મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા દરેક કામમાં સફળતા મળશે. બીજાના મદદગાર થશો. ભવિષ્યમાં ફાયદો થાય તેવા પ્લાન બનાવશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. સારા સમાચાર મળવાના ચાન્સ છે. રોજના કામ ખુશીથી કરશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 18, 19 છે.
The Moon’s rule till 25th June brings you success in all that you do. You will be helpful to others. You will make plans which will benefit you in the future. Financially you will do well. You will receive good news. You will happily complete your daily chores. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 13, 14, 18, 19.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી કામમાં માન સાથે સફળતા પણ મળશે. એકસ્ટ્રા કામ કરી વધુ ઈન્કમ મેળવી શકશો. મુસાફરી કરવાના ચાન્સ છે. જે પણ કામ કરશો તેને પૂરૂં અવશ્ય કરશો. ઘરના લોકોને આનંદમાં રાખવામાં સફળ થશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
The ongoing Moon’s rule brings you respect and success at the work-place. By putting in more effort, you will be able to earn extra income. Travel is on the cards. You will be able to complete all the projects that you undertake. You will be successful in keeping your family members happy. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 15, 16, 17, 18.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
આવતા ત્રણ દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ધણી ધણીયાણીના સંબંધોમાં સારા સારી રહેશે. 16મી જૂનથી શરૂ થતી સુર્યની દિનદશા મગજને કામ કરતુ બંધ કરી દેશે. સરકારી કામ કરતા નહીં. વડીલવર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિ સાથે મતભેદ થશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 18, 19 છે.
Venus rules you for the next three days. Relationship between couples will be good. The Sun’s rule starting from the 16th of June will cause mental disturbances. Avoid doing any government related work. The health of the elderly could come in question. You could end up arguing with a favourite person. Pray the 96th Name, ‘Ya Rayomand, 101 times daily.
Lucky Dates: 13, 14, 18, 19.
CANCER | કર્ક: ડ.હ.
15મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મનની બધી નેક મુરાદ પૂરી થશે. લગ્ન કરવા માંગતા હશો તો મનગમતો જીવનસાથી મળી જશે. તમારા મનની વાત બીજાને કહી શકશો. ગામ પરગામ જવાના ચાન્સ છે. કામમાં પ્રમોશન મલશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
With Venus ruling you till 15th July, all your heart-felt wishes will come true. Those looking to tie the knot could find the life-partner of their choice. You will be able to speak your mind to others. Travel is indicated. You could be up for a promotion at work. Pray to Behram Yazad daily.
Lucky Dates: 15, 16, 17, 18.
LEO | સિંહ: મ.ટ.
લાંબા સમય માટે શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. કામ કરવા માટે મદદગાર પણ મળી જશે. નાણાંકીય મુશ્કેલીમાંથી બહાર આવશો. તબિયતમાં સુધારો થતો જશે. ઓપોઝીટ સેક્સ સાથેના મતભેદો દૂર કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 13, 14, 16, 19 છે.
Venus’ long-standing rule helps you re-start your stalled work projects. You will get the support of people at work. You will be able to emerge out of a tough financial phase. Your health will continue to improve. You will be able to resolve issues with people of the opposite gender. Pray to Behram Yazad daily.
Lucky Dates: 13, 14, 16, 19.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે. સીધા કામમાં પણ મુશ્કેલી આવશે. કામ સમય પર પૂરાં નહીં કરી શકો. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ થશે. ઘરમાં નાની બાબતમાં મતભેદ પડશે. રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 15, 16, 18 છે.
Rahu’s rule till 5th July could pose difficulties for you, even in simple tasks. You might not be able to complete your work in time. Expenses could increase – you could end up having to cater to your expenses, ten times over. There could be arguments at home over small matters. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 13, 15, 16, 18.
LIBRA | તુલા: ર.ત.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી મિત્રો કે કુટુંબીજનોની મદદ કરી શકશો. નાણાકીય ફાયદો મળવાથી સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. શેરબજારમાં રોકાણ કરવાથી ફાયદામાં રહેશો. મનગમતી વ્યક્તિ ને મલી શકશો. ચાલુ કામમાં ધ્યાન આપજો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 19 છે.
