Your Moonsign Janam Rashi This Week –
30th September, 2017 – 6th October, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારે બાજુથી હેરાન થતા રહેશો. ઘરની અગત્યની વ્યક્તિ તમારી સાથે નાની બાબતમાં ઝગડા કરશે. તમારા વાંક કે ગુના વગર તમે ખોટી બાબતમાં ફસાઈ જશો. જયાં કામ કરતા હશો ત્યાંના લોકોનો સાથ નહીં મળે. શનિ તમારી તબિયત બગાડી દેશે. નવી ચીજ વસ્તુ લેવાની ભૂલ કરતા નહી. શનિને શાંત કરવા માગતા હો તો ભુલ્યા વગર દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.

With Saturn ruling over you, you will have to be patient. You might have small arguments at home or might be misunderstood by peers. Your colleagues might not be supportive. Take care of your health, do not spend unnecessarily. Pray ‘Moti Haptan Yasht’ to pacify Saturn.

Lucky Dates: 30, 1, 2, 3.

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

21મી ઓકટોબર સુધી બુધ જેવા બુધ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે વાણિયા જેવા બની તમારા કામ કરશો. તમે તમારા ફાયદા પર જ ધ્યાન આપશો. હિસાબી કામ સારી રીતે કરી શકશો. મીઠી જબાન વાપરી પારકાને પણ પોતાના કરી લેશો. નવા કામ શરૂ કરતા પહેલા ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 30, 2, 5, 6 છે.

Mercury rules you till 21st October which could lead you into stinginess. Focus on tasks that might reap profits. You will complete all your financial transactions flawlessly. With kind words, you will win over people. Pray ‘Meher Nyaish’ before starting anything new.

Lucky Dates: 30, 2, 5, 6.

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

20મી નવેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. બુધ તમારી રાશિના માલિક પણ છે. લાંબા સમય પર ફાયદો કેમ થાય તેવા કામ કરશો. મિત્રોની ઓળખાણ વધારી દેશો. ગામ-પરગામ જવા માટે આળસ નહીં કરો. ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. લેતીદેતીના કામોથી ફાયદામાં રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. 3, 4, 5, 6, છે.

Mercury rules you till 20th November. You will plan your tasks that guarantee long term profits. Your friend circle will increase and you will enjoy travel. Financial transactions will be profitable, so ensure you invest. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 3, 4, 5, 6.

.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

25મી ઓકટોબર સુધી મંગળ જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા કામ તમે સમય પર પૂરા કરી શકશો નહીં. તમારા ભોળા સ્વભાવનો બીજાઓ ફાયદો લેશે. સમજ્યા વગર ગરમ થઈ જશો. તબિયતની ખાસ સંભાળ રાખજો. હાઈપ્રેશર અને પેટની ગડબડથી સંભાળજો. ઘરવાળા પણ શાંતિથી બેસી નહીં શકે. મંગળને શાંત કરવા માટે ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 1, 2, 6 છે.

Mars rules you till 25th October and hence you will have to work harder to complete your tasks on time. Do not let anybody take undue advantage of your kindness. Keep calm and take care of your health, especially if you are suffering from high pressure and stomach pains. Be patient with your family members. To pacify Mars, pray ‘Tir Yasht’.

Lucky Dates: 30, 1, 2, 6.

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

ચંદ્ર જેવા શાંત ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 26મી ઓકટોબર સુધી તમે તમારા કામ સમજી વિચારીને કરશો. જે કામની જરૂર નહીં હોય તે કામ પર ઓછું ધ્યાન આપજો.  સગાઓ સાથે સંબંધ સુધરી જશે. ગામ-પરગામથી સારા સમાચાર જાણવા મળશે. નાણાકીય સ્થિતિ સારી થતી જશે. ચંદ્રની શીતળતા મેળવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 30, 3, 4, 5 છે.

The Moon’s rule helps you to execute all tasks. Pay more attention to important and relevant projects. Work on improving your relations with relatives. You will get to hear good news from your hometown. A good week financially. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 30, 3, 4, 5.

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લુ અઠવાડિયું સુર્યના તાપમાં પસાર કરવાનું બાકી છે. બીજાઓ નાની બાબતમાં તમને ઈરિટેટ કરશે. તમે ચિડીયા સ્વભાવના થઈ જશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. નાની હિસાબી ભૂલને શોધતા નાકે દમ આવી જશે. બપોરના સમય પર કામ કરતા કંટાળો આવશે. માથાના દુખાવાથી પરેશાન થશો. 96મું નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.

The last week left under the Sun’s rule calls for your patience and calm temperament while interacting with others. Avoid indulging in any government related work. Be alert about finances. Overcome your laziness and take care of your health especially if you are suffering from headaches. Pray the 96th name, Ya Rayomand’ 101 times.

Lucky Dates: 1, 2, 5, 6.

