મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
જનરલ: આ વરસની શરૂઆત મધ્યમ રહેશે. નાની મુસાફરી કરી શકશો. સપ્ટેમ્બરથી 25મી નવેમ્બરની વચ્ચે ધનલાભ મેળવી શકશો. મગજ પરનો બોજો ઓછો કરવામાં આ વરસે સફળ નહીં થાવ. નવેમ્બર પછી નવા કામ મેળવી શકશો. વિદેશમાં જવાના ચાન્સ છે. શેરમાં ઈનવેસ્ટમેન્ટ જરૂર કરજો. સટ્ટો કરતા નુકસાનીમાં આવશો. ભાગીદારીમાં કામકાજ સંભાળીને કરજો. લગ્ન કરવા માટે વરસ સારૂં છે. પોતાન પસંદગીનો જીવનસાથી મળી જશે. આ વરસમાં મહેનત કરવાથી જ ધન મેળવી શકશો. જમીન-જાયદાદના કામકાજમાં ધ્યાન આપજો. 15મી જુલાઈ થી 6ઠ્ઠી ઓગસ્ટ સુધી સરકારી કામમાં મુશ્કેલી આવશે. આ સમયમાં તબિયત સંભાળજો.
સ્ત્રીઓ માટે: આ વરસમાં મેષ રાશિવાળી સ્ત્રીઓના લગ્ન થઈ ગયેલા હશે તો મતભેદ પડતા વાર નહીં લાગે. તમારી પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે તમને તેને હિંમત આપવી પડશે. બાળકો માટે સારા ટીચર સાબિત થશો. આ વરસમાં કમર દુ:ખાવાથી પરેશાન થશો. સ્ત્રી રોગોથી બચજો.
સ્ટુડન્ટસ માટે: વિદ્યાર્થીઓને આ વરસમાં સારૂં પરિણામ મળશે. મેનેજમેન્ટ, લો, કે આર્ટમાં જનારનું વરસ સારૂં રહેશે. વિજ્ઞાન કે ટેકનીકલ લાઈનમાં ભણતા સ્ટુડન્ટસો સારૂં પરિણામ લાવશે. ભણવા માટે વિદેશ જવાના ચાન્સ મળશે. આખા વરસમાં બને તો મેષ રાશિવાળાઓએ ‘તીર યશ્ત’ ભણવું.
શુકનવંતા માહ: 2, 3, 5, 7, 9, 11 છે.
Overall: Beginning of the year will be medium. A brief travel is on the cards. Monetary flow will be really good from September till 25th November. This year you will not succeed in releving stress and strain on mind. New work will start after November. Chances of going abroad are very bright. Make sure you make investments in share. Don’t indulge in speculation, this might lead to losses. If you are in partnership business, be very careful. Year is really good for getting married. You will get life partner of your choice. You will earn well if you work hard during this year. Pay attention to land or property releated work. Period from15th July to 6th August will be difficult for Government related work. Take care of your health during this time.
For Ladies: Married ladies be careful, diffrence of opinin with your life partners is very much possible. For getting married to person of your choice you might have to support and encourage him a lot. You will prove to be good teacher for your kids. This year backache will trouble you. Be aware about women specific diseases.
For Students: Students will get good results this year. For management, Arts and Law students year is very good. Students who are in Science or Technical stream will see good results. Chances of going abroad for studies are very high. Pray Tir Yasht during the year.
Lucky Months : 2, 3, 5, 7, 9, 11
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
જનરલ: આ વરસમાં વૃષભ રાશિવાળાએ મહેનત વધારે અને ફળ ઓછું મળશે. જે પણ કામ કરશો તેમાં મુશ્કેલીઓ આવશે. ધન મેળવી લેશો પણ મુશ્કેલીઓ આવતી રહેશે. જમીનના કામમાં ફાયદો મળશે. નવેમ્બરમાં ધર્મ કે ચેરીટીના કામ કરવાથી ફાયદામાં રહેશો. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. વાહન લેવાનું હશે તો સેક્ધડ હેન્ડ લેવાથી ફાયદામાં રહેશો. પ્રેમી કે પ્રેમીકા નાની બાબદમાં નારાજ થશે. લગ્ન કરવા માંગતા હશો તો નવેમ્બર બાદ કરી શકશો. ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. 14મી ડિસેમ્બરથી 5મી જાન્યુઆરી સુધી તબિયતની ખાસ સંભાળ લેજો. સમજ્યા વગરના કામ કરતા નહીં. મુસાફરી કરી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરવાથી ફાયદામાં રહેશો.
સ્ત્રીઓ માટે: વૃષભ રાશિવાળી સ્ત્રીઓને મનપસંદ જીવનસાથી મળવાના ચાન્સ છે. ઘરવાળાને લગ્ન કરવા મનાવી લેશો. મોટી ઉંમરની સ્ત્રીઓ તબિયતની સંભાળ રાખજો. વિટામીન્સની કમીથી પરેશાન થશો.
