સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ, નવસારી

(પારસી કલચરલ ડીવીઝન) – જશને સદેહ (આર્યન હોળી ઉત્સવ)
શનિવાર તા.8 ફેબ્રુઆરી, 2025 સાંજે 5:00 થી 7:30 કલાક સુધી
સ્થળ : સીરવાઈ પાર્ટી પ્લોટ, જમશેદજી તાતા રોડ, લુન્સીકુઈ, નવસારી.
જશને સદેહની ઉજવણી ભવ્ય રીતે પ્રાચીન સમયથી ઈરાનમાં જરથોસ્તીઓ કરતા આવેલા છે અને આજે પણ જશને સદેહની ઉજવણી ઈરાન અને ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં મોટે પાયે કરવામાં આવે છે. આ ધાર્મિક/સાંસ્કૃતિક ઉત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહેવા પારસી જરથોસ્તીઓને નમ્ર વિનંતી છે.
કાર્યક્રમની સૂચિ
જાહેર જશન – સાંજે 5:00 થી 6:00 કલાક
જશને સદેહ અંગે વીડીયો શો – સાંજે 6:00 થી 7:00 કલાક
જશને સદેહ (આર્યન હોળી ઉત્સવ) – 7:00 વાગ્યા પછી
બાળકો/વિદ્યાર્થીઓને ગીફટ વિતરણ કરવામાં આવશે. નવસારીમાં રહેનાર વિદ્યાર્થી જાતે હાજર રહેશે તેઓને જ ગીફટ આપવામાં આવશે. ગીફટ લેવા માટે આધારકાર્ડ અથવા સ્કૂલ કોલેજના આઈડેન્ટીટી કાર્ડની ફોટો કોપી લાવી રજુ કરવી. નવસારી બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ વિદ્યાર્થી વતી ગીફટ સ્વીકારી શકશે. કાર્યક્રમ બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે જેમાં સહભાગી થવા વિનંતી કરવામાં આવે છે.
લિ.
ગર્વનીંગ બોડીના સભ્યો
સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ, નવસારી

Leave a Reply

*