ફ્રેડી ભરૂચા પ્રોકટર એન્ડ ગેમ્બલ્સની ગ્લોબલ લીડરશીપમાં જોડાવા માટે પાંચમા ભારતીય બન્યા છે – પી એન્ડજી ના પર્સનલ કેર અને બ્યુટી ઓપરેશન્સના પ્રથમ પ્રમુખ તરીકે નિયુક્ત –

મુંબઈમાં જન્મેલા ફ્રેડી ભરૂચાને પ્રોકટર એન્ડ ગેમ્બલ્સ (પીએન્ડજી) ના ઉત્તર અમેરિકા પર્સનલ કેર એન્ડ બ્યુટી ઓપરેશન્સના પ્રથમ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેના કારણે તેઓ તાજેતરના વર્ષોમાં કંપનીના વૈશ્વિક નેતૃત્વમાં જોડાનાર માત્ર પાંચમા ભારતીય બન્યા છે. કંપનીના નિવેદન મુજબ, ફ્રેડી ભરૂચા અમેરિકન વેપાર સંગઠન પીસીપીસી (પર્સનલ કેર પ્રોડકટસ કાઉન્સિલ) બોર્ડમાં પણ સેવા આપશે.
ફ્રેડી એક પીઢ પીએન્ડજી લીડર છે, જેની પાસે બ્યુટી, હેલ્થ, ફેબ્રિક અને હોમ કેર સહિતની બહુવિધ કેટેગરીઓનો લગભગ 30 વર્ષનો અનુભવ છે. આ નવી સ્થિતિ ખાસ કરીને અમેરિકન મલ્ટિનેશનલ ક્ધઝયુમર ગુડ્સ કોર્પોરેશન દ્વારા તેમના માટે બનાવવામાં આવી હતી, જે તેમના માટે ડ્રાઇવિંગ બ્રાન્ડ, બિઝનેસ અને સંસ્થાકીય વૃદ્ધિના સાબિત ટ્રેક રેકોર્ડના આધારે, ઉત્તર અમેરિકન બ્યુટી માર્કેટમાં, ઉભરતી સિનર્જીઓને ટેપ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે અલગ-અલગ કેટેગરીઓની સ્વતંત્ર કામગીરી જાળવી રાખે છે.
ભરૂચા એશિયા-પેસિફિક, યુરોપ, ઉત્તર અમેરિકા, ભારત-મધ્ય પૂર્વ આફ્રિકા, ગ્રેટર ચાઇના અને લેટિન અમેરિકા સહિતના વૈશ્વિક બજારોની શ્રેણીમાં રહે છે અને કામ કરે છે. તેમણે પીએન્ડજી ખાતે બ્યુટી, હેલ્થ, ફેબ્રિક અને હોમ કેર સહિતની બહુવિધ કેટેગરીઓમાં નેતૃત્વના હોદ્દા સંભાળ્યા છે.

Leave a Reply

*