સ્ટુડન્ટસ માટે: ટેકનીકલ લાઈનવાળાઓએ વધુ મહેનત કરવી પડશે. કોમર્સ અને આર્ટસના સ્ટુડન્ટસોની સારા સારી રહેશે. એસએસસીના સ્ટુડન્ટસો પાસ થઈ જશે. મહેનત પ્રમાણે પર્સન્ટેજ મળશે.
આખા વરસમાં બને તો વૃષભ રાશિવાળાઓએ‘તીર યશ્ત’ ભણવું.
શુકનવંતા માહ: 1, 3, 5, 8, 9, 11 છે.
Overall: This year you will not get results according to your efforts. You will face difficulties in all your endeavours. Money flow is good but problems will make you toil hard. land and property releated work will give you good benefits. Doing religious or chartiable work will make you feel good in November. Chances of going abroad are very much on cards. If you are planning to buy vehical, go for second hand, it will be good for you. your lover will get upset with you for small little things. Money matters will be good this year. Take good care of your health between 14th December to 5th January. Don’t start any work or project without due diligence. Travel is on the cards. Making good investment will fetch you decent profits.
For Ladies: You will get life partner of your choice. You will be able to convience your parents for the same. Elederly ladies will have to take extra care of theire health and vitamin deficiency might trouble you.
For Students: Students who are in techical fields, will have to work hard. Commerce and Arts students will do good in theire study. SSC students will pass out with flying colors and will get grades as per the efforts put in. Pray Tir Yasht during the year.
Lucky Months : 1, 3, 5, 7, 9, 11
GEMINI | મિથુન: ક.છ.ઘ.
જનરલ: મિથુન રાશિવાળાનો સપ્ટેમ્બર મહીનાથી માથાનો બોજો ઓછો થતો જશે. કોઈની લોન લીધી હશે તો પાછી ચુકવવા ખૂબ ભાગદોડ કરવી પડશે. શનિની નાની પનોતીમાંથી પસાર થઈ રહ્યા છો. તબિયત સાથે મગજને શાંત રાખી કામ કરવાથી ફાયદામાં રહેશો. જમીનના કામથી ફાયદામાં રહેશો. નેગેટીવ વિચારથી દૂર રહેતા ફાયદામાં રહેશો. નવેમ્બરબાદ લગ્ન કરતા મુશ્કેલીમાં આવશો. બચત કરશો ત્યાં ખર્ચ કરવાનો સમય આવી જશે. ફેમિલી મેમ્બરની સેવા કરવી પડશે. વડીલવર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. નવા કામ શોધવા કરતા જૂના કામ પર ધ્યાન આપજો. નાણાકીય વ્યવહાર સારી રીતે કરી શકશો. સરકારી કામો સાવધાનીથી કરજો. શેરબજારમાં ઈનવેસ્ટમેન્ટ કરી શકશો.
સ્ત્રીઓ માટે: મિથુન રાશિવાળી સ્ત્રીઓએ આ વરસે ખૂબ એડજસ્ટમેન્ટ કરવું પડશે. નવેમ્બર બાદ લગ્ન કરવામાં મુશ્કેલી આવશે. તમે જો કોઈના પ્રેમમાં હશો તો નાની બાબદમાં મતભેદ પડશે. નોકરી કરનાર મુશ્કેલીમાં નહીં આવે. આ વરસમાં તબિયત મધ્યમ રહેશે. મધ્યમ વરસની ઉમરની સ્ત્રીઓને યુટ્રસના પ્રોબ્લેમ આવી શકે છે. મનગમતી વ્યક્તિને મનની વાત કહેવામાં મુશ્કેલી આવશે. સ્ટુડન્ટસ માટે:આ વરસમાં મહેનત પ્રમાણે રીઝલ્ટ મેળવશો. મેનેજમેન્ટવાળા સફળ થશે.ટેકનીકલ લાઈનવાળાને ખૂબ મહેનત કરવી પડશે. એસએસસીવાળાને સારા માર્કસ આવી શકે છે. આ વરસમાં ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતા માહ 1, 4, 5, 7, 8, 10, 12 છે.
Overall: You will feel releved from the month of September. You might have to work hard for repaying loan this year. You are going through Saturn’s phase. Keeping your mind calm and paying good attention to your health will prove benificial. Stay away from negetive thoughts and deeds. Proprty related matters will turn in your favour. If you are getting married after November, be prepared for the troubles. Savings and expenses will go hand in hand. You might have to take care of one of your family members. Chances of elderly person of the family getting ill are very high. instead of searching new work, concentrate on the work on your hand. you will handle money matters efficiently. Be careful in Government releated work. Invest in share market.
For Ladies: This year is full of adjustments for you. There will be many hurdles if you are planning to get married after November. If you are in love, be prepared for arguments and disagreements in petty matters. Working ladies will have smooth year. Health will be a worriying factor. Middle age ladies might have to face problems related to uterus. You will not be able to express your feelings to your most beloved person.
For Students: You will get results according to your efforts. Managements students will succeed and one who are in Technical field might have to work very hard. SSC Students will pass with good marks.
