મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો પારો વધી જશે તમે ચિડિયા સ્વભાવના બની જશો. ભાઈ-બહેનોની સાથે નાની વાતમાં મતભેદ પડશે. તમારી કહેલી વાત બીજાને સાચી નહી લાગે. જમીન મિલકતના કામોથી દૂર રહેજો. ઘરમાં કોઈક ખોટા ખર્ચ થશે. ૨૪મી જુલાઈ સુધી વાહન ખૂબ જ સંભાળીને ચલાવજો. ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરી દેજો. શુકનવંતી તા. ૪, ૫, ૬, ને ૮ છે.
વૃષભ: બ.વ.ઉ.
ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી નાણાંકીય બાબતમાં મુશ્કેલી નહી આવે. અચાનક લાભ મળશે. કામકાજને કારણે ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. ઘરમાં વડીલવર્ગની ચિંતા ઓછી થશે. મિત્રમંડળીમાં વધારો થશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. તમારા ઈશારાથી ઘરવાળા તમને શું જોઈએ તે સમજી જશે. હાલમાં ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો. શુકનવંતી તા. ૨, ૩, ૬ ને ૭ છે.
મિથુન: ક.છ.ઘ.
૫મી જુલાઈ એટલે પહેલા ત્રણ દિવસ જ સૂર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી સૂયર્ર્ની દિનદશા નાનું એક્સિડન્ટ કરાવી નાખે તેની સંભાળ લેજો. વડીલ વર્ગમાં ફાધરની તબિયત અચાનક બગડી જશે. પહેલા ત્રણ દિવસ શાંતિથી પસાર કરી નાખશો તો તમારામાં ઘણા પરિવર્તન આવી જશે. છેલ્લા ત્રણ દિવસમાં વધુ શાંત થઈ જશો. આજથી ‘યા રયોમંદ’, ‘યા બેસ્તરના’ બન્ને નામો ૧૦૧ વાર ભણજો. શુકનવંતી તા. ૪, ૫, ૬, ૮ છે.
કર્ક: ડ.હ.
૧૫મી જુલાઈ સુધીમાં અગત્યનાં કામ પૂરાં કરી લેજો. અગત્યની વ્યક્તિને ૧૫મી પહેલા મળવાની કોશિશ કરજો નહી તો તે વ્યક્તિ મળશે નહી. ફસાયેલા નાણાં પાછા મેળવવામાં ભાગદોડ કરવી પડશે. ઉતરતી શુક્રની દિનદશા તમને ધન તો આપશે પણ ખર્ચ પણ કરાવી નાખશે. ગામ-પરગામ જવાનો પ્રોગ્રામ નહીં કરતા. હાલમાં દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૨, ૩, ૫ ને ૭ છે.
સિંહ: મ.ટ.
શુક્ર જેવા ચમકીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી આડા-અવળા કામ સીધા પૂરા કરી શકશો. ઘરનું વાતાવરણ સાં રહેશે. સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. કામકાજમાં જશ અને લાભ બન્ને મળશેે. મિત્રો તરફથી મદદ મળતી રહેશે. મોજશોખ પાછળ ખર્ચ કરવા છતાં ધનની કમી નહી આવે. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૩, ૪, ૫, ને ૮ છે.
ક્ધયા: પ.ઠ.ણ.
૫મીથી શુક્રની દિનદશા શ થશે. પણ આજથી ત્રણ દિવસ ખૂબ જ સંભાળીને ચાલજો. ખાવાપીવામાં બેદરકાર રહેતા નહી. ૫મી સુધી કામ વગર ઘરની બહાર જતા નહી. ૫મીથી ૭૦ દિવસની શુક્રની દિનદશા તમારા પ્રોબ્લેમને સોલ્વ કરી નાખશે. હાલમાં જે વ્યક્તિ તમને માન-ઈજ્જત નહી આપશે તે જ વ્યક્તિ તમને મસ્કા મારશે. આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ની સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો. શુકનવંતી તા. ૨, ૬, ૭ ને ૮ છે.
