Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી ધર્મના કામો થઈ જશે. બીજાના મદદગાર બની શકશો. તમારા ધારેલા કામો સમય ઉપર પુરા કરવામાં સફળ થશો. ગુરૂની કૃપાથી હાલમાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. બને તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. હાલમાં કરેલી બચત તમારા ખરાબ સમયમાં કામમાં આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 17, 19, 20 છે.

Jupiter’s rule till 25th December, which will lead you towards doing religious works. You will be able to help others. You will be able to complete your works in time. With Jupiter’s blessings, you will not face any financial challenges. Try to make investments. Your savings of today will come to use in tough times. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 14, 17, 19, 20


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને પણ ધર્મના દાતા ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તેથી ધનલાભ મળતા રહેશે. તમે જે પણ કમાશો તેમાંથી થોડી ઘણી રકમ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં સફળ થશો. તબિયતમાં વધુ સારા સારી થતી જશે. તબિયત બગડેલી હશે તો આ અઠવાડિયાથી સુધારો થતો જશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 15, 16, 18, 19 છે.

The onset of Jupiter’s rule brings you prosperity. You will be able to save some money from your earnings and invest the same profitably. Health will improve greatly. Those suffering from bad health will notice improvements starting this week. You will be able to make purchases for the house. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 15, 16, 18, 19


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

26મી ડિસેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તમે નાની બાબતમાં પરેશાન થશો. અચાનક તબિયત બગડી જાય તેવા હાલના ગ્રહો છે. ખાવા-પીવામાં બેદરકાર રહેતા નહીં. શનિને કારણે વડીલ વર્ગની સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. રોજના કામો કરવામાં ખૂબ કંટાળો આવશે. શનિની પીડાને ઓછી કરવા દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 17, 20 છે.

Saturn’s rule till 26th December could get you facing issues over small matters. Sudden fall in health is on the cards. Do not be careless about your diet. Arguments with the elderly could take place with the drop of a hat. You will feel much lethargy in doing your daily chores. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 14, 15, 17, 20


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

બુધની દિનદશામાં છેલ્લા છ દિવસ પસાર કરવાના બાકી છે. 19મી સુધીમાં પહેલા લેતીદેતીના કામો પૂરા કરી લેજો. કોઈને કોઈપણ પ્રોમિસ આપતા નહીં. તમારે કોઈને પૈસા આપવાના બાકી હોય તો તેની પાસે થોડો ઘણો સમય લઇ લેજો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

You have 6 days remaining under Mercury’s rule, till the 19th. Ensure to first complete all pending financial transactions first. Do not make promises to anyone. Ask your creditors for some extra time to pay them back. You are advised to prioritize catering to the wants of family members. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 16, 17, 18, 19


LEO | સિંહ: મ.ટ.

05Leo

18મી જાન્યુઆરી સુધી વાણીયા જેવા ગ્રહ બુધની દિનદશા ચાલશે. બુદ્ધિબળ વાપરીને ખોટા ખર્ચા ઉપર કાબુ મેળવવામાં સફળ થશો. રોજબરોજના કામો વીજળીવેગે પુરા કરી શકશો. મિત્રો તરફથી મદદ મેળવી શકશો. થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ શેર માર્કેટમાં કરવાથી લાંબા સમય ઉપર ફાયદામાં રહેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 18, 20 છે.

Mercury’s rule till 18th January makes you shrewd. You will be able to intelligently control your unnecessary expenses. You will complete your daily chores at lightning speed. You will be able to get help from friends. Investing a bit in the share market could prove profitable in the long run. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 14, 15, 18, 20


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

24મી ડિસેમ્બર સુધી મંગળની દિનદશા તમને ખૂબ તપાવશે. તમારો સ્વભાવ ખૂબ ચીડીયો થઈ જશે. હાલમાં વાહન ચલાવતા હો તો વાહન સંભાળીને ચલાવજો. મંગળને કારણે ઘરમાં જરાબી શાંતિનું વાતાવરણ નહીં રહે. કોઈ પણ જાતના સહી સિક્કા કે દસ્તાવેજીના કામો હાલમાં કરતા નહીં. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 16, 17, 19 છે.

Mars’ rule till 24th December could prove rather troublesome. It could make you very irritable. You are advised to ride/drive your vehicles with caution. Mars does not allow peace to prevail at home. Refrain from signing any formal documents in this phase. To placate Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 14, 16, 17, 19


LIBRA | તુલા: ર.ત.