Pray Maher Niyaesh this year.
Lucky Mah: 1, 4, 5, 7, 8, 10, 12
CANCER | કર્ક: ડ.હ.
જનરલ: કર્ક રાશિવાળાઓને આ વરસમાં સરકારી કામ કરવામાં મુશ્કેલીઓ આવશે. ખર્ચનું પ્રમાણ વધવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. સપ્ટેમ્બર બાદ મિત્રો તરફથક્ષ ફાયદો મળતો રહેશે. લાઈફ પાર્ટનર સાથે નાની બાબતમાં મતભેદ થયા કરશે. કામમાં મહેનત કરવા છતાં પણ ફળ ઓછું મળશે. નોકરી ચેન્જ કરવાનું જોખમ લેતા નહીં. મિત્રો તરફ સાથ મલશે પણ કોઈ પર વિશ્ર્વાસ રાખતા નહીં. નાણાકીય લેતી-દેતીમાં મુશ્કેલી આવશે. લગ્ન કરવા માંગતા હશો તો આ વરસમાં ચાન્સ ઓછા છે. શારિરીક બાબતમાં ધ્યાન આપજો. બુધ્ધિબળ વાપરી કામ કરતા કામમાં સફળતા મળશે. ખોટી લાલચ કરતા નહીં. ભાગીદારીનું કામ મધ્યમ રહેશે. ઘરમાં ખર્ચ કરવો પડશે. બચત કરવામાં મુશ્કેલી આવશે. એપ્રિલથી માર્ચની વચ્ચે તબિયત સંભાળ રાખજો. ઘરનું સુખ સારૂં રહેશે.
સ્ત્રીઓ માટે: આ વરસમાં તમારા વિચારો પર કાબુ નહીં રાખી શકો. મુસાફરી કરવામાં મુશ્કેલી આવશે. પસંદગીની વ્યક્તિને મુશ્કેલીબાદ લગ્ન કરવાફમાં સફળ થશો. યુરિન પ્રોબ્લેમથી સંભાળજો. રાતની ઉંઘ નહીં આવે. કામકાજમાં મુશ્કેલી નહીં આવે. રૂટીન કામ સહેલાઈથી કરી શકશો.
સ્ટુડન્ટસ માટે: ટેકનીકલલાઈનવાળાને આ વરસમાં સફળતા મળશે. કોમર્સ અને મેનેજમેન્ટ જોઈતું રીઝલ્ટ મેળવી શકશો. એસએસસીના સ્ટુડન્ટસો મહેનત કરવાથી સારા માર્કસ લાવી શકશો. આ વરસમાં ‘આવાં યઝદ’ ભણજો.
શુકનવંતા માહ: 1, 3, 4, 5, 9, 10, 11 છે.
Overall: This year you will have to face difficulties in Government work. You will see rise in you expenses, but wil not feel financial crunch. You will get benefits from friends after September. Difference of opinion with life partner will occure here and there. After working hard, you will not get the expected results. Don’t take risk of changing job. Friends will supports you, but don’t trust anyone blindly. You will face difficulties in finacial transactions. If you are planning to get married, chances of getting your wish fulfilled are very less. Be careful about health and body. Working smartly will prove beneficial for you and success will be yours. Domestic expenses will rise and you will see problems in saving. Look after health between April and March. You might buy new house or renovate the current one.
For Ladies: You will not be able to control your thoughts this year. Troubles during the travel is inevitable. You will succeed in getting married to person of your choice after lot of struggle. Urin infection or related problems will trouble you. You might face sleep related problems, but it wiil not affecte your work and you will do you routine chores without any problem.
For Students: Students in Technical field will get good success and have desired results. SSC students will see good marks if they work hard. This year pray Ava Yazad.
Lucky Mah: 1, 3, 4, 5, 9, 10, 11
LEO | સિંહ: મ.ટ.
જનરલ: સિંહ રાશિવાળાઓનું આ વરસ મધ્યમ જશે. નવેમ્બર બાદ લગ્ન કરવાનું વિચારશો તો ડબલ માઈન્ડેડ થઈ જશો. મોટી માંદગી નહીં આવે પરંતુ શરદી, તાવ, ખાસી કે કોન્ટીપેશન જેવી બીમારીથી પરેશાન થશો. લોન કે ઉધાર લેતા આ વરસમાં પરેશાન થશો. પરંતુ થોડા સમય બાદ કરજો ઉતારી શકશો. નોકરી ધંધામાં મુશ્કેલી નહીં આવે. જમીન જાયદાદના કામમાં મહેનત કર્યા પછી સફળતા જરૂર મળશે. જ્યાં કામ કરતા હશો ત્યાં સપ્ટેમ્બર બાદ ચેલેન્જીંગ જોબ કરવાનો આવશે પરંતુ તેમાં સફળ થશો. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. પ્રેમીકાના મનની વાત સમજી શકશો.
