શિરીન

‘મંમા, ડરબી કાસલ સત્તર રૂમ્ઝ ધરાવેછ તે તમો ભુલીજ ગયાં.’

‘તો શું થઈ ગયું છોકરા? ને સાથે તારી માયનું ભેજું પણ સાબુત છે. અસલની માયો દોઢ દોઢ ને બે બે ડઝન પોરિયા જણી કહાડતી તેનું કેમ?’

ઝરી જુહાકે પણ રોકડું પરખાવી દીધું કે તે બેટો ગમ્મત પામતો પોતાની વાઈફ સાથ ત્યાંથી વિદાય થઈ ગયો.

તે વિશાલ દાદારના પગથિયાઓ ચઢી તેઓ ઉપર આવ્યાં, ને મીઠી શિરીનનાં નાજુક પગો હમેશ મુજબ પોતાની તે નાની ઓરડી તરફ જવા સારૂં ધ્યાનમાં તે ધ્યાનમાં આગળ વધ્યા કે તે જવાને તેણીને કમરમાંથી પકડી પોતાનાં રૂમમાં લઈ જઈ તે બારણું ચપટ બંધ કરી દીધું.

પછી તેણીને પોતાની જોરાવર બાથમાં પકડી લઈ તે જુસ્સાથી બોલી પડયો.

‘શિરીન, મારી મીઠી હવે તો હમેશનીજ મારી.’ ‘હા વ્હાલા હવે હમેશની ને જિંદગી ભરની તમારી જ છું.’

તે રળિયામણી રાત ખતમ થઈ બીજી સવાર પણ પડી ચૂકી ને ફિરોઝ ફ્રેઝર ત્યારે પોતાનાં હનીમુન પર જવા આગમજ પોતાની ઓફિસમાં પોસ્ટમાં આવેલા થોડાક કાગજ્યાંઓ તપાસવા ગયો કે શિરીન હમેશ મુજબ ઝરી જુહાક સામે જઈ ઉભી. કે ઝરી જુહાકે બોલવાનું શરૂ કીધું, ‘એ પેલાં તારાં હનીમુન બનીમુન પર તું કયારે જવાનીછ?’

‘જી નાસ્તો ખાઈને તરત મોટરમાં નીકળી જઈશું.’

એ મુવા વરી આજકાલ નવા ખરચા નીકળ્યાછ, હમારા વખતમાં કંઈ હની બની જેવું હતુંજ નહીં ને તે વખતનાં જોડાંબી કેટલાં સુખી હતા.’

કરકસરની પોઈન્ટ પરથી જોતાં ઝરી જુહાકે ઝટપટ પોતાનું મત આપી દઈ તે પોરીને એક બે શીખામણનાં બોલો સંભળાવી વિદાય કરી દીધી.

ફિરોઝ ફ્રેઝર પોતાની મીઠી વાઈફને લઈને ઉટાકામન્ડ હનીમુન પર ઉપડી ગયો. તે સુખના દિવસો ઝપાટામાં પસાર થતા ગયા તેમ તેમ શિરીન, પોતાના હેતવંતા ને કાળજીવંતા ધણી સાથ સ્વર્ગનું જ સુખ અનુભવી શકી.

પરણેલું તે જોડું મહીનો ખતમ થતાં ફરી ‘ડરબી કાસલ’માં આવી પોતાની રોજીંદી ફરજોમાં ઘુટાઈ ગયું.

એમ વખત વહેતો ચાલ્યો, ને એક દિવસ ઝરી જુહાકે શિરીનને પોતાની આગળ બોલાવી મંગાવી પુછી લીધું.

‘અહીં આવ પોરી, એ આય છોકરાએ વરી નવું લફરૂ શું ઉભું કીધુંછ?’

(વધુ આવતા અંકે)

About અરના હોમી પેસીના

Leave a Reply

*