મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા સ્વભાવમાં બદલાવ આવી જશે. તમે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જશો. જમીન જાયદાદના કામમાં 24મી જુલાઈ પછી સફળતા મેળવશો. તાવ-માથાના દુ:ખાવો હાઈપ્રેશર જેવી માંદગીથી પરેશાન થતા રહેશો. ખાવાપીવામાં જરાબી બેદરકાર રહ્યા તો માંદગીને વેલકમ કરવાનો સમય આવી જશે. આવકની સામે ખર્ચ વધુ કરવાથી માનસિક શાંતિ ગુમાવી દેશો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.
Mars’ rule could cause behavioural changes. You could get angry at petty issues. Any property related decisions should be taken post 24th July. Take care of your health, as you could be susceptible to fevers, high blood pressure and headaches. Do not be careless about eating habits. Expenses could increase. Pray ‘Tir Yasht’ every day.
Lucky Dates: 30, 1, 2, 3
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમો 25મી જુલાઈ પહેલા બહાર ગામ જવાના પ્લાન બનાવી શકશો. વડીલવર્ગની ચિંતા ઓછી થશે. ધનની મુશ્કેલી નહીં આવે. ચાલુ કામની અંદર માન પાન મળતા રહેશે. જૂના મિત્રની મુલાકાત થતી રહેશે. ઘરનું વાતાવરણ સારૂ રહેવાથી મનને આંનદમાં રહેશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 1, 3, 5, 6 છે.
The Moon’s rule till 25th July calls for a vacation. Do not worry about the well-being of your elders. A good week financially. People will respect you at the workplace. You could meet old friends. There will be peace at home. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 1, 3, 5, 6
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમારે છેલ્લા 6દિવસજ સુર્યના ઉતાપામાં પસાર કરવાના બાકી છે. તેથી આ અઠવાડિયામાં ભુલથી કોઈબી જાતના ડોક્યુમેન્ટ સહીં કરતા નહીં. બેન્કીંગ જેવા કામ કરવામાં મુશ્કેલી આવશે. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. સુર્ય તમને સામેની વસ્તુ જોવા નહી દે. આંખોમાં બળતરા કે હાઈપ્રેશર જેવી માંદગીથી સંભાળજો. સુર્યના ઉતાપાને ઓછો કરવા ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 2, 4, 5, 6 છે.
Sun rules you for the next six days and hence avoid signing any documents. Take care of elders’ health. You could feel out of sorts or be troubled by high blood pressure or eye infections. Pray 96th name ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 2, 4, 5, 6
CANCER | કર્ક: ડ.હ.
16મી જુલાઈ પહેલા અગત્યના કામો પૂરા કરી લેજો. નહીં તો તમારા કામમાં અટવાઈ જશો. ઉતરતી શુક્રની દિનદશા તમારા મનની નેક મુરાદ પૂરી કરાવીને રહેશે. ઓપોઝિટ સેકસને પ્રોમીશ આપેલ હોય તો પૂરા કરી લેજો. ઘરના ખર્ચ વધી જવાથી તમને જરાબી ચિંતા નહીં આવે. કામકાજના નાના ફાયદા મેળવીને આનંદમાં રહેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.
Complete important tasks before 26th July. Venus’ descending rule helps fulfil your desires. Fulfil promises made to people from the opposite gender. You need not worry about increase in expenses. Small profits indicated. Pray to Behram Yazad every day.
Lucky Dates: 1, 2, 5, 6
LEO | સિંહ: મ.ટ.
16મી ઓગસ્ટ સુધી ચમકીલા શુક્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામકાજની ઉપર વધુ ધ્યાન આપશો. શુક્રની કૃપાથી ઘરમાં કોઈ સારી ચીજ વસ્તુ વસાવી શકશો. મગજમાં ગુસ્સાની વાતનું નિરાકરણ તમે તમારા દિલથી કરી શકશો. ફેમિલીને ખુશ કરવા માટે નાની મુસાફરી કરવામાં સફળ થશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 30, 1, 2, 3 છે.
Venus’ rule till 16th August demands you to be attentive at work. You could make new purchases for your home. Plan a fun trip with your family for happiness. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 30, 1, 2, 3
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મી જુલાઈ સુધીમાં તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. 6ઠ્ઠીથી શુક્રની દિનદશા તમને ગામ પરગામ જવાનો ચાન્સ અપાવશે. આડોશી પાડોશીને નાની વાતનું ખોટું લાગી જશે. ગુસ્સા પર કંટ્રોલ કરતા ડબલ ગુસ્સો આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 5, 6, છે.
You could feel slight restlessness till 5th July but Venus’ rule starting 6th onwards will, bring in opportunities to travel. Neighbours could be annoyed with you. Control your temper. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 30, 1, 5, 6
LIBRA | તુલા: ર.ત.