સ્ત્રીઓ માટે: સિંહ રાશિવાળી સ્ત્રીઓ માટે વરસ સારૂં જશે. ડીસીઝન લેવામાં સફળ થશો. તેમજ 2021માં લગ્ન કરી શકશો. જે સ્ત્રીઓને બાળક આવવાનું હશે તેઓએ તબિયતની સંભાળ રાખવી. નોકરી કરતા હશો ત્યાં તમારી મહેનતની કદર થશે. સરકારી કામમાં સફળતા મળશે. સ્ટુડન્ટસ માટે: આ વરસની અંદર કોમર્સના સ્ટુડન્ટસ એમબીએનો અભ્યાસ કરી શકશે. ટેકનીકલવાળાઓનું વરસ મધ્યમ જશે. એસએસસીના સ્ટુડન્ટસો સારૂં રિઝલ્ટ મેળવી શકશે. આ વરસમાં ‘યા રયોમંદ’ 101વાર ભણજો સાથે નાની હપ્તન યશ્ત પણ ભણજો.
શુકનવંતા માહ: 1, 3, 4, 6, 7, 10, 11 છે.
Overall: This year will be average for you. If you are planning to get married after November, you will be in two minds. Health wise you will not see any big problems, but cough, fever, cold and constipation will trouble you.Taking loans or borrowing money from someone might make your life difficult. But you will be able to pay the debts and be free. Matters related to land or property will trouble you but after struggle you will see success. After September work front will become more challenging, but you will come out with flying colors. You might find the person of your choiece and will understand her very well.
For Ladies: Year will be really good. You will be accurate in your decisions and will get married in 2021. Pregnant ladies will have to pay extra attention to the health. Your hard work will be noticed and you will be duly rewarded. You will succeed in Government work too.
For Students: Commerce students will be able to go ahead for MBA. For Technical students year seems to be average. SSC students will get good result.
This year chant Ya Rayomand 101 times and Pray Nani Haptan Yasht.
Lucky Mah: 1, 3, 4, 6, 7, 10, 11
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
જનરલ: ક્ધયા રાશિવાળાઓને આ વરસે તમારી મહેનતનું ફળ અવશ્ય મળશે. પ્લાનીંગ કરેલા કામમાં સફળ થશો. ભાઈ-બહેનમાં મતભેદ પડતા રહેશે. ઘર બદલી કરવાનો વિચાર કરતા હશો તો કરી શકશો. વડીલોની તબિયતની ચિંતા રહેશે. આ વરસમાં અપોઝીટ સેકસનો સાથ સહકાર મળવાથી કામ સહેલાઈથી કરી શકશો. લગ્ન કરવા માગતા હશો તો થોડી મુશ્કેલી પછી લગ્ન કરી શકશો. આ વરસમાં મેનેજમેન્ટના કામો કરી શકશો. હીસાબી કામમાં સફળતા મળશે. કોઈના સાચા સાહકાર બની શકશો. બાળકોની ચિંતા રહેશે. આ વરસમાં મોટી બીમારી નહીં આવે પરંતુ એસીડીટીથી પરેશાન રહેશો.
સ્ત્રીઓ માટે: ક્ધયા રાશિની સ્ત્રીઓ માટે શરૂઆતના બે મહિના મુશ્કેલી ભર્યા રહેશે. ધણી સાથે મતભેદ ઉભા થવાના ચાન્સ છે. મનને શાંત રાખશો તો દુનિયા જીતી લેશો. કુંવારી સ્ત્રીઓ લગ્ન માટે ક્ધફયુઝ વધારે રહેશે. પ્રેમી-પ્રેમીકા અગત્યના નિર્ણયો 2021 ઓગસ્ટમાં લેજો. નવા કામ કરી શકશો. ખોટી અફવાઓ તમારા મગજને તાણ આપશે. વરસના અંતમાં બચત કરી શકશો.
સ્ટુડન્ટસ માટે: આ વરસમાં મહેનત કર્યા પછી પણ ધારેલું રીઝલ્ટ નહીં મળે. તબીબી, આયટીના સ્ટુડન્ટસોને સખત મહેનત કરવી પડશે. કોમર્સ આર્ટસના લોકો માટે વરસ સારૂં જશે. એસએસસીના સ્ટુડન્ટસો મહેનત કર્યા પછી પણ ઓછા ટકા આવશે. આ વરસમાં ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતા માહ: 1, 3, 4, 5, 7, 10, 12 છે.
Overall: You will definetly get fruits of your hard work. Your planning will prove to be most effective and success will be yours. Difference of opinion amongst siblings will occure frequently. If you planning to change house, you will be able to do so. Health of elderly family member will be cause of concern. You will get good support from opposite sex during this year and it will make your work easier. If you are planning to get married things will fall in place after some difficulty. Your management skills will come handy this year. You will be sucessful in accounts and auditing and will be a good and true counseller for others. Health wise you will not face any issues but acidity might trouble you.
For Ladies: First two months of the year will be very difficult for you. Chances of arguments and disaggeements with husband are very high. With calm mind you will be able to conquer the world. Unmarried ladies will be very confused this year. Take love releated important decisions after August 2021. You will be able to start new work. Rumours regarding you will increase you stress levels. You will be able to save money towards year end.
