13મી જાન્યુઆરી, 2020 ના રોજ, ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા ટીમે ઉદવાડામાં સફળ જાગરૂકતા અભિયાન ચલાવ્યું, જેમાં સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામ પંચાયત સ્વયંસેવકો સાથે મળીને ઉદવાડા ગામને સાફ કરવા માટે કામ કર્યું, એક વર્ષ પહેલા સ્થપાયેલી, ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા પહેલ ઉદવાડા રહેવાસીઓ અને ગામની ભલાઈ કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેની સ્થાપના ઝરીન ભરડા, ફિલી બાપુના અને ઝિનોબિયા સિધવાએ કરી હતી, જેનો હેતુ આ પહેલ દ્વારા, લીલા, સ્વચ્છ ઉદવાડામાં જાગૃતિ લાવવાનું છે.
કુશળતાપૂર્વક કરવામાં આવતા કચરાના સંગ્રહ ઉપરાંત, સ્થાનિક લોકોમાં જાગૃતિ પણ ઉભી થઈ હતી કારણ કે સીજીયુની ટીમે ઘરના સભ્યોને પ્લાસ્ટિક અને અન્ય નિકાલ કરેલી ચીજો નુકસાન કારક છે તે બાબતમાં વાતચીત કરી હતી.
ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા (સીજીયુ) ની ટીમ સમયાંતરે સ્થાનિક શાળાના બાળકો અને સ્ટાફની સહભાગિતા સાથે ઉદવાડા ગામ અને બીચને સાફ કરવા માટે સફાઇ અભિયાનોનું આયોજન કરે છે. તેઓએ નવા ડ્રમ-કદના ડસ્ટ-ડબ્બા પણ સ્થાપિત કર્યા છે જે વ્યૂહરચનાત્મક રીતે સ્થાનો પર મૂકવામાં આવે છે. શક્ય તેટલી જાગૃતિ ફેલાવવા માટે તેઓ ક્લીન અને ગ્રીન ઉદવાડાના બ્રાન્ડિંગથી પુસ્તકો, સ્કૂલ બેગ, ટી-શર્ટ વગેરે ઉપયોગિતા વસ્તુઓનું વિતરણ પણ કરે છે. ઉદવાડા ગામના રહીશોએ ગ્રામ પંચાયત, શાળાના બાળકો અને ગ્રામજનોના સહયોગથી આ પહેલનો સારો પ્રતિસાદ મેળવ્યો છે.
ફલી બાપુનાએ પારસી ટાઈમ્સને જણાવ્યું કે, ‘અમે ગોદરેજ બાગના પ્રોજેકટની જેમ ઉદવાડા માટેના અમારા કચરાના સંચાલન પ્રોજેકટ માટેના પ્રાયોજકો શોધી રહ્યા છીએ, કારણ કે હાલમાં, બધા જ કચરાને દરિયામાં ફેંકી દેવામાં આવે છે અને અમે પ્રતિબદ્ધ સ્વયંસેવકોની શોધમાં છીએ. કચરો વ્યવસ્થાપન, શિક્ષણ અને માનસિકતામાં પરિવર્તન એ જ આને સાચી સફળતા આપે છે.’
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024