Jupiter’s ongoing rule makes you extend a helping hand to family members and friends. You will be able to invest your financial earnings profitably. You will benefit from the share market. You could meet a person you hold dear. Try to stay focused on your ongoing work. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 14, 15, 16, 19.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
23મી જુલાઈ સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી ધર્મ અને ચેરીટના કામ કરવામાં આનંદ આવશે. બીજાના મદદગાર બની શકશો. તબિયત ખરાબ હશે તો તેનું નિદાન મલી જશે. ધનલાભ મલી શકશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13, 15, 17, 18 છે.
Jupiter’s rule till the 23rd July brings you a sense of contentment in doing works related to religion and charity. You will be able to help another. Those who have been unwell will find a cure for health issues. You will be on the receiving end of financial gains. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 13, 15, 17, 18.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ખૂબ પરેશાન થશો. એક મુશ્કેલીમાંથી બહાર આવશો ત્યાં બીજી ત્રણ મુશ્કેલી આવશે. માથાના દુ:ખાવાથી તથા સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. તમારી નાની ભુલ મોટી મુશ્કેલીમાં મુકશે. નાણાંકીય બાબતમાં ખૂબ મુશ્કેલી આવશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Saturn’s ongoing rule could prove to be quite troublesome to you. By the time you resolve one issue, you will find yourself in another three! Headaches and joint pains could bother you. A small mistake could land you in a big dilemma. Financially, this could be a challenging time. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 16, 17, 18, 19.
CAPRICORN | મકર: ખ.જ.
છેલ્લા છ દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હિસાબી કામો અને લેતીદેતીના કામો પહેલાં પૂરા કરી લેજો. જેની પાસે પૈસા લેવાના હોય તેની પાસે 19મી જૂન પહેલા પૈસા લઈ લેજો જેને પૈસા આપવાના હોય તેની પાસે એક મહિનાનો સમય માંગી લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 14, 15, 18 છે.
With the last six days left under Mercury’s rule, you are advised to focus on works related to accounts and transactions that include lending and borrowing money. Try to retrieve your money from your debtors before the 19th of June. In case you need to return money, ask your creditors for a month’s leeway. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 13, 14, 15, 18.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
બુધની દિનદશા ચાલુ હોવાથી રોજના કામ ખુબ સારી રીતે કરી શકશો. તમારી બુદ્ધિ વાપરીને વધુ ધન કમાવી શકશો. જે પણ કમાશો તેમાંથી ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તમારી વાત બીજા ને સમજાવી શકશો. નવા કામ મલશે. ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 16, 17, 19 છે.
Mercury’s ongoing rule helps you accomplish all your daily chores with great efficiency. You will be able to increase your income using your intelligence. Ensure to make investments from your earnings. You will be able to put across your thoughts to others. You could get new work projects. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 14, 16, 17, 19.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
23મી જૂન સુધી મંગળની દિનદશા ચાલશે. ઘરમાં નાની બાબતમાં મતભેદ પડશે. ભાઈ બહેન તમારી વાત સમજી નહીં શકે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. તમારી નાની ભૂલ મુસીબતમાં મુકશે. મગજનો બોજો ઓછો કરવા પાક પરવરદેગારની બંદગી અવશ્ય કરજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 13 14, 15, 18 છે.
Mars’ rule till 23rd June could lead to arguments at home over petty issues. Your siblings will not be in agreement with you. It might get difficult for you to control your temper. Even a small mistake could land you in big trouble. To reduce mental stress, pray to Ahura Mazda. Pray the Tir Yasht daily.
Lucky Dates: 13 14, 15, 18.
- ડીએઆઈની નોલેજિયેટ રૂબી એનિવર્સરી માટે ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું - 14 December2024
- જીજીના પિતા-પુત્રની જોડીએ રશિયામાં ભારતને ગૌરવ અપાવ્યું - 14 December2024
- ઝેડવાયએ દ્વારા બાવાઝ ડે આઉટનું આયોજન - 14 December2024