Your Moonsign Janam Rashi This Week –
29th August – 04th September, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે તમારા અટકેલા કામ ફરીથી શરૂ કરી શકશો. જે પણ કમાશો તેમાંથી ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. તમારા કરેલા કામનો બદલો મળી જશે. મિત્રો તરફથી માન સન્માન સાથે સાચી સલાહ પણ મળી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 01, 02, 03, 04 છે.

With Mercury’s rule extending till 20th September you will be able to restart any stalled projects. You will be able to make investments from your earnings. You could get a promotion at your place of work. You will receive the fruits of your labour. Friends will show you great respect and admiration as well as sincere advice. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 01, 02, 03, 04.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમારા રાશિના માલિક શુક્રના પરમ મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલુ હોવાથી 21મી ઓકટોબર સુધી તમને તમારા કરેલા કામમાં શાંતિ મળશે. કરકસર કરી ધન બચાવવાનું શીખી જશો. ગામ-પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. કામકાજને વધારવા માંગતા હશો તો સફળતા મળશે. તમારા ઘરવાળાનો સાથ મેળવવામાં સફળતા મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુુકનવંતી તા. 29, 30, 31, 03 છે.

Jupiter’s ongoing rule till 21st October brings you peace in your professional life. You will learn how to save money with a little effort. Good news from abroad is indicated. Plans of business expansion will be successful. Family members will be supportive. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 29, 30, 31, 03.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

24મી સપ્ટેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તમારો સ્વભાવ ખૂબ ચીડીયો બની જશે. નાની વાતમાં ગરમ થઈ જશો. તમારી અંગત વ્યક્તિ નાની બાબતમાં તમને ઈરીટેટ કરશે. તમારા ઘરવાળા તમને સમજી નહીં શકે. તબિયતનું ધ્યાન રાખજો. માથાના દુખાવા તથા તાવથી પરેશાન થશો. ડોકટરનો ખર્ચ વધી જશે. મંગળને શાંત કરવા દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 01, 02, 04 છે.

Mar’s rule till 24th September makes you irritable and short tempered about petty matters. Those closest to you will seem to annoy you over a small matter. Family members will not seem to understand you. Take care of your health – you could have to endure headaches or a fever. Medical expenses could increase. To placate Mangal, pray the Tir Yasht along with the 34th Name ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 30, 01, 02, 04.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તેથી વધુ પડતા ઈમોશનલ બની જશો. તમારા મનની વાત બીજાને સમજાવી શકશો. નાણાકીય બાબતમાં ફાયદો થશે. મનને બજબૂત કરી જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. ફેમીલી મેમ્બરનો સાથ મળતો રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 29, 31, 02, 03 છે.

The Moon’s rule till 26th September making you a little extra emotional. You will be able to express your thoughts to others. Financial gains indicated. You will taste success in all you do if you strengthen your mind and focus on it. Family members will be supportive. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 29, 31, 02, 03.


LEO | સિંહ: મ.ટ.

05Leo

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી માથાનો બોજો ઓછો થવાની જગ્યાએ વધી જશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. તમારી અગત્યની ચીજ વસ્તુ ગુમાઈ જવાના ચાન્સ છે. ઘરમાં વડીલવર્ગની તબિયત સંભાળજો. તમે પણ પ્રેશર અથવા આંખની બળતરાથી પરેશાન થશો. નકામા કામ પાછળ સમય ખરાબ થશે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 30, 01, 02, 04 છે.

The Sun’s rule till 6th September could end up increasing your mental pressures. Government related works will not go through. You could end up misplacing important items. The health of the elderly at home needs to be paid attention to. You could suffer from blood pressure or eye-burns. You could end up wasting time behind unnecessary chores. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 30, 01, 02, 04.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારી નેક મુરાદ પુરી થઈને રહેશે. મુશ્કેલી ભર્યા કામ સહેલાઈથી કરી શકશો. અપોજીટ સેકસનો સાથ સહકાર મળી જશે. મુશ્કેલીમાં તમારા મિત્રોની મદદ મળી જશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. નાના ફાયદા થવાથી તમે આનંદમાં રહેશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 29, 31, 02, 03 છે.

Venus’ rule till 16th September brings to fruition your sincere wishes. You will be able to execute even challenging tasks smoothly. You will receive support from the opposite gender. Friends will prove helpful in a crisis. Financially things will get better. Monetary profits will bring you contentment. You could get a visit from a person you desire. Pray to Behram Yazad daily.

Lucky Dates: 29, 31, 02, 03.

 

LIBRA | તુલા: ર.ત.