For Students: After working hard you might not get desired results. Medical and IT students will have to work hard. For Commerce and Arts student year will be really good. SSC students might not see the results in accordence with the efforts. This year pray Meher Niyaesh.
Lucky Mah: 1, 3, 4, 5, 7, 10, 12
LIBRA | તુલા: ર.ત.
જનરલ: તુલા રાશિવાળા આ વરસમાં નાની પનોતીમાંથી પસાર થઈ રહ્યા છો પરંતુ શનિની પનોતી તમને ખરાબ રીઝલ્ટ નહીં આપે. તેમછતાં વડીલવર્ગની ચિંતા રહેશે. સપ્ટેમ્બર પછી વાહન લેવાની ભૂલ કરતા નહીં. લગ્ન કરવા માગતા હશો તો પુરૂષોને થોડી મુશ્કેલી આવશે. જ્યાં કામ કરતા હશો ત્યાં નાણાકીય ફાયદા સાથે ઈન્ક્રીમેન્ટ મળવાના પણ ચાન્સ છે. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ભાઈબહેનના સંબંધ મધ્યમ રહેશે. 14મી જાન્યુઆરીથી 14મી ફેબ્રુઆરી સુધી સરકારી કામ કરતા નહીં. તમારા ધારેલા કામ સમય પર પૂરા નહીં કરી શકો પરંતુ સમયજતા સફળતા મળશે. લગ્ન થયેલા હશે તો ધણી-ધણીયાણી એકબીજાનો સાથ મેળવી શકશે. નવા કામ કરવા માટે મહેનત કરવી પડશે. ધીરજના ફળ મીઠા હોય છે તે આ વરસમાં જાણવા મળશે.
સ્ત્રીઓ માટે: આ વરસ સ્ત્રીઓ માટે સારૂં જશે. સપ્ટેમ્બર મહીના સુધી મગજનો કાબુ ગુમાવતા વાર નહીં લાગે. સપ્ટેમ્બર 15 પછી તમારા સ્વભાવમાં ઘણા ચેન્જીસ આવશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળે તેવું વિચારશો. લગ્ન કરવા માગતા હશો તો થઈ જશે. તા અને માથાના દુખાવાથી આ વરસે પરેશાન થશો. સ્ટુડન્ટસ માટે: આ વરસે કોમર્સ અને મેનેજમેન્ટવાળા સારૂં રીઝલ્ટ મેળવશે. ટેકનીકલ લાઈનવાળાઓએ સફળતા માટે વધારે મહેનત કરવી પડશે. એસએસસીવાળા ઓછી મહેનત કરી સારૂં રીઝલ્ટ મેળવી શકશો. આ વરસમાં ‘બહેરામ યઝદ’ સાથે ‘નાની હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતા માહ: 2, 5, 6, 8, 9, 10, 11 છે.
Overall: You are passing through Saturn’s Phase, but this phase is small and it will not give you bad results. You might have to worry about eldrely member of the family. Don’t buy vehical after September. Males who are planning to get married might face some difficulties. On work front chances of getting increment with pay raise are very bright . Chances of travel abroad cant be ruled out. You will buy something new for your house. Relations with siblings will be stressful. Don’t take any Government related work between 14th January and 14th February. Your desired work will not get completed on time, but don’t worry, things will ease out and everything will fall in place in due course. Married people will get very good support from theire life partner. You might have to work hard to get new work. One must have patience to reap good results, you will undertand this, during the year.
For Ladies: This year is good for females. Tille September you might find it difficult to control your temper and mind. But after 15th September you will see changes in your nature. Your positive attitude will work in your favour. If you are planning to get married, things will fall in place. Headache will trouble you this year.
For Students: This year Commerce and Management students will get good results. Students in Technical field will have to work hard for success. SSC students will get good outcome with minimum efforts.
This year pray Behram Yazad with Nani Haptan Yazad.
Luck Mah: 2, 5, 6, 8, 9, 10, 11
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
જનરલ: વૃશ્ર્ચિક રાશિવાળાઓ માટે આ વરસ યાદગાર બની રહેશે. તમારા ધારેલા કામ કરવામાં સફળ થશો. સપ્ટેમબર બાદ ભાગીદારીના કામમાં ફાયદો થશે. તમારા પ્રેમમાં સફળ થશો. લગ્ન કરેલ કપલ એકબીજાને સમજાવી સારા રીલેશન બનાવવામાં સફળ થશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરવાળાને સાથ આપશો. નાની મુસાફરી કરી શકશો. હીસાબી કામમાં જેટલું ધ્યાન આપશો તેટલા ફાયદામાં રહેશો. નાણાકીય બાબતમાં ફાયદા મળતા રહેશે. બાળકોને પ્રેમ જરૂર કરજો પણ તેમની ખોટી ડિમાન્ડ પૂરી નહીં કરતા. આ વરસમાં જમીન કે ઘરમાં ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. મ્યુચઅલ ફંડ કે શેરમાં લોન્ગ ટર્મમાં ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. આ વરસમાં તમારા કરેલા કામની કદર થશે. ઘરમાં મતભેદ ઓછા થતા જશે. ગામ પરગામ જઈ શકશો.
