પારસી સન્નારીઓ તેમના જાદુઈ સ્પર્શ સાથે બની સુરત મેરિયોટ અથવા લાઇન્સના રસોડાની રાણીઓ

સુરત મેરિયોટ અઠવા લાઇન્સ ખાતે માર્ચ 2025 માં પારસીના 6 હોમ શેફ – બીના કાથાવાલા, ફિરોઝી કરંજિયા, જેનિફર ભગવાગર, કેશમીરા પાલિયા, રશના મોરેના અને ટીનાઝ બચાના જીવનમાં સુખદ વળાંક આવવાનો હતો. જ્યારે સુરત મેરિયોટના ક્લસ્ટર ડિરેકટર એફ એન્ડ બી- મિ. સુનિલ ગંગવાલે સુરતની શ્રેષ્ઠ 5 સ્ટાર હોટેલમાંની એકના ટેબલ 101માં 3 દિવસના પારસી ફૂડ પોપ અપનું આયોજન કરવાનું નક્કી કર્યું, ત્યારે તેમણે કોઈ પ્રોફેશનલ કેટરરને કોન્ટ્રાક્ટ આપવાને બદલે પારસી હોમ કૂક્સને મેરિયોટના મોટા પ્રોફેશનલ કિચનમાં તેમની નિષ્ણાત રાંધણ કળાને આઝમાવવા આમંત્રણ આપવાનું નક્કી કર્યું. સપ્ટેમ્બર 2024 માં તે એક વિશાળ સફળ ઘટના હતી અને તેથી ફરીથી તેજ ગર્લ ગેંગને માર્ચ 2025ની 14 થી 23 મી તારીખ સુધી સંપૂર્ણ 10 દિવસના પારસી ફૂડ ફેસ્ટિવલની કેટરિંગ માટે બોલાવવામાં આવી હતી.
ઇક્વિનોક્સ 21 માર્ચ ના દિવસે નવરોઝ સેલિબ્રેશન સહિત સુરત મેરિયોટ ખાતે આ 10 દિવસનો ઇવેન્ટ સુપર ડુપર હિટ રહ્યો. તંદુરસ્ત અને લાક્ષણિક પારસીના ઘેરનુ ભોનુ પીરસી, દરેક શેફે મહેમાનોના દિલ જીતી લીધા હતા, ફક્ત સ્વાદજ નહિ પરંતુ એમના હૃદયનો ઉમળકો ઉમેર્યો હતો અને પરંપરાગત રીતે તૈયાર થયેલી દરેક વાનગીનો સ્વાદ માણનારાઓ પર એમના મિજબાનીની સુખદ છાપ છોડી હતી. હોટેલના શેફની મદદ અને માર્ગદર્શનથી પારસી બુફેમાં સ્ટાર્ટર્સ થી માંડીને મેઈન કોર્સ થી લઇને રાઈસ અને દાળ તથા લિજ્જતદાર મિષ્ઠાનની સાથે 55 થી 60 વાનગીઓ પીરસવામાં આવી હતી, હોટેલના મેનેજમેન્ટ દ્વારા સબકતા ચોક અને રંગોળી સહીત પારસીના પ્રસંગોપાંગ થતી સજાવટ કરી આ અવસરને શાનદાર અને જાનદાર બનાવ્યો હતો. દરેક મહેમાનને આ પારસી બાનુઓએ ખૂબ નિષ્ઠાપૂર્ણ અને ઉમંગથી આવકાર આપી, તેમનો પ્રતિસાદ લઇ, જમજોજી જમજોજી કહી મેહમાનનવાઝી કરી હતી. સુરતના ઘણા સેલેબ્રીટીઝે પણ પધારી આ ઇવેન્ટને ચાર ચાંદ લગાવ્યા હતા. ખરેખર અમે બાવાજીઓ ફક્ત બોલવા ખાતર નહિ પરંતુ, દિલોજાનથી માનીએ છીએ કે હસતા રહેવાનું, ખાવાનું, પીવાનું, ખવડાવવાનું અને મજ્જાની જિંદગી જીવવાનું એજ જીવનની સરળ તથા સાચ્ચી ફિલસૂફી છે.
દિલનાઝ બેસાનિયા, સંયોજક: પારસી ફૂડ ફેસ્ટિવલ સુરત મેરિયોટ અથવા લાઇન્સ, 9925120069

Leave a Reply

*