07Libra

26મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા તમારા મનને શાંત રખાવીને સાચા ડિસિઝન લેવામાં મદદગાર થશે. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. ફેમિલી મેમ્બર ને ખુશ રાખવા માટે બને તો બે ત્રણ દિવસની રજા લઈ ક્યાંક ફરવા જઈ આવજો. તમારૂં મન માનશે તે કામ કરવામાં આનંદ આવશે અને સાથે ફાયદો પણ થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

The Moon’s rule till 26th December keeps your mind cool and helps you make good decisions. You could expect good news from overseas. To please your family members, you could take them on a 3-day picnic. Working on things that please the mind will prove beneficial. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 17, 18, 19, 20


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

હવે તો તમે શીતળ ચંદ્રની છાયામાં આવી ગયેલા છો. તમને ભરપુર સુખ શાંતિ મળશે. તમે જે પણ ડિસિઝન લેશો તેમાં ફાયદો મળીને રહેશે. કામકાજને વધારવા માટે થોડી ઘણી ભાગદોડ કરશો તો ફાયદામાં રહેશો. ફેમિલી મેમ્બર તમારા કામમાં તમને ભરપૂર સાથ સહકાર આપશે. તમારા દરેક કામમાં સફળતા મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 17, 18, 19 છે.

The onset of the Moon’s rule brings you ample peace and happiness. All your decisions will prove profitable. A little added effort to expand your business will yield benefits. You family members will be very supportive in your work. You will taste success across all areas. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 14, 17, 18, 19


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

આજ અને કાલનો દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઓપોઝિટ સેક્સ સાથેના મતભેદ દૂર કરવાની કોશિશ કરજો. 16મીથી 20 દિવસ માટે શરૂ થતી સૂર્યની દિનદશાને લીધે તમારા મતભેદમાં વધારો થશે. સુર્ય તમારા મગજને ખૂબ તપાવશે માથાના દુખાવાથી પરેશાન થશો. આજથી 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 18, 20 છે.

You have today and tomorrow to spend under Venus’ rule. Try to resolve any misunderstandings with the opposite gender during this time. The Sun’s rule, starting from 16th December, for the next 20 days, adds to your misunderstandings. The Sun will prove mentally troublesome. You could suffer from headaches. Starting today, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 14, 15, 18, 20


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. તેથી દરેક બાબતમાં સારા સમાચાર મળશે. હરવા ફરવા પાછળ ખર્ચ વધુ કરવો પડશે. શુક્રની કૃપાથી નવા મિત્રો મળવાની સંભાવના છે. તમારા કામની કદર કરનારની સંખ્યા વધુ થશે. ઘરમાં નવી ચીજો લેવામાં સફળ થશો. મુસાફરી કરવાનો ચાન્સ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 17, 19 છે.

Venus’ rule till 14th January ensures you receive only good news in all areas of life. You will find yourself spending more on fun, travel and entertainment. You could meet new friends. There will be an increase in your admirers. You will be able to make purchases for the house. You will get travel opportunities. Pray to Behram Yazad daily.

Lucky Dates: 15, 16, 17, 19


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને શુક્ર જેવા ચમકીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા કામની અંદર ખૂબ સારા સારી થતી જશે. નાણાકીય બાબતની અંદર ફાયદો મળશે. થોડી ઘણી રકમને બચાવીને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું ભૂલતા નહીં. ધણી-ધણીયાણીમાં પ્રેમ ખૂબ વધી જશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 14, 15, 18, 20 છે.

The onset of Venus’ rule brings much prosperity in your professional life. Financial profits are indicated. Ensure to save and invest some part of your income. Love between couples will flourish. The house will have a happy atmosphere. Pray to Behram Yazad daily.

Lucky Dates: 14, 15, 18, 20


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

પમી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. હાલમાં સીધા કામ પણ સમય પર પૂરા નહીં કરી શકો. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. ડોક્ટર પાસે અવશ્ય જજો. કોઇબી વ્યક્તિની મીઠી વાતોમાં આવી જતા નહીં કોઈ તમારી સાથે દગો ફટકો કરે તેવા ચાન્સ છે. નાણાકીય બાબતમાં પરેશાની વધતી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Rahu’s rule till 5th January might not allow you to complete even your simple works in time. Sudden fall in health is on the cards – ensure to go to the doctor. Do not get fooled by sweet words – there are chances of you being betrayed or cheated. Financial challenges could mount. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 16, 17, 18, 19

Leave a Reply

*