મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
17મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે.તમારા મોજશોખ પૂરા કરવામાં કોઈપણ જાતની કસર નહીં મૂકો. જ્યાં ત્રણ ખર્ચ કરવાના હશે ત્યાં 30નો ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. બને તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા કામ કરતા ફાયદામાં રહેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 27, 28 છે.
Venus’ rule till 17th April has you going all out to indulge in fun and entertainment. Despite spending a lot of money, you will not face any financial shortage. Try to invest some money. New work projects will be profitable. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 23, 27, 28
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
હાલમાં રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો સમય ઉપર પૂરા નહીં કરી શકો. વધુ કામ કરવા છતાં પણ તમને જશ કે ધન બંને નહીં મળે. તમારા મિત્રો તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે. સમજ્યા વગર કોઈપણ કામ કરવાની ભૂલ કરતા નહીં. બીજા ઉપર વિશ્વાસ રાખતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 24, 25, 26 છે.
The onset of Rahu’s rule doesn’t allow you to complete your tasks in time. Despite all your hard work, you will receive the due appreciation or financial benefits. Your friends could get upset with you over small matters. Do not take on anything without understanding it thoroughly. Do not trust anyone. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 22, 24, 25, 26
GEMINI | મિથુન: ક.છ.ઘ.
3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે.તમે જે પણ કામ કરતા હો તેમાં તમને જશ નહીં મળે. તમારા બચાવેલા નાણાનો ખર્ચ કરવો પડશે. નાણાકીય બાબતની અંદર ખૂબ જ મુશ્કેલીમાં આવી જશો. ગામ પરગામ જવાના પ્લાન બનાવતા નહીં. લેણદાર વધુ પરેશાન કરશે. શાંતિથી કામ કરવાનું રાખજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.
Rahu’s rule till 3rd April denies you of appreciation despite all your efforts. You could have to dig into your savings. Financial problems are indicated. Avoid making any travel plans. Your creditors will harass you. Try to work with a peaceful mind. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 24, 26, 27
CANCER | કર્ક: ડ.હ.
23મી માર્ચ સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે. તમારી મનગમતી વ્યક્તિને મળી શકશો. તમારા મનની વાત જલ્દીથી તેને કરી દેજો. ગુરૂની કૃપાથી દરેક બાબતની અંદર ઇનવિઝિબલ હેલ્પ મળી રહેશે. ફેમિલી મેમ્બરની મદદથી મુશ્કેલી ભર્યા કામને સહેલા બનાવી દેશો. રોજના કામો પૂરા કરવામાં મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 25, 28 છે.
Jupiter’s rule till 23rd March enables you to meet your favourite person. You are advised to speak your heart out to them. You will receive anonymous help in all areas of life. You will be able to execute even challenging tasks with the support of family members. You will face no problems in carrying out your daily works. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 22, 23, 25, 28
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમે થોડી મહેનત કરશો તો અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. ગુરૂની કૃપાથી કોઈ કામમાં મુશ્કેલી હશે તો- ઇનવિઝિબલ હેલ્પ મળી જશે. ફેમિલીની ડિમાન્ડ પહેલા પૂરી કરી શકશો. બને તો થોડી ઘણી રકમને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 24, 25, 27 છે.
Jupiter’s rule till 21st April ensures to help restart your stalled project, with a little effort from your end. You will receive anonymous help in getting any challenging tasks done. You will be able to cater to the wants of your family. You are advised to make investments. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 22, 24, 25, 27
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે. તમને તમારા કામ પુરા કરવામાં ખૂબ કંટાળો આવશે. શનિને કારણે જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. નાણાકીય બાબતમાં ખૂબ જ મુશ્કેલીમાં આવી જશો. વડીલ વર્ગની સાથે નાની બાબત મતભેદ પડી જશે. શનિના દુ:ખને ઓછું કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 23, 25, 26, 28 છે.
Saturn’s rule till 23rd March makes you feel very lethargic in getting your work done. You could suffer from joint pains. Financial difficulty is on the cards. You could end up quarrelling with the elderly over petty matters. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 23, 25, 26, 28
LIBRA | તુલા: ર.ત.
બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કામ કરશો તેમાં બુદ્ધિબળ વાપરીને તમારા કામ પુરા કરવામાં સફળ થશો. તમારા ફેમિલી મેમ્બરના સંબંધમાં સુધારો થશે. તમે નાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી દેજો. હમણાં કરેલું રોકાણ આગળ જતા ફાયદો આપશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 25, 26 છે.
