મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હવે તો લાંબા સમય માટે શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તેથી તમારા મોજશોખમાં ખૂબ જ વધારો થતો જશે. તમારા અધૂરા કામો પૂરા કરવા માટે જોઈતી મદદ મળી જશે. થોડીક મહેનત વધુ કરવાથી કમાઈમાં વધારો થઈને રહેશે. નવા મિત્ર મળવાની સંભાવના છે. ધનની ફીકર ઓછી કરવા માટે ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલું કરજો.
શુકનવંતી તા. 5, 6, 10, 11 છે.
Venus’ rule has started and will be here for a long time. This will cause an increase in your inclinations towards fun and entertainment. You will find the required assistance to complete any unfinished works. With a little extra effort, you will be able to earn more income. You could meet new friends. To reduce financial concerns, pray to Behram Yazad.
Lucky Dates: 5, 6, 10, 11.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા વિચારો સ્થિર નહીં રહે. દરેક બાબતમાં નેગેટીવ વિચાર કરતા હશો. બીજાને મદદ કરવાનું વિચારતા બી નહીં. ઘરનું વાતાવરણ બી સારું નહીં હોવાથી ઘરમાં શાંતિ નહીં મળે અને બહાર જશો તો મન ખૂબ જ બેચેન થઈ જશે. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 7 થી 10 છે.
Rahu’s ongoing rule will not allow your thoughts to be stable. You could end up thinking negatively about nearly everything. Do not even think of lending a helping hand to others. The house atmosphere will not be cordial and you will not find peace even outside, as you will be restless. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 7 to 10.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
હવે તો તમારે ગુરુની દિનદશામાં થોડા દિવસ પસાર કરવાના બાકી છે તેથી 21મી ફેબ્રુઆરી સુધી ચેરીટીઝના કામો કરીને ભલી દુવા મેળવી લેજો. કોઈક જરૂરિયાતવાળી વ્યક્તિને ખાવાનું કે કપડાનું દાન કરી લેજો. નાણાંકીય બાબતમાં જરાબી ચિંતા નહીં થાય. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 9, 11 છે.
You have a few days remaining under the rule of Jupiter, till 21st February. You are advised to gain blessings by doing as much charitable work as possible. Donate food or clothes to someone in need. There will be no financial concerns. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 5, 6, 9, 11.
CANCER | કર્ક: ડ.હ.
23મી માર્ચ સુધી ગુરુ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી ધનલાભ મલતા રહેશે. કોઈ કારણથી ધન વધુ મળે તેવા રસ્તા શોધી લેશો. વડિલવર્ગની ચિંતા વધશે. નવા કામ કરવા માટે સારો સમય છે. જીવનસાથી મળી જશે. હાલમાં તમે બી ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 7, 8, 10 છે.
Jupiter’s rule till 23rd March will continue to benefit you financially and otherwise. You will be able to find ways to receive more income. Concerns for the wellbeing of the elderly could increase. This is a good time to start new ventures/jobs. You will find your life partner. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 5, 7, 8, 10.
LEO | સિંહ: મ.ટ.
શનિની દિનદશા ચાલુ હોવાથી હાલમાં હાથમાં આવેલા કામોબી સમય ઉપર પૂરા કરવામાં સફળ નહીં થાવ. તમે કરેલ કામ બીજાને ફાયદા અને તમને નુકસાન આપે તો નવાઈમાં પડી જતા નહીં. તબિતય અચાનક બગડી જાય તેવા હાલના ગ્રહો છે. ખાવાપીવામાં જરાબી બેદરકાર બનતા નહીં. રોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 8, 10 છે.
Saturn’s ongoing rule will not allow you to complete your current or newly gained work projects. Your own efforts could prove beneficial to others and detrimental to yourself. Your health could suddenly fail, in keeping with your stars, currently. Do not be careless about your diet. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 5, 6, 8, 10.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
17મી ફેબ્રઆરી સુધી તમારી રાશીના માલિક બુધની દિનદશા ચાલશે. તેથી હાલમાં તમે બુદ્ધી વાપરને આવકમાં વધારો કરશો. થોડી ઘણી બચત કરવાથી ભવિષ્યમાં કામમાં આવશે. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. મિત્રો સાચી સલાહ આપશે. હાલમાં દરરોજ ‘મહેર નીઆયેશ’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 9, 11 છે.
Mercury’s rule till 17th February will empower you to use your intelligence and generate greater income for yourself. A little saving could prove helpful to you in the future. You will receive news which will bring you great joy. Friends will give you honest advice. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 5, 6, 9, 11.
LIBRA | તુલા: ર.ત.
