વડા દસ્તુરજી ડો. કૈખુશરૂ મીનોચેર જામાસ્પઆસાના દુ:ખદ નિધનથી સમુદાયમાં શોકનું વાતાવરણ

1956થી જરથોસ્તી અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી ડો. કૈખુશરૂ મીનોચેર જામાસ્પઆસા 19મી મે, 2019ને દિને લંડનમાં 87 વર્ષની વયે મુત્યુ પામ્યા હતા. સમુદાયે એક ધાર્મિક સ્કોલર તથા એક લીડરને ખોયા છે. તેઓ તેમની પાછળ તેમની પત્ની, દીકરો અને દીકરીને છોડી ગયા છે.
11મી માર્ચ 1932માં મુંબઈ ખાતે તેમનો જન્મ થયો હતો. દસ્તુરજી અવેસ્તા અને પહલવીમાં ગ્રેજ્યુએટ થયા હતા અને ફિલોસોફીમાં ડોકટરેટ હાંસલ કર્યા હતા. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં તેઓ 30 વર્ષ સુધી ઈરાનીય સ્ટડીના પ્રોફેસર હતા. સર જે. જે. જરથોસ્તી મદ્રેસાના દસ વર્ષ સુધી પ્રિન્સીપાલ હતા તેઓ મુલ્લાં ફિરોઝ મદ્રેસાના સિનિયર લેકચરર હતા શિરાઝમાં એશિયા ઈન્સ્ટિટયુટ ઓફ પહલવી યુનિવર્સિટીમાં વિઝીટીંગ પ્રોફેસર હતા. તેઓ એક ભાષાશાસ્ત્રી હતા અને તેઓએ વૈશ્ર્વિક સ્તરે અગ્રણી શૈક્ષણિક પ્રકાશનોમાં પુસ્તકો લખ્યા હતા અને અસંખ્ય લેખો લખ્યા હતા.
તેમના મહાન દાદા, દસ્તુરજી ડો. જામસ્પ જામાસ્પઆસાએ અંજુમન આતશ બહેરામની સ્થાપના કરી હતી અને વડા દસ્તુરજી જામાસ્પઆસા તેમનું અનુકરણ કરી ધાર્મિક માર્ગ પર આગળ વધ્યા હતા. એમની તાલિમ હેઠળ સમુદાયના સેકડો નાવર અને મરતાબ બન્યા હતા. તેમણે 200થી વધુ નિરંગદીન તથા ધાર્મિક ક્રિયાઓ કરી હતી. એક પ્રખ્યાત પરંપરાવાદી તરીકે, તેમણે સ્થિરતાપૂર્વક ઝોરાસ્ટ્રિયન માન્યતાઓ અને ધાર્મિક રીતને સમર્થન આપ્યું, સતત સમુદાયને માર્ગદર્શન આપતા અને ધાર્મિક સંસ્થાઓની સલામતીની હિમાયત કરી હતી. તેઓ ભારપૂર્વક માનતા હતા કે સમુદાયના રિવાજો અને પરંપરાઓ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ.

Leave a Reply

*