સ્ત્રીઓ માટે: તમારી ધારેલી વ્યક્તિ સાથે લગ્ન કરી શકશો. મોજશોખ ખૂબ વધી જશે. લગ્ન કરેલ હશે તો ધણી સાથેના સંબંધ ખૂબ સારા રહેશે. તમારો ધણીને સાથ મળતા તેમને ફાયદો થશે. તબિયત સારી રહેશે લાંબી માંદગી નહીં આવે પરંતુ ઉંઘ ઓછી થશે.
સ્ટુડન્ટસ માટે: તમે તમારી પસંદ કરેલી લાઈનમાં જઈ શકશો. સાયન્સ અને ટેકનીકલ લાઈનવાળાને જોઈતી સફળતા મળશે. બાકી મેનેજમેન્ટ, કોમર્સ, લો અને એસએસસીના વિદ્યાર્થીઓ જોઈતા પર્સન્ટેજ મેળવી શકશો.
આખા વરસમાં ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતા માહ: 1, 4, 5, 7, 8, 10, 11 છે.
Overall: The year will be memorable one for you. All your desired work will see fuifillment. you will see profit in partnership work after September. Love life seems to be sucessful and married couples will experience bliss with each other and relation will improve many folds. You will succed in Government releated work. Family support will be good. Travel is on the cards. Paying attention to accounting work will be in your favour. Love your kids but don’t fall prey to theire wrong demands. You will make sucessful investment in home or land. You will be able to invest in Mutual Funds or shares for long term. Your work will get noticed and rewarded. On home front too, thing will be smooth and you might get chance to travel abroad.
For Ladies: You will be so\ucessful in marrying the person of your choice. Enjoyment and merry making will increase. Married ladies will enjoy joyful relation with husband. Due to this increased intimacy your husband will benefit most. Health wise year will be really good, no ailment will trouble you but sleep will decrease.
For Students: You will be able to go in the field of your choice. Students in science and Technical field will get due success. Management, Commerce, Law and SSC students will get desired percentage.
Pray Tir Yasht.
Lucky Mah: 1, 4, 5, 7, 8, 10, 11
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
જનરલ: ધનરાશિવાળાને આ વખતે મહેનત વગરનું કંઈ નથી મળવાનું. આ વરસે ધન તો કમાઈ લેશો પરંતુ સસરાપક્ષ તરફથી કોઈનો સાથ નહીં મળે. જે કામ મનથી ધારી લેશો તેમાં અવશ્ય સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ગુરૂ અને શનિની સારી નજર હોવાથી નાણાકીય મુશ્કેલી નહીં આવે. ધણી-ધણીયાણીમાં મોટી મુશ્કેલીઓ નહીં આવે. કોઈપણ કામ ભાગીદારીમાં કરતા નહીં. અને કોઈ પર વિશ્ર્વાસ પણ કરતા નહીં. તબિયતની ખાસ કાળજી લેજો નહીં તો માટી મુસિબતમાં ફસાઈ જશો. 15મી ડિસેમ્બરથી 5મી જાન્યુઆરી સુધી ખોટા વિચારોથી પરેશાન થશો. હાઈપ્રેશરથી પરેશાન થશો. વડીલવર્ગની તબિયતની સંભાળ લેજો.
સ્ત્રીઓ માટે: સ્ત્રીઓ માટે સપ્ટેમ્બર પછી સારા દિવસો આવશે. કામમાં પ્રમોશન મળશે. લગ્ન કરવા માગતા હશો તો થઈ જશે. પ્રેમમાં સફળતા મળશે. તબિયતમાં બેક પેઈન અથવા સાંધાના દુખાવાથી પરેશાન થશો.
સ્ટુડન્ટસ માટે: હાઈર એજ્યુકેશન મેનેજમેન્ટ લેવામાં મુશ્કેલી નહીં આવે. સાયયન્સ અને ટેકનીકલ લાઈનવાળા સારૂં કરશે. એસએસસીના સ્ટુડન્ટ થોડક્ષ મહેનત કરવાથી સારા માર્કસ લાવી શકે છે.
આ વરસમાં ‘સરોશ યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતા માહ: 1, 2, 4, 6, 9, 10, 11 છે.
Overall: You will not get anything without hard work. You will earn good money this year but will not get support from your in-laws. Do everything with full determination and success will be yours. Money matters will see upward trend gradually. Due to position of Jupiter and Saturn money flow will be good. Husband-wife relation will be smooth..Dont indulge in partnership for any work and do not trust anybody blindly. Do take good care of health or else you might be in deep trouble. During 15th September to 5th January ill thoughts will make your life difficult. High blood prssure will trouble you. Take good care of elderly at home.