18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા વિચારોને પ્રમાણે ચાલવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિને મળીને મનને આનંદમાં લાવી દેશો. નવી વ્યક્તિ સાથે કામ કરવાનો ચાન્સ મળે તો ચૂકતા નહીં. થોડી ઘણી કરકસર કરીને રોકાણ કરવાનું ભુલતા નહીં. ‘મહેર નીઆયેશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 7, 8, ને 10 છે.
Mercury’s rule till 18th March will bring you success if you follow your thoughts. You will feel a lot of happiness after meeting a favourite person. Do not give up the professional opportunity to work with someone else. Ensure to put in some effort and invest your savings. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 6, 7, 8, 10.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
21મી ફેબ્રુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમારા માથાનો દુ:ખાવો વધી જવાના ચાન્સ છે. જો તમે હાઈ પ્રેશરના પેશન્ટ હોવ તો દવા લેવામાં જરાબી આળસ કરતા નહીં. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મુકી દેશે. ઘરવાળા નાની-નાની બાબતમાં નારાજ થઈ જશે. હાલમાં તીર યશ્ત ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 7, 9, 11 છે.
Mars’ rule till 21st February could end up giving you headaches. Those suffering from Blood Pressure are advised not to be lazy about taking their medication. A small mistake of yours could land you in big trouble. Family members could get upset with you over petty matters. Pray the Tir Yasht daily.
Lucky Dates: 5, 7, 9, 11.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
23મી ફેબ્રુઆરી સુધી શિતળ ચંદ્રની દિનદશામાં ચાલશે. હાલમાં જેબી કામ કરશો તેમાં તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધી જશે. અગત્યના કામો આ અઠવાડિયામાં પૂરા કરી લેજો. તબિયતમાં સારાસારી રહેશે. થોડું વધુ કામ કરીને વધુ ધન કમાઈ શકશો. બીજાના મદદગાર થશો. ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 6 થી 9 છે.
The Moon’s rule till 23rd February will see your self-confidence rising in all your endeavours. Ensure to complete all your important works within this week. Health will be fine. You will be able to earn extra income if you put in added effort. You will be helpful to others. Pray the 96th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 6 to 9.
CAPRICORN | મકર: ખ.જ.
તમોને આજથી 50 દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના છે. ચંદ્ર તમારા ગરમ મગજને શાંત કરવામાં મદદગાર થશે. ચંદ્રની કૃપાથી નાની-મોટી મુસાફરીનો ચાન્સ મળશે. તેમજ તમારા કામકાજને વધારવા માટે ભાગદોડ વધુ કરવી પડે તો ભાગદોડ વધુ કરીને ધન કમાઈ લેશો. આજ 101 નામમાંથી 34મું નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 5, 6, 9, 11 છે.
The Moon’s rule, which is here to stay for the next 50 days, will greatly help in calming your mind. You will get opportunities for short travels. You are advised to put in extra effort to enhance your business, when needed. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 5, 6, 9, 11.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
13મી સુધીમાં અગત્યના કામો પૂરા કરી લેજો. ઉતરતી શુક્રની દિનદશા તમારા કરેલ કામની અંદર જશ તો અપાવશે સાથે સાથે ધન લાભ અપાવી દેશે. વિરુદ્ધ જાતિની વ્યક્તિનો સાથ મળવાથી અઘરા કામો સારી રીતે કરી શકશો. ધનની બચત કરજો. રોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7 થી 10 છે.
You are advised to complete all your important tasks by the 13th of February. Venus’ descending rule will bring you fame as well as monetary benefits. You will be able to complete your unfinished works effectively, with the help of the opposite gender. Try to save money. Pray to Behram Yazad daily.
Lucky Dates: 7 to 10.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમારી રાશિમાં શુક્ર ખૂબ જ સારું ફળ આપે તેવા શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામથી સારા સમાચાર મળીને રહેશે. જીવનમાં નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. નાણાકીય મુસીબતને દૂર કરવા માટે કોઈની મદદ લેવી નહીં પડે. શુક્રને કારણે મોજશોખ પાછળ ખર્ચ વધશે. તમોબી ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 10, 11 છે.
Venus’ ongoing rule will bring you very good news from abroad. Someone new will come into your life. You will not need any external help to resolve any financial issues. Your expenditures towards fun and entertainment will greatly increase. Pray to Behram Yazad daily.
Lucky Dates: 5, 6, 10, 11.
- વિશ્ર્વની નવ સૌથી વધુ જીનેટિકલી આઇસોલેટેડમાનવ વસ્તીમાં પારસીઓ - 4 January2025
- લહેરો પર સવારી કરતા ખુરશીદ મિસ્ત્રી! - 4 January2025
- સીએનએમએસ ટાટાનું સન્માન કરતી સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડે છે – તેમના વારસાના દસ્તાવેજીકરણ માટે યુવાન લેખકો માટે રતન ટાટા શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરી – - 4 January2025