ચીઝ ગાર્લિક બોલ્સ
સામગ્રી: બટેટા પ00ગ્રામ, અમેરિકન મકાઈ 1બાઉલ, કોર્નફલોર-1બાઉલ, બ્રેડ ક્રમ્સ 1બાઉલ, ગાર્લિક પેસ્ટ 1 ચમચો, લીલા મરચા બારીક સમારેલા, ચીલી ફ્લેકસ, મીઠું, ચીઝ જરૂરિયાત મુજબ તેલ તળવા માટે.
રીત: કોર્નફલોરનું પેસ્ટ બનાવી સાઈડ પર મુકી રાખો. સૌ પ્રથમ બટેટા બાફી તેને બરાબર મસળી લેવા. પછી તેમાં મકાઈ, ચીલી ફ્લેક્સ, મીઠું, ગાર્લિક પેસ્ટ, લીલા મરચા બારીક સમારેલા, અને બે ચમચા કોર્નફલોર ઉમેરી મીક્સ કરી લો આ મિક્સમાંથી બોલ બનાવો અને બોલની અંદર ચીઝનો નાનો ટુકડો ભરો. કોર્નફલોરના પેસ્ટમાં આ બોલ દુબાવી બ્રેડક્રમસથી કોટ કરો અને ગરમ તેલમાં તલી લો. કેચઅપ સાથે ગરમ ગરમ સર્વ કરો.
ચોકલેટ વોલનટ બ્રાઉની
સામગ્રી: મેંદો 1 કપ, ખાંડ પીસેલી પા કપ, બટર પા કપ, અખરોટ અડધો કપ,
બેકિંગ પાઉડર 1ટી સ્પૂન, બેકિંગ સોડા અડધી ટી સ્પૂન, કોકો પાઉડર અડધો કપ, દૂધ જરૂર મુજબ.
રીત: સૌ પ્રથમ એક વાસણમાં મેદો, કોકો પાઉડર, ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, આ બધુ મિકસ કરી લો. ત્યારબાદ તેમાં બટર નાખી દો, પણ બટર પીગાળીને લેવુ. હવે જરૂર મુજબ દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણ બહુ ધાટુ કે બહુ પાતળું પણ ન હોવું જોઈએ. આ મિશ્રણ ની અંદર અખરોટના નાના ટુકડા કરી નાખવા. હવે આ મિશ્રણ ને બટર વડે ગ્રીસ કરેલ વાસણની અંદર રેડી દો. આ વાસણમાં તમે નીચે બટર પેપર પણ લગાવી શકો છો. મિશ્રણ ઉમેરી વાસણ ને બે ત્રણ વખત હળવેથી ઠપકારવુ જેથી અંદર હવાના પરપોટા ન રહે. જો તમે ગેસ પર બ્રાઉની બનાવવા ઇચ્છતા હો તો, કુકર ને અથવા કડાઈ ને 15 મિનિટ ફુલ ગેસ પર ગરમ થવા મૂકી દો. કુકરમાં બનાવો તો સમગ્ર પ્રક્રિયા વ્હીસલ કાઢી ને જ કરવી. 15 મિનિટ ગરમ કરી લીધા બાદ મિશ્રણવાળું વાસણ અંદર મૂકી દો. હવે 45 મિનિટ સુધી થવા દો. વચ્ચે ચેક કરવું. જ્યારે ચેક કરતાં ચપ્પુ કે ટૂથપીક એકદમ સાફ બ્હાર આવે ત્યારે બ્રાઉની તૈયાર છે એમ સમજવુ. જો તમે માઈક્રોવેવમાં બનાવવા માગતા હો તો ક્ધવેકશન મોડ પર 180 ડીગ્રી પર ઓવન પ્રીહીટ કરી લો. પ્રીડીટેડ ઓવનમાં 180 ડીગ્રી પર 40 મિનિટ સુધી બ્રાઉની બેક કરી લો. અથવા બેકિંગનો ઓપ્શન હોય તો તે સેટ કરી દો. તો તૈયાર છે ચોકલેટ વોલનટ બ્રાઉની.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025