For Ladies: After september it will be a smooth sailing. promotion in job is on the cards. Marriage will happen and you will enjoy good love life. health wise back pain or joint pain will trouble you.
For Students: Students who are aiming for Higher Eduction in Management will face no hurdle. Science and techincal stream students will perform wele. SSC students will get better results with good efforts.
This year pray Sarosh Yasht to gain peace.
Lucky Mah: 1, 2, 4, 6, 9, 10, 11
CAPRICORN | મકર: ખ.જ.
જનરલ: મકર રાશિવાળા શનિની સાડાસાતી પનોતીમાંથી જઈ રહ્યા છે છતાં આ વરસ તેમને માટે ખૂબ સારૂં જશે. સપ્ટેમ્બર મહિના સુધી તમને તમારા રોજના કામ કરવામાં કંટાળો આવશે. નાણાકીય બાબતમાં તમારા નસીબ પ્રમાણે ધન વાપરી શકશો. થોડા સમય માટે ભાઈ-બહેન સાથે મતભેદ પડતા રહેશે. આ વરસમાં ગામ-પરગામથી ધન કમાઈ શકશો. બાળકોની ફીકરથી પરેશાન થશો પણ તેઓને મુશ્કેલી નહીં આવે. તમારા કામના બીજા વખાણ કરશે. આ વરસમાં દેશ વિદેશ જઈ શકશો. ખર્ચનું પ્રમાણ વધવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. આ વરસમાં ધર્મ કે ચેરીટીના કામ કરી બીજાની દુવાઓ મેળવી શકશો. મિત્રોથી ફાયદો મેળવશો. જમીન શેર ઈનવેસ્ટમેન્ટથી ધન મેલવી શકશો. તબિયતની કાળજી લેજો.
સ્ત્રીઓ માટે: આ વરસ સારૂં જશે. તમારા ધારેલા કામો કરી શકશો. લગ્ન તકરનાર માટે આ વરસિં સારૂં છે. તબિયત માટે લેડિઝ પ્રોબ્લેમથી પરેશાન થશો. યુટરસની તકલીફ થઈ શકે છે. તમારા મનના વાત જેને કહેવી હોય તેને કહી દેજો.
સ્ટુડન્ટસ માટે: ટેકનીકલલાઈન વાળાઓએ જોઈતા માર્કસ માટે ડબલ મહેનત કરવી પડશે. કોમર્સ અને આર્ટસના લોકોએ પણ ખૂબ મહેનત કરવી પડશે. ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાથી સુખી થશો.
શુકનવંતા માહ: 1, 2, 4, 5, 7, 8, 11, 12
Overall: People with this star sign are going through good phase of Shani Sadesati and due to this, the year will be very good for them. Till september routine work will be like a cake walk for you. Money matter seems good and if luck supports you will spend more and still be very happy. For short duration you will have diffrence of opinion with your siblings. You will earn money from abroad this year. Increase in expenses will not hurt your financial position. You will get blessing by doing religious and charitable work. Friends will be helpful and you will gain a lot from them. Investment in land and shares will prove benificial for you. Take care of your health.
For Ladies: This year is extremely good. Your desired work will bear fruits. For married ladies too, this year is really good. Health wise women related problems will trouble you, uterus releated issues may occure. You will be able to share your secrets with others.
For Students: Students in Technical stream might have to work hard to get desired results. Commerce and Arts students too have to work hard.
Pray Moti Haptan Yazad for bliss.
Luck Mah: 1, 2, 4, 5, 7, 8, 11, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
જનરલ: આ વરસ કુંભ રાશિઓવાળા માટે મધ્યમ રહેશે. જયાં ખર્ચ ઓછો કરવાનો વિચાર કરશો ત્યાં ખર્ચ ડબલ થશે. મનને મજબૂત રાખી કામ કરવામાં સફળ થશો. ફેમીલી લાઈફ સારી જશે પરંતુ ધણી ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. જે પણ ડીસીઝન લેશો તેમાં ફેરફાર નહીં કરો. ઓપોઝીટ સેકસની તબિયત ચિંતા આખું વરસ રહેશે. બેદરકાર નહીં રહેતા નહીં તો પછતાવાનો વખત આવશે. નાણાકીય બાબતમાં પૈસા મેળવવામાં મુશ્કેલી નહીં આવે. જૂના રોકાણમાંથી ફાયદો મળશે. નવું ઘર કે જ્યાં રહેતા હશો ત્યાં રીનોવેશનનો ખર્ચ આવશે. આંખમાં બળતરા કે કેટરેક જેવી બીમારીથી પરેશાન થશો. નોકરી કરનારને પ્રમોશન મળશે. ફેમીલી મેમ્બરના મદદગાર થશો. બીજાને મદદ કરવામાં આગળ રહેશો. નવા મિત્રો મળશે. લગ્ન કરવાની બાબતમાં થોડા ક્ધફયુઝ રહેશો. પ્રેમી કે પ્રેમીકા પર વિશ્ર્વાસ રાખશો નહીં.
