મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમે ધનનો ખર્ચ મોજ-શોખમાં કરશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. તમારા કોઈ સાથે મતભેદ થયા હો તો તેને દૂર કરી શકશો. નાણાકીય બાબતમાં ફાયદા થતા રહેશે. નવા કામ શોધવામાં સફળ થશો. ભુલ્યા વગર દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 18, 19, 20 છે.
Venus’ rule till 13th April could have you leaning towards spending extravagantly on entertainment and indulgences. You will make purchases for the house. You will be able to resolve any differences with others. You will experience financial growth. You will be successful in finding a new job/projects. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 15, 18, 19, 20.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી મોઢા સુધી આવેલ કામ અટકી જશે. કોઈ કામ કરતા પહેલા નેગેટીવ વિચાર ખૂબ આવશે. બીજાનું સારૂં કરવા જતા તમારૂં ખરાબ થશે. કોઈપણ વ્યક્તિની જવાબદારી તમારા માથા પર લેતા નહીં. શેર સટ્ટાથી દૂર રહેજો. કોઈ અંગત વ્યક્તિ તમારી સાથે ચીટીંગ કરશે. ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 20 છે.
Rahu’s rule till 4th March could end up posing last minute challenges in work that is nearly completed. You could end up with negative thoughts before commencing any work. You efforts to help others could harm your own interests. Avoid taking others’ responsibilities. Do not make any deals in the share market. You could be deceived by a close person. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 15, 16, 17, 20.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમારે આ છેલ્લુ અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ધર્મ કે ચેરીટીના કામ કરી શકશો. ઘરવાળાને ખુશ રાખવાથી તમારા ખરાબ સમયમાં મદદગાર થશે. ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હશે તો 21મી પછી તેની તબિયત વધુ ખરાબ થવાના ચાન્સ છે. ઉતરતી ગુરૂની દિનદશા ધનની કમી નહીં આવવા દે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 18, 19, 20 છે.
With this last week under Jupiter’s rule, you will be able to perform religious/charitable work. Keeping family members happy, will have them helping you through your bad phase. If anyone is unwell at home, there are chances that their health could further deteriorate post the 21st. Jupiter’s descending rule will ensure there is no dearth of money. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 15, 18, 19, 20.
CANCER | કર્ક: ડ.હ.
ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથેથી બીજાના ભલાઈના કામો થશે. ગુરૂની કૃપાથી નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો.તબિયતમાં સુધારો થશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 21 છે.
Jupiter’s ongoing rule helps you perform noble deeds for others. Jupiter’s graces will hold you in good stead financially. Ensure to make investments from your earnings. You will be able to make purchases for the house. Health will improve. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 16, 17, 18, 21.
LEO | સિંહ: મ.ટ.
છેલ્લા દસ દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 23મી સુધી નાની બાબતમાં પરેશાન થશો. કોઈપણ કામમાં મન નહીં લાગે. ખોટા ખર્ચાથી પરેશાન થશો. તમારા લેણાના નાણા પાછા નહીં મળે. અને કોઈને પૈસા આપવાના હશે તો તે વ્યક્તિ તમને પરેશાન કરી મૂકશે. રોજના કામ સારી રીતે નહીં કરી શકો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 19, 20 છે.
With the last 10 days remaining under Saturn’s rule, you could feel perturbed over small issues upto the 23rd. You will feel disinterested in any kind of work. Unnecessary expenses will cause concern. You might not be able to retrieve the money you had lent. Your creditors will harass you. You will not be able to work your daily chores smoothly. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 15, 16, 19, 20.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજ અને કાલનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. હિસાબી કામ પહેલા કરી લેજો. 17મીથી 36 દિવસ માટે શનિની દિનદશા ફેમિલીમાં મુશ્કેલીઓ વધારી દેશે. સરકારી કામો કરતા નહીં. ઘરની દરેક વ્યક્તિ પરેશાન થશે. નાણાકીય મુશ્કેલી વધી જશે. આજથી ‘મહેર નીઆએશ’ સાથે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 15, 16, 20, 21 છે.
With today and tomorrow remaining under Mercury’s rule, ensure to complete all accounts related work first. From the 7th for the next 36 days, Saturn’s rule could increase challenges within the family. Avoid doing any legal work. All your family members could feel perturbed. Financial problems could increase. Starting today, pray the Moti Haptan Yasht daily, with the Meher Nyaish.
