(ગયા અંકથી ચાલુ)
હિસાબ કિતાબ: બીપીપી આર્થિક રીતે બહુ સધ્ધર નથી. લોકોની ધારણા છે કે બીપીપીની નેટવર્થ હજારો કરોડ પિયાની છે, આ લોકોએ એ સમજવાની જર છે કે આ મૂલ્ય આપણા બાગ, કોલોનીઓ અને ડુંગરવાડી જેવી સંયુકત મિલકતોનું છે. બીપીપીને રોકડની જર છે અને બીપીપી અત્યારે સખાવતો, ભાડાં/ સર્વિસ ચાર્જિસ તથા એફડીના વ્યાજ પર ટકી રહ્યું છે. અમે શ કરેલા મોનેટાઈઝેશન ફોર લિક્વિડિટી અજેન્ડા હેઠળ
અ) ભાડૂતો તથા કબજો ધરાવતા લોકો પાસેથી સર્વિસ ચાર્જિસની રિકવરી પારસી/ઈરાની ઝોરાસ્ટ્રિયનો બીપીપી અને વાડિયા ટ્રસ્ટના લાભાર્થીઓ છે, અને ખૂબ જ સબસિડાઈઝ્ડ હાઉસિંગ તેમને મળે છે, જેમાં તેમના દ્વારા અપાતું ભાડું એ એરિયામાં ચાલતા ભાડાના ૧૦૦મા હિસ્સા જેટલું ઓછું હોય છે. ટ્રસ્ટ રિપેરમાં ૫૦ ટકા રકમ પણ ચુકવેે છે. આને કારણે ભાડું/સર્વિસ ચાર્જથી થતી આવક અને કોલોનીના મેઈન્ટેનન્સ ખર્ચ વચ્ચે મોટું અંતર નિર્માણ થયું છે. અહીં એ વાતની નોંધ લેવી રહી કે, ભાડૂતો/ કબજો ધરાવનાર ભાડું તથા અન્ય સર્વિસ ચાર્જિસ ચુકવવા ખરેખર અસક્ષમ હોય તો, બીપીપી આ માફ કરે છે અથવા ઘટાડે છે. બોર્ડે હવે કબજો ધરાવનારાઓ પાસેથી પાણી, વીજળી સિકયોરિટી, ઝાડુવાળાઓ, માળીઓ, પમ્પ મેનના પગાર અને પ્રોપર્ટી ટેકસ જેવી બાબતો માટે નાણાં ચુકવવા કહ્યું છે.
પરિણામ: આ બાબત ભંડોળની અછત દૂર થશે અને નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાશે.
બ) પાર્કિંગ ચાર્જીસમાં વધારો: બોર્ડે એકમતે નિર્ણય લીધો છે કે કોલોનીઓમાં પાર્કિંગ ચાર્જીસમાં વધારો કરવો. અનેક વર્ષો સુધી પાર્કિંગ ચાર્જીસમાં કોઈ વધારો કરાયો નથી અને જે રહેવાસીઓને ગાડી રાખવાનું પરવડી શકે છે, તેમને ઉંચા પાર્કિગ ચાર્જીસ ચુકવવાનું પણ પરવડે એમ છે. કાર્સની મોટી સંખ્યા તથા હાઈ એન્ડ કાર્સ જોતાં પાર્કિંગ ચાર્જીસમાં વધારો ન્યાયી અને જરી છે.
૬) આર્થિક ગળતરને રોકવું અને આવક વધારવી: નવા બોર્ડે દરેક રેવન્યુ અર્નિંગ કોન્ટ્રાકટર્સ અને તકોને ખૂબ જ બારીકીથી ચકાસ્યા છે અને વાર્ષિક આવકનો પ્રવાહ આશરે પિયા ૫૦ લાખ જેટલો વધાર્યો છે. (કૃપા કરી નીચેનું ટેબલ જુઓ) ચેરમેન તરીકે, મારે મારા સાથી ટ્રસ્ટી કેરસી રાંદેરિયાએ ભજવેલી ભૂમિકાની નોંધ લેવી જોઈએ. તેમણે વચેટિયાઓ (મિડલમેન) દૂર કર્યા છે. મારા બોર્ડમાંના કેટલાક સાથીઓને મારી અપીલ છે કે, તેઓ કેરસીને બિનશરતી ટેકો આપે તથા ભૂતકાળના સંબંધો/ પૂર્વ વફાદારીઓને વચ્ચે લાવી કેરસીના પ્રયાસોને મંદ ન પાડે.
૭) ફેડરેશન ઓફ પારસી ઝોરાસ્ટ્રિયન અંજુમન ઓફ ઈન્ડિયા (એફપીઝેડએઆઈ)ની ડીફન્કટ અંજુમન કમિટી (ડીએસી)ને સુદ્દઢ બનાવવી ડિફન્કટ અંજુમનની વ્યાખ્યા મુજબ, એ શહેર/ગામ જ્યાં ૧૫થી ઓછા પારસી રહેતા હોય એવી અંજુમનનો તેમાં સમાવેશ થાય છે. છેલ્લા એકાદ-બે વર્ષમાં અનેક શંકાસ્પદ સોદા તથા ફેડરેશનના લોકોના આ પ્રકારના અંજમનોની જમીનને ગેરકાયદે વેચવાના કારસ્તાનો ઉઘાડા પડયા છે. હવે સફાઈ અભિયાન શ થયું છે. સામ ચોથિયા, વલસાડ અંજુમનના ટ્રસ્ટી તથા એક વિશ્ર્વાસપાત્ર, માનવંતા અને સમર્પિત વ્યક્તિને આ મહત્વની કમિટીના વડા તરીકે નીમવામાં આવ્યા છે. આ પારદર્શી ટીમ અંજુમનની મિલકતોના સરંક્ષણ માટે સક્રિય છે.
પરિણામ આશરે ા. ૫૦૦ કરોડની મિલકત હવે બચાવાઈ છે અને જમીનોનું ગેરકાયદે વેચાણ અટકાવાયું છે.
- ઝેડએસી કોંગ્રેસમેન લૂ કોરિયાનું આયોજન કરી સાયરસ ધ ગ્રેટને શ્રદ્ધાંજલિ આપી - 15 February2025
- ડીએઆઈની એમ એફ કામા અથોરનાન ઈન્સ્ટીટયુટની સફર - 15 February2025
- WZCC Toronto Conclave 2025: The Other Side of Business - 15 February2025