6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં તમે તમારી જાતને નીચે પાડી દેશો તા પણ સામેની વ્યક્તિ કદર નહીં કરે. બીજાના કામમાં જરાબી ધ્યાન આપતા નહીં. નાણાકીય બાબતમાં ખેંચતાણ રહેશે. જ્યાં એક જગ્યાએથી થોડું ધન બચાવશો ત્યાં બીજી ચાર બાજુથી ખર્ચનું લીસ્ટ તૈયાર થઈ જશે. ખોટા વિચારો વધુ ન આવે તે માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.
Rahu rules over you till 6th August. People will seem like they undermine your efforts at the workplace. Focus on the task at hand. You could encounter financial constraints as expenses increase. Stay positive and pray ‘Maha Bakhtar Nyaish’.
Lucky Dates: 1, 2, 3, 4
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ગુરૂ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી નાનું મોટી ચેરીટીઝનું કામ થઈને રહેશે. મિત્રો તરફથી માન-ઈજ્જત મેળવશો. જૂના બગડેલા કામને સુધારવા માટે ફરી પાછી ટ્રાય શરૂ કરી દેશો. ગુરૂને કારણે તમારા કોઈ કામને પૂરા કરવા માટે બીજાની જરૂર નહીં પડે. તમે લીધેલા ડીસીઝન ને ચેન્જ નહીં કરી શકો. સ્ત્રીઓ માટે ગુરૂની દિનદશા વધારો આપી જશે. મગજ વાપરીને કામ પૂરૂં કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 29, 30, 2, 3 છે.
Jupiter’s rule advises you to indulge generously in charity. Friends will respect you. Try completing any pending tasks. You will be self-sufficient and self-reliant in your endeavours. Stick with decisions you have made. A favourable time for women. Use your intelligence to finish your work. Pray ‘Srosh Yasht’.
Lucky Dates: 29, 30, 2, 3
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
24મી ઓગસ્ટ સુધી તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલશે. તેથી તમને તમારા કામની અંદર ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. ગુરૂની કૃપાથી ધર્મના કામો કરવાના ચાન્સ મળી જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મનની બેચેની દૂર થઈ જશે. લગ્ન કરવા માગતા હો તો લાઈફ પાર્ટનર મળી જશે. ઘરનું વાતાવરણ સારૂં રાખવા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.
Jupiter rules over you till 24th August sending anonymous help your way. Indulge in religious work. A good week financially. You will be calm and at peace. Those looking to tie the knot could find their ideal life partners. Pray ‘Srosh Yasht’ every day.
Lucky Dates: 2, 3, 4, 5
CAPRICORN | મકર: ખ.જ.
26મી જુલાઈ સુધી તમારા કોઈ કામ સીધી રીતે પૂરા નહીં કરી શકો. તમારા કામમાં રૂકાવટ આવતી રહેશે. તમારા રોજના કામમાં તમને આળસ અને કંટાળો આવશે. વાહન કે ઈલેકટ્રીક સામાન ખરીદતા નહીં. ખૂબ મહેનત કરીને ધન બચાવશો ત્યાં બીજી બાજુ ખર્ચ વધુ કરવો પડશે. તમારી બચત તમારી માંદગીની પાછળ ખર્ચ કરવી પડશે કોઈ બીજાની પણ માંદગી હોઈ શકે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 30, 2, 3, 4 છે.
You could face obstacles at work till 26th July. Laziness and restlessness will press on you. Avoid purchasing electronic appliances or vehicles. You could incure medical expenses. Pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 30, 2, 3, 4
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
બુધની દિનદશા 20મી જુલાઈ સુધી ચાલશે તેથી તમે તમારા કામો વીજળીવેગે પૂરા કરી શકશો. બુધ્ધિના દાતા બુધ તમને વાણીયા બનાવી ફાયદાની વાત ઉપર પૂરે પુરૂં ધ્યાન રખાવશે. ગામ-પરગામથી કોઈ સારા સમાચાર જાણવા મળશે. ધનની સાથે માન ઈજ્જત બન્ને મેળવી લેશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. વધુ આનંદ મેળવવા માટે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 30, 1, 5, 6, છે.
Mercury’s rule till 20th July helps you complete your tasks at great speed. Pay attention to financial transactions. You could expect good news from overseas. You will earn money and respect. Love between spouses will increase. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 30, 1, 5, 6
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને બુધની દિનદશા શરૂ થયેલી છે. હાલમાં તમે બીજાની મદદ સારી રીતે કરી શકશો. વધુ ધન મેળવવા માટે થોડી ભાગદોડ કરવી પડશે. જે પણ કમાશો તેમાંથી બચત કરીને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. નવા મિત્રો મલવાના ચાન્સ છે. પ્રમોશન મલવાના ચાન્સ છે. ઘરવાળાનો પ્રેમ જીતી લેશો. નાની મુસાફરીથી ફાયદો થશે. તમે દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5, છે.
Mercury’s rule advises you to help others. You may have to work harder to earn money. Save and invest money. You will make new friends. A promotion at the workplace is incidcated. Family members will love you. Travel will prove profitable. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates: 2, 3, 4, 5
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025