07Libra

તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે લીધેલા ડીસીઝન ચેન્જ કરવાની ભુલ કરતા નહીં. તમારા સલાહકારે આપેલી સલાહ પ્રમાણે ચાલવાથી ફાયદામાં રહેશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. તમારા કામની અંદર જશની સાથે ધનલાભ મળવાના ચાન્સ છે. ઓપોઝીટ સેકસનો સાથ સહકાર મળી રહેશે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 30, 31, 01, 04 છે.

Venus’ ongoing rule advises you against changing any decisions you have already made. You will gain from following the advice given by your mentor/guide. Financial situation will continue to get better. Your work will bring you fame and profits. You will receive support from the opposite gender. Affection between couples will bloom. Pray to Behram Yazad daily.

Lucky Dates: 30, 31, 01, 04.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તબિયતની ખાસ સંભાળ લેજો. તમારી નાની બેદરકારી મોટી મુસીબતમાં મુકશે. ઉતરતી રાહુની દિનદશા તમારા કામમાં તમને સફળ નહીં થવા દે. નાની બાબતમાં પરેશાન થતા રહેશો. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા વાર નહીં લાગે. તમારા વિચારો નહીં મળે. ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 02, 03 છે.

Rahu’s rule till 6th September calls for you to take special care of your health. Your small carelessness could land you in big trouble. The descending rule of Rahu does not allow you to be successful at work. You could keep encountering challenges even in small matters. Squabbles amongst couples could take place due to mismatch in thoughts. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 29, 30, 02, 03.

SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારા રોજના કામ બરાબર નહીં કરી શકો. સીધા કામમાં પણ મુશ્કેલી આવશે. નાણાકીય મુશ્કેલી આવવાથી કોઈ પાસે ઉધાર નાણા લેવાનો વારો આવશે. ગામ પરગામ જવાનો પ્લાન બનાવતા નહીં. ઘરવાળા તમને સમજી નહીં શકે. તમારા મનની વાત કોઈને કરતા નહીં. રાહુને શાંત કરવા માગતા હો તો દરરોજ ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.

શુકનવંતી તા. 30, 31, 01, 04 છે.

Rahu’s rule up to the 6th of October will pose challenges in your daily chores. You will face difficulties in the straight-and-easy tasks. Financial difficulties might push you towards borrowing money from others. Avoid making any travel plans. Your family members will not ne able to understand you. Avoid sharing your thoughts with others. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 30, 31, 01, 04.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથેથી ધર્મ અને ચેરીટીના કામો થશે. બીજાના મદદગાર બની શકશો. તમારાથી નારાજ થયેલી વ્યક્તિ પોતાની ભુલ સમજાઈ જશે. નાણાકીય મુશ્કેલી દૂર થતી જશે. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. ફસાયેલા નાણા પાછા મળવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 31, 02, 03 છે.

Jupiter’s rule till 24th September will incline you into doing works of religion and charity. You will be helpful to others. Those annoyed with you will understand their own faults. Financial difficulties will get resolved. You will receive anonymous help financially. You will be able to cater to the wishes of the family. You will be able to retrieve money from your debtors. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 29, 31, 02, 03.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

હવે તો તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા બધાજ કામમાં જશ મળવા લાગશે. તમારા દુશ્મન તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. 25મી ઓકટોબર સુધી નાણાકીય સ્થિતિ ખુબ સુધરતી જશે. જૂના ઈનવેસ્ટ કરેલા ધનમાંથી ફાયદો મેળવી શકશો. નવા કામ મળશે. ફેમિલીમાં આનંદ રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 30, 31, 01, 04 છે.

With the blessings of Jupiter, you will receive fame and appreciation in all your works. You detractors will not be able to affect you. Financially things will improve greatly till the 25th of October. Old investments will prove greatly beneficial. You will get new projects. Your family will be content. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 30, 31, 01, 04.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

26મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તમારા બનતા કામો સમય પર પૂરા નહીં કરી શકો. નાણાકીય બાબતમાં જ્યારે પૈસાની જરૂરત હશે તે સમયે તમારા હાથમાં પૈસા નહીં હોય. લેતી-દેતીના કામ કરવામાં તમે નુકસાનીમાં જશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી નહીં શકો. શનિને કારણે મિત્રો સાથે મતભેદ થશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 02, 03 છે.

Saturn’s rule till 26th September will pose challenges in letting you complete your work in time. Financially, you might not have cash at hand when needed. Transactions of lending-borrowing could lead to losses. You might not be able to make purchases for the house. Misunderstanding with friends is indicated. Pray the Moti Haptan Yasht.

Lucky Dates: 29, 30, 02 03.

Leave a Reply

*