સોનુ સ્કૂલમાં હોમ વર્ક કર્યા વગર ગયો.
ટીચર: હોમ વર્ક કેમ નથી કર્યું?
સોનુ: મેમ, કાલે રાત્રે હું ભણવા બેઠો ત્યાં લાઇટ જતી રહી.
ટીચર: પછી આવી કે નહીં?
સોનુ: આવી પણ હું ફરી ભણવા બેઠો ત્યાં ફરી જતી રહી.
ટીચર: પછી આવી કે નહીં?
સોનુ: આવી હતી પણ હું એવા ડરથી ભણવા ન બેઠો કે લાઇટ પાછી જતી ના રહે.
*****
બોયફ્રેન્ડ: જાન, તારું નામ હાથ પર લખું કે દિલ પર?
ગર્લફ્રેન્ડ: જ્યાં-ત્યાં શું કામ લખવું? મને સાચો પ્રેમ કરતો હોય તો પ્રોપર્ટીના પેપર્સ પર મારું નામ લખ.
*****
પત્ની: મેં બર્થડે પર ગિફટમાં જવેલરી માગી અને તમે મને ખાલી ડબો આપ્યો. મને મારી સહેલીઓ સામે કેટલી શરમ આવી.
પતિ: શરમ જ તો સ્ત્રીઓનું ઘરેણું હોય છે પગલી.
*****
કાલે સાંજે પત્ની બોલી તમારી પાસે મોજા નથી, ચાલો તિબેટીયન માર્કેટમાં….
ત્રણ કલાક માર્કેટમાં બધા જ સ્ટોલ પર ફરીને પાછા ફર્યા ત્યારે મારા હાથમાં 3 સાડી… 2 લેડિઝ સ્વેટર…6 પલાઝો….અને 4 ડ્રેસ હતા. અને મને આશ્વાસન આપવામાં આવ્યું કે આ માર્કેટમાં મોજા ખૂબ જ મોંઘા છે અને ક્વોલિટીમાં હલકા છે. કાલે ડી-માર્ટમાં મોજા લેવા જઈશું!
હસો મારી સાથે
Latest posts by PT Reporter (see all)