The onset of Mercury’s rule ensures that you will be successful in getting all your work done by using your intelligence. There will be improvement in relations with family members. You are advised to start making small investments. These will prove profitable to you in the future. Sudden windfall is predicted. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 22, 23, 25, 26
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજથી બુધની દિનદશા શરૂ થયેલી છે. આજથી આવતા 56 દિવસમાં તમારા કામની અંદર નાણાકીય ફાયદો મળવાનો ચાન્સ છે. બીજાના મદદગાર બનવાથી વધુ આનંદમાં આવશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ગામ પરગામથી સારા સમાચાર મળશે. ઘરનું વાતાવરણ આંનદીત રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 25, 26 છે.
Mercury’s rule, starting today, for the next 56 days, brings you financial gains in your work. Helping others will bring you much joy. You could make new friends. Good news from abroad is expected. The atmosphere at home will be joyful. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 22, 23, 25, 26
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
આજનો દિવસ જ શાંતિમાં પસાર કરી શકશો. આજે ફેમિલી મેમ્બરની સાથે દિવસ પસાર કરજો. બાકી કાલથી મંગળની દિનદશા તમને નાની બાબતમાં પરેશાન કરશે. મંગળ તમને ચારે બાજુથી પરેશાન કરવામાં કોઈ કસર નહીં મૂકે. સમજ્યા વગર કોઈપણ કામ કરતા નહીં. હાલમાં કોઈ પર વિશ્વાસ મૂકતા નહીં. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 24, 25, 27, 28 છે.
Today is your last day to spend in peace, be with your family. Mars’ rule, starting tomorrow, will prove troublesome. You will feel harassed on all fronts. Do not undertake anything without a thorough understanding. Do not trust anyone. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 24, 25, 27, 28
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. હાલમાં તમારા અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. તમારી સાથે કામ કરનારની મદદ લઈ તમારા કામ સમય પહેલા પુરા કરી શકશો. ચંદ્રની કૃપાથી દરેક બાબતમાં સફળતા મળશે. ફેમીલી મેમ્બરને નારાજ નહીં કરો તેમની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 27, 28 છે.
The Moon’s rule till 23rd March suggests that you prioritize completing your important tasks. A little help from your colleagues will help you complete your tasks well. The Moon blesses you with success on all fronts. Do not upset any family member – try and cater to their wants. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 22, 23, 27, 28
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
4થી માર્ચ સુધી સૂર્યની દિનદશા ચાલશે. સરકારી કામો તથા સહી સિક્કાના કામો હાલમાં કરતા નહીં. તમને નાની બાબતમાં ગુસ્સો આવશે. તાવ માથાના દુખાવાથી પરેશાન થશો. ઘરમાં વડીલ વર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે માટે ધ્યાન આપજો. નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં વધારો થશે. સૂર્યના તાપને ઓછો કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
The Sun’s rule, till 4th March, suggests that you do not indulge in any government-related works and avoid signing on important documents. You will lose your temper over small things. You could suffer from fever or headaches. The health of the elderly at home could go down – so pay attention. Financial difficulties could increase. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 23, 24, 25, 26
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી શુક્રની દિનદશા ચાલશે. હાલમાં તમને ઓપોઝિટ સેક્સનો ભરપૂર સાથ સહકાર મળવાથી તમે ખૂબ આનંદમાં રહેશો. ધનનો ખર્ચ કરવામાં કોઈ પણ કસર નહીં મૂકો. શુક્રની કૃપાથી મોજશોખ તથા હરવા ફરવાની પાછળ વધુ ખર્ચ કરશો છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. મિત્રોનો ભરપૂર સાથ મળશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 24, 27, 28 છે.
Venus’ rule till 14th March brings you a lot of support from members of the opposite gender, bringing you immense joy. You will go all out with expenses. Despite spending a lot of money on fun, travel and entertainment, you will not face any financial shortage. Friends will be very supportive. The atmosphere at home will be joyful. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 24, 27, 28
- કરાણી અગિયારીની 178માં સાલગ્રેહની ઉજવણી - 22 February2025
- યંગ રથેસ્ટાર્સ દ્વારા અનાજ વિતરણનું આયોજન - 22 February2025
- ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા ટ્રસ્ટ ચેમ્પિયન્સ સસ્ટેનેબિલિટી - 22 February2025