નવસારીમાં જીયો પારસી વર્કશોપનું આયોજન

29 જાન્યુઆરી, 2025 ના રોજ, મીનીસ્ટરી ઓફ માઈનોરીટી અફેરસ (ૠજ્ઞઈં) એ નવસારીના કાબિલપોર ખાતે ભારતમાં પારસીઓની વસ્તી ઘટાડાને રોકવાના હેતુથી જીયો પારસી યોજના પર એક વર્કશોપનું આયોજન કર્યું હતું. મુખ્ય મહેમાન, આલોક કુમાર વર્મા – ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, મીનીસ્ટરી ઓફ માઈનોરીટી અફેરસ એનસીએમએ (નેશનલ કમીશન ફોર માઈનોરીટીસ એકટ) ના ભૂતપૂર્વ ફોર્મર ટીસી કેરસી દેબૂ અને ડેપ્યુટી ડિરેકટર ડેવલપિંગ કાસ્ટ વેલ્ફેર, ગુજરાત – જે એ વાધવાના અને તેમની ટીમ સાથે વર્કશોપની અધ્યક્ષતા કરી હતી. ઉદવાડા ઈરાનશાહ આતશ બહેરામના એન્જિનિયર તેહેમટન મીરઝાં – વડા-દસ્તુરજી અને નવસારી અંજુમનના ટ્રસ્ટી દારા દેબૂ પણ હાજર હતા.
યોજનાઓની વર્તમાન નવી સુવિધાઓ અને ઓનલાઈન કાર્યક્ષમતા વિકલ્પો તેમજ જીયો પારસી યોજનાના લાભાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને સંબોધવામાં આવ્યા હતા. આલોક કુમાર વર્મા અને કેરસી દેબૂએ સમુદાયના સભ્યોને પ્રવચન અને સૂચનો દ્વારા યોજનામાં વધુ રસ લેવા વિનંતી કરી. ઘણા લાભાર્થીઓને તેમના વ્યક્તિગત કેસોની તપાસ કરવા માટે સરકારી અધિકારીઓ સમક્ષ સીધી લાંબા સમયથી ચાલી આવતી ફરિયાદો નોંધાવવાની તક મળી. ડબ્લ્યુઝેડઓ નવસારીનું પ્રતિનિધિત્વ કરતા, ટ્રસ્ટી અસ્પી આંબાપારડીવાલા, રોહિન્ટન કોન્ટ્રાક્ટર, સાયરસ વાન્દ્રીવાલા અને ડબ્લ્યુઝેડઓ એડમિનિસ્ટ્રેટર – શર્મીન તંબોલીએ નોંધપાત્ર સમજ આપી.

Leave a Reply

*