અનિદ્રામાં પાણી

સાદું પાણી નિદ્રાહર છે. સાદું પાણી જેટલું વધારે પીશો, તેટલી ઉંઘ ઓછી આવશે. જેઓને અનિદ્રાની તકલીફ હોય છે તેઓ ખૂબ પાણી પીતાં જોવા મળશે. અનિદ્રામાં પાણી શકય તેટલું ઓછું અને નિદ્રાટાણે તો ન જ પીવું જોઈએ. જેઓને વારે વારે ઉંઘ આવ્યા કરતી હોય અને તેથી કામ અટવાઈ જતાં હોય અને ઈચ્છાનુસાર જાગી ન શકાતું હોય તેઓએ સાદુ પાણી વધુ ને વધુ પીતાં રહેવું જોઈએ. ભણતા વિદ્યાર્થીઓ બહુ ઉંઘતા રહેતા હોય અને ભણવામાં ધ્યાન ન આપતા હોય તો વાલીઓએ સાદું પાણી વધુ ને વધુ પીવડાવવું જોઈએ. રાતે-દિવસે આવતી ઉંઘ અટકાવવામાં ચા-કોફી કરતાં સાદુ પાણી જ પર્યાપ્ત છે.

About  ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Leave a Reply

*