ડુંગરવાડીની નવીનીકરણ કરેલ તારાચંદ બંગલીનું ઉદઘાટન થયું : પરોપકારી ડોનર સુનુ બુહારીવાલાનો આભાર

31મી જાન્યુઆરી, 2021ને દિને દક્ષિણ મુંબઈના પવિત્ર ડુંગરવાડી ખાતે નવીનીકરણ કરાયેલી, સદીઓ જૂની ધનબાઈ એમ. તારાચંદ બંગલી (નીચેની બંગલી નંબર 3 અને 4) નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદાર દાતા, સુનુ બુહારીવાલા દ્વારા શક્ય બન્યું હતું, જેમણે બંગલીને ખૂબ જ જરૂરી સુધારણા માટેે દાન આપ્યું, આમ આપણા સમુદાયના મૃતદેહના અંતિમ સંસ્કાર સન્માન સાથે કરવામાં આવે અને તેમના દુ:ખી પરિવારના સભ્યો વાતચીત કરી થોડો શારીરિક આરામ કરી શકે.
ઉદઘાટન સવારે બી.પી.પી. ટ્રસ્ટીઓ – અધ્યક્ષ આરમઈતી તીરંદાઝ, કેરસી રાંદેરિયા, વિરાફ મહેતા અને ઝર્કસીસ દસ્તુરની હાજરીમાં થયું હતું.
જશનની પવિત્ર ક્રિયા એરવદ દારાયસ બજાં અને તેમના દીકરા એરવદ યઝદ બજાં દ્વારા કરવામાં આવી હતી. બી.પી.પી. ના સીઈઓ, શહેનાઝ ખંબાતા દ્વારા તમામ આમંત્રિતોને હાર્દિક આવકાર આપવામાં આવ્યો હતો. વાપીઝના સીઈઓ બીપીપી ટ્રસ્ટી ઉમેદવાર – અનાહિતા દેસાઈએ દાતા સુનુ બુહારીવાલાને ત્યાં હાજર લોકોને પરિચયમાં રજૂ કરતાં કહ્યું કે તે પારસી તમારૂ બીજુ નામ ચેરીટી કહેવતનું જીવંત સ્વરૂપ છે. તેમના દ્વારા વિવિધ સખાવતી સંસ્થાઓને 2 કરોડ રૂપિયા દાનમાં અપાયા છે. તેમના દ્વારા ખર્ડીમાં પોતાનો બંગલો અહુરા સપોર્ટ સંસ્થાને દાનમાં આપ્યો છે, જે જુદા જુદા સક્ષમ લોકો સાથે કામ કરે છે. ઉદાર દાન આપવા ઉપરાંત, સુનુ બુહારીવાલાએ પણ નવીનીકરણના તમામ પાસાંના ઇનપુટસ પૂરા પાડવામાં સક્રિય રસ લીધો, કારણ કે તે સુનિશ્ચિત કરવા માંગતા હતા કે, દુ:ખભર્યા પરિવારોને સારી સુવિધા મળી શકે.
બંગલીના નવીનીકરણ માટે દાન આપવાનો વિચાર સુનુ બુહરીવાલાને તેના નજીકના મિત્રો – કાયરેશ અને શેરી પટેલ દ્વારા સૂચવવામાં આવ્યો હતો, જે સમુદાયના સભ્યોને જરૂરિયાતવાળી સેવા આપે છે, અનાહિતાએ ઉમેર્યું, તારાચંદ બંગલી જે નીચેની બંગલીમાંની એક છે જ્યાં આપણા સમુદાયના મોટાભાગના ગરીબ લોકો તેમના પ્રિય લોકોના અંતિમ સંસ્કાર કરવા આવે છે.
ગયા વર્ષે જુલાઈમાં કમનસીબે પતિ ગુમાવ્યા બાદ, સુનુ બુહારીવાલા ત્યારથી તેમની યાદમાં, સેવાભાવી કાર્ય કરવામાં ખૂબ જ સામેલ થયા છે. તેમના પતિ સ્વર્ગસ્થ હોશંગ બુહારીવાલાને ઝળહળતી શ્રધ્ધાંજલિ અર્પીને તેણીએ સ્પર્શપૂર્વક કહ્યું, તે ક્યારેય જરૂરતમંદોને મદદ કરવામાં ખચકાતા નહોતા. તે હંમેશા સલાહ આપતા હતા કે તમારા પગારનો ઓછામાં ઓછો 1% ગરીબોને આપવો જોઈએ.
ટાઇલીંગ, પેઇન્ટિંગ, છત અને બાથરૂમનું કામ ધરાવતા ઉત્તમ નવીનીકરણ ખુશરૂ એચ. સુખડિયા દ્વારા એક મહિનાના રેકોર્ડ સમયમાં ચલાવવામાં આવ્યું હતું, તેમના નિ:સ્વાર્થ કામ માટે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે, અમે આ પ્રોજેક્ટ પર કામ કરી શક્યા છે તે બદલ મને આનંદ થાય છે કે જે અમે એક મહિનામાં પૂર્ણ કર્યું.
હંમેશની જેમ, ડૂંગરવાડીના મેનેજર વિસ્તાસ્પ કાવસ મહેતા અને તેમની આખી ટીમ નવીનીકરણની પ્રક્રિયા દરમિયાન સૌથી વધુ મદદરૂપ થઈ.
બીપીપીના ચેરપર્સન આરમઈતી તિરંદાઝે સુનુ બુહારીવાલાના ઉદાર સ્વભાવ અને ભાવના બદલ તેમની પ્રશંસા કરી. તે એક સદી જૂની 1921માં બંધાયેલા તારાચંદ બંગલી સહિત ડુંગરવાડીના દખામા અને બંગલીઓની ઉત્પત્તિ પર આશ્ચર્યચકિત થયા.
સુનુ બુહારીવાલાના પરિવાર અને મિત્રોએ તેના પતિ હોશંગ અને પુત્ર બુરઝીનની પ્રેમાળ સ્મૃતિમાં તેના ફાળાને સન્માનિત તકતીનું અનાવરણ કરાવતાં જ તેઓએ ગર્વથી વખાણ કર્યા.

About રાઝવીન નામદારીયન

Leave a Reply

*