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી સુધી શુક્રની દિનદશા ચાલશે. દુશ્મન સાથે પણ સુલેહ કરશો. ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઓપોઝિટ સેકસ પાસેથી તમે ધારેલુ કામ કરાવી શકશો. શુક્રની કૃપાથી પૈસા રોકયા વગર નાના ફાયદા મેળવી શકશો. ચાલુ કામમાં સાથે કામ કરનારનો સાથ મળશે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 1, 2, 3, 4, છે.

Venus will rule over you till the 17th and hence you will win over your enemies. Inspite of your expenditures, there will be no financial crunch. People from the opposite gender will help you complete your work. With the grace of Venus, you will reap financial benefits. Your colleagues will be supportive. Pray to ‘Behram Yazad’ every day without fail.

Lucky Dates: 1, 2, 3, 4.

 

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

16મી નવેમ્બર સુધી મોજશોખના માલિક શુક્રની દિનદશા ચાલશે તેથી તમારો ખર્ચ વધી જશે. મનગમતી વ્યક્તિને પોતાના મનની વાત કહી દેજો. દરેક બાબતમાં પોઝિટીવ વિચાર કરશો. રોકાયેલા નાણા મેળવી શકશો. શુક્રની કૃપાથી ઘર કે બહાર તમે આનંદમાં રહેશો. રોજના કામ સ્પીડમાં કરી નાખશો. ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.

શુકનવંતી તા. 30, 2, 5, 6 છે.

Venus rules you till 16th November, bringing joy and merriment into your life. Your loved ones will speak their heart out to you. You will be positive and happy and also succeed in getting back any owed funds. You will complete your tasks at lightning speed. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 30, 2, 5, 6.

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી પડવા-લાગવાની શકયતા છે. નેગેટિવ વિચારો આવશે. થોડી બેદરકારી માંદગીમાં પાડી દેશે. આ અઠવાડિયામાં કામમાં સફળતા નહીં મળે પણ આવતા અઠવાડિયેથી શુક્રની દિનદશા તમારા બધા જ દુ:ખો દૂર કરશે. નાણાકીય બાબતમાં સુધાર આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 6, છે.

Rahu’s rule till 6th October calls for your taking care while commuting. Be positive. To avoid falling sick, take care of your health. Continue to work hard at your workplace, as the rule of Venus in the coming week will solve all your problems. Your financial condition will improve. Pray ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 3, 4, 5, 6.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

રાહુની દિનદશા 6ઠ્ઠી નવેમ્બર સુધી ચાલશે તેથી નાના કામ પણ સમય પર પૂરા નહીં કરી શકો. બીજાની મદદ લેશો તો તેનું વર્તન તમને નહીં ગમે. નાણાકીય મુશ્કેલી આવશે. જે કામ પૂરૂં થવા આવ્યું હશે તે પણ અટકી જશે. ગામ-પરગામ જવાના પ્લાન બનાવતા નહીં. ઘરમાં પણ શાંતિ નહીં રહે. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 30, 1, 2, 6 છે.

Rahu rules you till 6th November so work harder to complete your tasks before the deadline. People’s attitude towards you will change if you ask them for help. You might encounter financial difficulties. Avoid traveling. Try to maintain peace at home. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 30, 1, 2, 6.

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા કામ પૂરા કરીને મૂકશો. નાણાકીય બાબત સારી રહેશે. જૂના રોકાણમાં તથા શેર માર્કેટમાંથી ધનલાભ મળશે. ફસાયેલા નાણાને પાછા મેળવી શકશો. ગુરૂની કૃપાથી ધર્મની પાછળ સમય અને ધન બન્ને વાપરી શકશો. કોઈના સાચા સલાહકાર બની તેની દુવાઓ લઈ શકશો. કામ કરવાથી આનંદ મળશે. રોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 3, 4, 5 છે.

Jupiter rule till 25th October ensures that you complete your work on time. Old investments and share markets prove profitable. You will spend more time and money in religious activities. By providing honest advice to others, you will earn blessings. Your work will bring you happiness. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 30, 3, 4, 5.

.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

26મીથી તમને તમારા રાશિના માલિક ગુરૂની દિનદશા શરૂ થયેલી છે તેથી 24મી નવેમ્બર સુધી તમારા કામમાં તમે સફળ થશો. ગયા અઠવાડિયા સુધી નાણાકીય મુશ્કેલીમાં હશો તો હવે ધીરે ધીરે નાણાકીય પરિસ્થિતિ સુધરી જશે. જે વ્યક્તિ તમારી અવગણના કરતા હશે તેને તમારી જરૂરત પડશે. નવા કામ શોધતા હશો તેમાં સફળતા મળીને રહેશે. રોકાણ કરી શકશો. ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.

Since Jupiter has begun to rule you from the 26th, you will be successful in your endeavours till 24th November. Last week’s financial difficulties will gradually start improving. People who ignored you will approach you for help. You will be successful in finding a new job. Make financial investments. Continue praying ‘Srosh Yasht’.

Lucky Dates: 1, 2, 5, 6.

.

Leave a Reply

*