તૂલા: ર.ત.
રાહુની દિનદશા ચાલુ હોવાથી કોઈબી બાબતમાં બેલેન્સ નહી રહે. આવક દેખાશે પણ ખર્ચનું પ્રમાણ વધી જશે. તબીયતને બગડતા વાર નહી લાગે. બેદરકારી મોટી મુસીબતમાં નાખી દેશે. રોજબરોજના કામકાજ પૂરા કરવામાં મુશ્કેલી આવશે. રાહુ સાચો રસ્તો બતાવશે નહી. પોતાની વસ્તુ મેળવવા માટે બીજાની મદદ લેવી પડશે. ભૂલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૩, ૪, ૫ ને ૭ છે.
વૃશ્ર્ચિક: ન.ય.
૨૩મી જુલાઈ સુધી ગુની દિનદશા ચાલશે. તમે કરેલા કામમાં વિશ્ર્વાસ ખૂબ જ રહેશે. કામ પૂં કરી મૂકજો. ધનલાભ મળતા રહેશે. થોડીઘણી રકમ સારી જગ્યાએ ઈન્વેસ્ટ કરી લેજો. ધર્મની જગ્યાએ જવાનું મન થશે. ફેમિલી મેમ્બર ઉપર વધુ ધ્યાન આપશો. ગુની વધુ કૃપા મેળવવા માટે હાલમાં દરરોજ ભૂલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. ૨, ૪, ૭ ને ૮ છે.
ધન: ભ.ધ. ફ. ઢ.
ગુની દિનદશા ચાલુ હોવાથી તમા ધ્યાન ફેમિલીને સુખમાં રાખવામાં હશે. નાણાંકીય મુશ્કેલીમાંથી બહાર નીકળશો. કામ કરવાની જગ્યાએ પ્રમોશન મળવાનો ચાન્સ છે. રોજના પ્રોગ્રામમાં ચેન્જીસ લાવી શકશો. જીવનસાથી મળવાના ચાન્સ છે. નકામી અને ખોટી ચિંતાઓથી પરેશાન નહી થાવ. હાલમાં ભૂલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૩ થી ૬ છે.
મકર: ખ.જ.
૨૬મી જુલાઈ સુધી ગની દિનદશા ચાલશે, જ્યા પૈસા બચાવવાની કોશિશ કરશો ત્યાં ત્રણ ગણો ખર્ચ થશે. રોજબરોજના કામમાં સમય ઉપર પહોંચી નહી શકો. ઘરનું વાતાવરણ સાં નહી રહે તેથી ઘરની બહાર જવાનો રસ્તો શોધશો. ઘરની વ્યક્તિ તમારા વિચારોથી સહમત નહી થાય. શનિને શાંત કરવા માટે હાલમાં દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ભુલતા નહી.
શુકનવંતી તા. ૩, ૪, ૫ ને ૭ છે.
કુંભ: ગ.શ.સ.
બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિબળ વાપરીને કામ સરખા કરી દેશો. રોકાયેલા નાણાંને પાછા મેળવવા માટે ભાગદોડ અને મીઠી વાણી વાપરવી પડશે. જ્યાં કામ કરતા હશો ત્યાં માન ઈજ્જત ખૂબ જ વધી જશે. બગડેલા સંબંધ સુધારી શકશો. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૨, ૫, ૬ ને ૮ છે.
મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
લેતી – દેતી – સેલ્સ – પરચેસના કામ સફળતા અપાવે તેવા બુધની દિનદશા ચાલુ છે. કામકાજ વધારવા માટે ગામ પરગામ જવાનો યોગ આવશે. નવા કામની ઓફર લઈ લેજો. તમે બચત કરવાનું શીખી જશો. ઘરની વ્યક્તિને જોઈતી ચીજવસ્તુ લેવામાં સફળ થશો. આનંદ મળે તેવા સમાચાર મળશે. આજથી હાલમાં દરરોજ ભૂલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલતા નહી.
શુકનવંતી તા. ૨ થી ૫ છે.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024