સ્ત્રીઓ માટે: સ્ત્રીઓ માટે આ વરસ સારૂં જશે. લગ્ન કરેલ સ્ત્રીઓએ તબિયતની કાળજી લેવી. તમારી આવક બરાબર આવશે. પણ ખર્ચનું પ્રમાણ ઓછું નહીં થાય. કામકાજમાં મુશ્કેલી નહીં આવે. બાળકોનો સાથ મળશે.
સ્ટુડન્ટસ માટે: આ વરસમાં સહેલાઈથી પાસ નહીં થઈ શકો. ભરપુર મહેનત કરવી પડશે. મેનેજમેન્ટના સ્ટુડન્ટસો ફાયદામાં રહેશે. એસએસસીના સ્ટુડન્ટસોને ધારેલા માર્કસ નહીં મળે પરંતુ પસંદગીની લાઈનમાં જઈ શકશો.
આ વરસે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતા માહ 2, 3, 5, 6, 7, 8, 10, 11 છે.
Overall: This year will be average. Expenses will not be in your control and things might go out of your hands as far as expenses are concerned. Be strong mentally to get things done. Family life will be good but diffrence of opinion with life partners cant be ruled out. You will be stubborn and will not step back from the decision taken. You will be worried for the opposite sex person. Do everything carefully or else you might have to pay for your haste. Money wise the year seems to be good. you will gain from old investment. Buying new home or renovating current one is on the cards. Eye related ailments like inflammation or Catract will occure. Job promotion is certain this year. You will be saviour of your family. New friends will enter your life. You will face trust issues in love matter and confusion will cloud around your marriage plans.
For Ladies: The year looks really good for ladies. Married ladies should take care of the health. Your income will be good, but expenses too will increase. Work front looks good and your kids will support you.
For Students: The year looks demanding for students and they will have to work extra hard. Management students will see good progress. SSC students will not get desired results, but they will get enough marks to opt for stream of theire choice.
Pray Mahbokhtar Niyaesh this year.
Lucky Mah: 2, 3, 5, 6, 7, 8, 10, 11
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
જનરલ: મીન રાશિવાળાઓ માટે આ વરસ યાદગાર બની રહેશે. મિત્રો તરફથી ફાયદો મળતો રહેશે. સપ્ટેમ્બર 15મી સુધી તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખજો ત્યારબાદ તમારા બધા દુ:ખો દૂર કરવાનો રસ્તો મળી જશે. તમારા કામમાં ધન મેળવી શકશો. જમીનના કામથી ફાયદો મેળવી શકશો. ઉપરી વર્ગ તરફથી ફાયદાની વાત જાણવા મળશે. સારી કમાણી થતા આ વરસમાં ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ઘરમાં સારા પ્રસંગો આવશે. બાળકોના લગ્ન કરી શકશો. 14મી ઓકટોબરથી 6ઠ્ઠી નવેમ્બર સુધી સંભાળ રાખજો. વડીલવર્ગની તબિયત સંભાળજો. બાકી વરસ સારૂં જશે. પ્રમોશન મળવાથી ખુશ થશો.
સ્ત્રીઓ માટે: મીન રાશિવાળી સ્ત્રીઓનું વરસ સારૂં જશે. તમારા લગ્ન થઈ ગયા હશે તો તમારા ધણીને તમારા ગ્રહથી ફાયદો મળશે. ઘરમાં મનગમતી વસ્તુ વસાવી શકશો. તબિયતમાં મુશ્કેલી નહીં આવે પણ માથાના દુખાવસાથી પરેશાન થશો. નોકરીમાં પ્રમોશન તથા નાણાકીય ફાયદો મળશે. દેશ વિદેશ જવાના ચાન્સ છે.
સ્ટુડન્ટસ માટે: ટેકનીકલ લાઈનવાળાને આ વરસે મહેનત કરવી પડશે. કોમર્સ આર્ટસના સ્ટુડન્સો માટે આ વરસ મધ્યમ જશે. એસએસસીના સ્ટુડન્ટસો મહેનત પ્રમાણે માર્કસ મેળવી શકશે.
આ વરસે ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતા માહ 1, 2, 4, 6, 7, 8, 11, 12 છે.
Overall: This year will be memorable one. You will gain from friends. Control you anger till 15th September, after that you will find a way to bliss and happiness. Money will be good and work life too seems bright. Land dealings will be fruitful for you. Your seniors at work might have some good news for you. With good earnings you will be able to save and invest well. There will be happiness and celebration time at home with some auspicious occassions.Marriage of your children is on the cards.
For Ladies: This year will be good for you. If you are married your planet position will work in favour of your husband. You will be able to buy things of your choice for your home. Health wise year is good, but headache will trouble you. Promotion in job and salary hike are strong possibilities and you might get chance to go abroad.
For Students: Students in technical field will have to work hard. Year will be average for students of Commerce and Arts. SSC students will come out with flying colors.
This year pray Sarosh Yasht.
Lucky Mah: 1, 2, 4, 6, 7, 8, 11, 12
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025