental pain. You will achieve fame and fortune in all your endeavours. You will be able to reduce unnecessary expenses and make investments. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 26, 27, 28, 31


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

મંગળની દિનદશા શરૂ થયેલી હોવાથી 21મી ફેબ્રુઆરી સુધી વાહન સંભાળીને ચલાવજો. મંગળને કારણે તમે નાની બાબતમાં ખૂબ ગુસ્સે થઈ જશો. પેટમાં બળતરા, એસીડીટી અને પ્રેશર જેવી બીમારીથી પરેશાન થશો. નાણાકીય મદદ મેળવવામાં ખૂબ જ મુશ્કેલીઓ આવશે. અંગત વ્યક્તિ પણ તમને મદદ કરવા માટે તૈયાર નહીં થાય. મંગળને શાંત કરવા દરરોજ તીર યશ્ત ભણજો.
શુકનવંતી તા. 25, 27, 28, 29 છે.

The onset of Mars’ rule till 21st February advises that you ride/drive your vehicle with much caution. Mars will have you losing your temper over petty matters. You could suffer from digestive issues, acidity and blood pressure. Getting financial help will not be easy. Those close to you might not seem helpful. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 25, 27, 28, 29


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

23મી ફેબ્રુઆરી સુધી ચંદ્રની દિનદશા તમારા ગરમ મગજને શાંત રખાવી અગત્યના કામો કરવામાં સફળતા અપાવશે. ઘરનું વાતાવરણ ખૂબ સારૂં રહેશે. ફેમિલી મેમ્બરની સલાહથી ઘરમાં કોઈ રીપેરીંગ કામ કરવાનો ચાન્સ મળશે. ઘરમાં કંઈક સારા પ્રસંગો આવી શકે છે. કામકાજને વધારવા માટે ગામ પર ગામ જશો તો ફાયદો મેળવશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28 30 છે.

The Moon’s rule till 23rd February helps cool down your hot-headedness and thus taste success in your endeavours. The atmosphere at home will be very cordial. Repairs at home as suggested by a family member is predicted. Good news is on the horizon. Going abroad for business expansion will prove profitable. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 25, 26, 28 30


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

સુર્યની દિનદશા ચાલુ હોવાથી સામે પડેલી અગત્ય ચીજ પણ તમને નહીં દેખાય. નાના કે મોટા કામો કરવામાં ખૂબ જ કંટાળો આવશે. તમે સરકારી કામ કે ટીચિંગના કામ કરતા હો તો તેમાં જશ નહીં મળે. સુર્ય તમને બપોરના સમયમાં ખૂબ જ કંટાળો આપશે. આંખની બીમારીથી સંભાળજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

The onset of the Sun’s rule makes you miss out seeing things right in front of you. You will feel very lethargic in doing small or big jobs. Those in government-related or educational jobs, will be denied of appreciation and success. The afternoons will feel challenging. Take care of your eyes. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 25, 26, 27, 28


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

14મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મોજશોખને ઓછા કરી થોડી બચત કરવાની કોશિશ અવશ્ય કરજો. હાલમાં બચાવેલા નાણા તમારા ખરાબ સમયમાં કામમાં આવશે. ઓપોઝિટ સેક્સ ને જરાક પણ નારાજ નહીં કરતા તેમની જરૂરત પૂરી કરી તેમને ખુશ રાખજો. રોજના કામો ખૂબ સારી રીતે પૂરા કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Venus’ rule till 14th February suggests that you try to curb your inclinations towards fun and entertainment and try to save some money. Today’s savings will come handy for you in the future when you are in need of money. Do not upset members of the opposite gender. Try to cater to their preferences to keep them happy. You will be able to do your daily chores efficiently. Pray to Behram Yazad daily.

Lucky Dates: 25, 26, 27, 28


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને પણ મોજીલા શુક્રની દિનદશા ચાલુ હોવાથી હાલમાં ખર્ચ વધુ કરવા છતાં તમને ધનની કમી નહીં આવે. બીજાના મદદગાર બની શકશો. મનગમતી વ્યક્તિને મળવા માંગતા હો તો સમય બગાડ્યા વગર જલ્દીથી મળી લેજો. લગ્ન કરેલા ધણી ધણીયાની એકબીજાના મનની વાતને સમજતા વાર નહીં લાગે. નાની મુસાફરી કરતા ફાયદો થશે સાથે અચાનક ધનલાભ પણ થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

The onset of Venus’ does not allow any financial shortcomings despite you spending extravagantly. You will be helpful to others. Do not waste any time if you feel like meeting your favourite person. Married couples will be in tune with each other’s thoughts. Small travels will prove beneficial and financially profitable. Pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 28, 29, 30

Leave a Reply

*