મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા ખાસ કામો ખુબ સારી રીતે કરી શકશો. તમે મીઠી જબાન વાપરી દુશ્મનને દોસ્ત બનાવી દેશો. જે પણ કમાશો તેમાથી કરકસર કરી નાણા સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. ધનની મુશ્કેલી બુધ્ધિબળ વાપરીને દૂર કરશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે.
શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.
Mercury’s ongoing rule will help you execute your important tasks very effectively. With your sweet language, you will be able to win over your enemies and make them your friends. With a little discipline, you will be able to save and invest a small part of your income. You will be able to resolve any financial issues with the use of your intelligence. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 20, 21, 24, 25
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
પહેલા 5 દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. વાહન ચલાવતા હો તો વાહન સંભાળીને ચલાવજો. બાકી 25મીથી બુધની દિનદશાને લીધે ધનલાભ મેળવી શકશો. મંગળની દિનદશાને લીધે તમે તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. ભાઈ બહેન સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. મંગળને શાંત કરવા રોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 23, 26 છે.
You have five days remaining under the rule of Mars. You are cautioned to be careful while driving/riding your vehicles. Mercury’s rule starting from the 25th of August will bring in prosperity. You might not be able to control your temper due to Mars’ influence. Frequent squabble amongst siblings over petty matters is predicted. To placate Mars, continue praying the Tir Yasht daily.
Lucky Dates: 21, 22, 23, 26
GEMINI | મિથુન: ક.છ.ઘ.
26મી સુધી ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલશે. ઘરવાળાને જોઈતી ચીજ પહેલા અપાવી દેજો. મનને મજબૂત બનાવી જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. રોજબરોજના કામ દરરોજ પૂરા કરજો. બીજાને સમજાવી પટાવી તમારા કામ પૂરા કરવામાં સફળ થશો. 101નામમાંથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 21, 23, 24, 26 છે.
The calming rule of the Moon rules you till 26th August. You are advised to prioritize the wants of your family. You will outdo all the tasks that you approach with a strong mind. Ensure to complete your daily chores on time. You will succeed in getting your work done by convincing others. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 21, 23, 24, 26
CANCER | કર્ક: ડ.હ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમને ઘણી જગ્યાએથી ધનલાભ મળતા રહેશે. મનને સ્થિર રાખીને કામ કરશો તેમાં સફળ થશો. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. ગામ પરગામ જવાથી મનને આનંદ અને શાંતિ મળશે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવા માટે થોડી ભાગદોડ કરવી પડશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 21, 23, 24, 26 છે.
The ongoing Moon’s rule will bring you prosperity from various corners. You will be able to work with a stable mind. You will taste success in all your endeavours. Do not pass up an opportunity for short travels. Travel will bring you joy and mental peace. You might need to put in some effort to cater to the wants of your family. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 21, 23, 24, 26
LEO | સિંહ: મ.ટ.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી 6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સુર્ય તમારા મગજને ખુબ તપાવશે. જો તમે હાઈપ્રેશરથી પીડાતા હોતો પ્રેશર પર ધ્યાન આપજો. માથાના દુખાવાથી પરેશાન થશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. કોર્ટ-દરબારના કામથી દૂર રહેજો. બેન્કમાં કામ કરતા હશો તો ખોટી ગભરામણ થશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 20, 22, 23, 25 છે.
The ongoing Sun’s rule till 6th September will heat up your head greatly. Those suffering from high BP are cautioned to be more careful of their health. You could suffer from headaches. Your government related works will not be successful. Avoid doing any legal matters. Those working in banks could feel unwarranted anxiety. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 20, 22, 23, 25
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. પોતાના કામો પોતે કરશો તો કામ પૂરા કરવામાં સમય ઓછો જશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. શુક્રને કારણે મોજશોખની પાછળ ખર્ચ ખૂબ વધી જશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ધનલાભ મળશે પણ તેને સાચવી નહીં શકો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 21, 22, 24, 26 છે.
Venus’ ongoing rule suggests that you prioritize completing your important works. If you do your work by yourself, you will save a lot of time. There will be no financial difficulties. Venus’ rule will have you spending greatly on fun and entertainment. You could meet new friends. You will receive wealth but will not be able to save it. Pray to Behram Yazad daily.
Lucky Dates: 21, 22, 24, 26
LIBRA | તુલા: ર.ત.
તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામ ખુબ સારી રીતે કરી શકશો. બીજાના મદદગાર બની તેની ભલી દુવા મેળવવી શકશો. અપોઝીટ સેકસને પોતાના કરવામાં સફળ થશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ ખુબ વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 20, 23, 25, 26 છે.
Venus’ ongoing rule helps you do all your tasks efficiently. You will receive the blessings of others for helping them. You will be able to win over the opposite gender. Affection between couples will blossom. Pray to Behram Yazad daily.
Lucky Dates: 20, 23, 25, 26
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા નાની બાબતમાં મુશ્કેલીમાં મુકશે. તમને જે સીધા સરળ કામ દેખાતા હશે તે જ કામ કરતા નાકે દમ આવશે. તમારી નાની બેદરકારી તમને મોટા ખર્ચના ખાડામાં નાખશે. રાહુને કારણે કોઈ પાસે ધન ઉધાર લેવાનો સમય આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 25, 26 છે.
Rahu’s rule till 6th September will land you in big trouble even over small matters. Even straight and easy tasks will prove to be challenging for you. Your small carelessness could have you paying heavily for it. Under Rahu’s influence, you could end up having to borrow money from others. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 22, 24, 25, 26
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
પહેલાં 4 દિવસ એટલે 24મી સુધી ગુરૂ તમારા હાથથી નાનું ચેરીટીનું કામ કરાવી આપશે. ઉતરતી ગુરૂની દિનદશાને લીધે ફેમીલી મેમ્બર તમને માન પાન ખુબ આપશે. બાકી 24મીથી રાહુની દિનદશા 42 દિવસમાં તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ખોટા વિચારોથી પરેશાન થશો. આજથી ‘સરોશ યશ્ત’ની સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
Jupiter’s rule, till the 24th of this month, will have you do a charitable deed. Jupiter’s descending rule will bring you much respect and admiration from family members. Rahu’s rule, starting from the 24th of August, for the next 42 days, will rob you of your sleep and your appetite. Negative thoughts will upset you. Starting today, pray the Mah Bokhtar Nyaish, along with Sarosh Yasht, daily.
Lucky Dates: 20, 21, 22, 23
CAPRICORN | મકર: ખ.જ.
24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા નાણાકીય મુશ્કેલીમાં આવવા નહીં દે. અચાનક ધનલાભ મળતા રહેશે. ઘરમાં નાનું રીનોવેશન કરાવવું પડે તો કરાવી લેજો. નોકરી કરતા હશો ત્યાં ધનલાભ મળી રહેશે. જૂના રોકાણમાંથી ફાયદો લઈ લેજો. બીજાના મદદગાર બનશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 24, 25, 26 છે.
Jupiter’s rule till 24th September will not allow any financial difficulties to come your way. You could expect sudden windfalls. You are advised to do minor renovations at home, If need be. The employed will receive bonuses. Withdraw your profits from old investments. You will help others. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 22, 24, 25, 26
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. આ અઠવાડિયામાં અગત્યના કામો કરતા નહીં. કોઈ અગત્યની વ્યક્તિને મળવા જશો તો તે મળશે નહીં. તમારો ટાઈમ વેસ્ટ થશે. લેતી દેતી કરવાની ભુલ કરતા નહીં. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.
This is the last week under the rule of Saturn. Avoid doing any important works in this week. You will be denied a meeting with someone of importance and your efforts for the same will simply waste your time. Do not indulge in any financial transactions. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 20, 21, 24, 25
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આજથી 36 દિવસ માટે શનિની દિનદશા શરૂ થયેલી છે. શનિ તમને સ્થિર નહીં થવા દે. કામનો બોજો ખુબ વધી જશે. જ્યાં ધન વાપરવાનું હશે ત્યાં ધન વાપરી નહીં શકો અને ખોટી જગ્યાએ ત્રણ ગણું ધન વપરાઈ જશે. પોતાની વસ્તુ કે નાણા મેળવવા માટે ભાગદોડ કરવી પડશે. આજથી દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 26 છે.
Saturn’s rule, starting today, for the next 36 days, does not allow you to be stable. Work pressures could increase greatly. You will not be able to employ your finances in the right places and end up spending three times the amount in the wrong places. You will need to put in a lot of effort to reclaim your own money or items. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 22, 23, 24, 26
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025