Lucky Dates: 15, 16, 20, 21.
LIBRA | તુલા: ર.ત.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે વાણીયા જેવા બની જશો. એટલે જ્યાં તમારો ફાયદો થતો હશે ત્યાં તમારૂં ધ્યાન પહેલા જશે. ધન મેળવવામાં સફળ થશો. હીસાબી કામમાં ફાયદો થશે. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી ફાયદો મેળવી નવું ઈનવેસ્ટમેન્ટ કરજો. ઘરમાં મહેમાનની અવરજવર વધી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 15, 19, 20, 21 છે.
Mercury’s ongoing rule could make you money-minded – drawing your attention to areas which will be beneficial to you. You will be successful in retrieving money. You will stand to gain in accounting work. Reap the benefits of old investments and reinvest in new ones. There will be an increase in guests visiting your home. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 15, 19, 20, 21.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. નાની બાબતમાં ગરમ થઈ જશો. તબિયતની ખાસ સંભાળ રાખજો. માથાનો દુ:ખાવો તથા પ્રેશરથી પરેશાન થશો. ઘરમાં શાંતિ નહીં મળે. ભાઈબહેન સાથે મતભેદ પડી જશે. સાથે કામ કરનાર તમને સાથ નહીં આપે. ખર્ચ વધી જશે. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 20 છે.
With the last week under Mars, you could end up losing your temper over petty issues. Take extra care of your health. Headaches or blood pressure issues could trouble you. There will be no peace at home. Squabbles amongst siblings is indicated. Your colleagues will be unsupportive. Your expenses could increase. To pacify Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 16, 17, 18, 20.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લા દસ દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી સમય બગાડયા વિના મિત્ર અને ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરની વ્યક્તિઓને તમારી વાત સમજાવી શકશો. અગત્યના કામો પૂરા કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 19, 20, 21 છે.
With the last 10 days under the Moon’s rule suggest that you not waste time and cater to the wishes of friends and family. Financial stability is indicated. You will be able to get your point through to family members. You will be able to complete important tasks. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.
Lucky Dates: 15, 19, 20, 21.
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુદી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા ડીસીઝન સારી રીતે લેશો. મુસાફરીનો પ્લાન બનાવી શકશો. તમારા રોજના કામ સમય પહેલા પૂરા કરશો. જે પણ કામ કરશો તેમાં માન મેળવશો. 23મી માર્ચ સુધી નાણાકીય ફાયદો મળશે. ઘરમાં મતભેદ થયા હશો તો તે દૂર કરી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
The Moon’s rule till 23rd March suggests that you will make decisions in the right way. You could make travel plans. You will be able to complete you daily chores even sooner. You will receive fame and respect in all works that you undertake. Financial benefits are indicated till 23rd March. You will be able to resolve any issues at home. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.
Lucky Dates: 16, 17, 18, 19.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમારા માથાનો બોજો વધી જશે ખોટા વિચારો વધી જશે. સુર્યને કારણે માથાનો દુખાવો થશે. જે પણ કામ કરશો તેમાં ઉપરીવર્ગ પરેશાન કરશે. રાતની ઉંઘ ઓછી થઈ જશે. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. ડોકટરની પાછળ ખર્ચ કરવો પડશે. સુર્યના તાપને ઓછો કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 15, 18, 20, 21 છે.
The Sun’s ongoing rule increases your mental tensions. Negative thoughts will be on the rise. You could experience headaches. You could face harassment from your seniors in your work. You will lose your night’s sleep. The health of the elderly could suddenly deteriorate. You will have to incur medical expenses. To pacify the sun, pray the 96th Name, ‘Ya Rayomand, 101 times.
Lucky Dates: 15, 18, 20, 21.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ વધી જશે. ખર્ચ કરવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. નવા કામ મેળવવામાં સફળ થશો. ઓપોઝીટ સેકસ સાથે સંબંધો સુધરી જશે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. ગામ પરગામ જવાનો પ્રોગ્રામ બનાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Venus’ ongoing rule increases your inclination towards entertainment. Despite your expenses, there will be no financial constraints. You will be successful in getting a new job. Your relation with the opposite gender will improve. Affection between couples will increase. You would be able to make travel plans. Pray to Behram Yazad daily.
Lucky Dates: 16, 17, 18, 19.
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024