મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા ધારેલા કામો તમે સમય ઉપર પૂરા નહીં કરી શકો. તમે જે પણ કરવા માંગતા હશો તેના કરતાં કામ ઉલટા થઈ જશે. બીજાની સલાહ લેવાની ભૂલ કરતા નહીં. તબિયતની ખાસ કાળજી લેજો. માથાના દુખાવાથી પરેશાન થશો. ખર્ચનો ખાડો ઊંડો થતો જશે. નાણાંકીય બાબતમાં મુશ્કેલીઓ આવશે. રાહુને શાંત કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 11, 15, 16, 17 છે.
Rahu’s ongoing rule doesn’t allow you to complete your tasks in the expected amount of time. Anything you try to do will go topsy-turvy. Do not seek advice from others. Take special care of your health. You could suffer from headaches. Expenses could increase substantially. Financial issues are predicted. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 11, 15, 16, 17
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
22મી જાન્યુઆરી સુધી ફેમિલી પર આવેલી મુસીબતને દૂર કરવામાં સફળ થશો. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ગુરૂની કૃપાથી તમારા કામકાજની અંદર તમને જશની સાથે ધન પણ મળશે. હાલમાં બને તો થોડી રકમને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું ભૂલતા નહીં. કોઈના મદદગાર બની તેની ભલી દુઆ મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 16 છે.
You will be able to do away with all challenges faced by your family under Jupiter’s rule, till 22nd January. There will be peace at home. Sudden inflow of wealth is predicted. You will receive both, fame as well as financial benefits, on a professional level. Try to invest some amount of money. Helping others will earn you their blessings. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 12, 13, 14, 16
GEMINI | મિથુન: ક.છ.ઘ.
હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી નાના કે મોટા ચેરીટીના કામો કરવામાં તમે સફળ થશો. તમને ધનલાભ મળતા રહેશે. હાલમાં તમારા ધનને સારી જગ્યાએ વાપરવામાં સફળ થશો. બને તો ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તમારા કામો પૂરા કરવામાં કોઈના સાથની જરૂરત નહીં પડે. તમારા કામમાં સફળતા મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 14, 15, 17 છે.
The onset of Jupiter’s rule makes you do big or small charitable deeds. Wealth will continue to flow in. You will be able to use your money productively. Try to make investments. You will not need help from others in completing your tasks. You will taste success in all your endeavours. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 11, 14, 15, 17
CANCER | કર્ક: ડ.હ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા નાના કામો પણ સમય પર પૂરા નહીં કરી શકો. કોઈને પ્રોમિસ આપતા પહેલા દસ વાર વિચાર કરજો. ધનને લગતી મુશ્કેલીઓ આવશે. ઘરનું વાતાવરણ ખૂબ ખરાબ થતું જશે. ફેમિલી મેમ્બર સાથે મતભેદ થવાના ચાન્સ છે. હાલમાં કોઈને ધનની મદદ કરતા નહીં. કોઈને મદદ કરવાથી તમે મુશ્કેલીમાં આવશો. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 16, 18 છે.
The onset of Saturn’s rule doesn’t allow you to complete even your smaller tasks on time. Before making any promises, think it ten times over. Financial challenges are predicted. The atmosphere at home will deteriorate. Squabbles with family members is on the cards. Do not help others financially as this will get you in trouble. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 12, 13, 16, 18
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી તમારા લેતી દેતીના કામો પહેલા પૂરા કરી લેજો. હાલમાં તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. થોડી ઘણી રકમ બચાવી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 14, 15, 16 છે.
You are advised to complete any pending financial transactions before the 18th of January. Speak up about what’s on your mind with the relevant person. Ensure to save and invest some money. Sudden inflow of wealth is predicted. Catering to the wants of family members will result in peace at home. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 11, 14, 15, 16
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલુ હોવાથી તમે થોડી ઘણી બચત કરવામાં સફળ થશો. બેન્કના કે સરકારી કામ મુશ્કેલીઓ વગર પુરા કરશો.બુદ્ધિથી કરેલા કામોમાં સફળતા મળશે. જે પણ કામ કરતા હશો તેમાં જશની સાથે ધનલાભ થશે. થોડી વધુ મહેનત કરવાથી વધુ ધન કમાઈ શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.
The onset of Mercury’s rule helps you to save some money. You will be able to get any banking or government-related tasks done without any hiccups. You will taste success in tasks where you employ your intelligence. You will earn fame and fortune in all your endeavours. A little extra effort will yield extra income. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 12, 13, 16, 17
LIBRA | તુલા: ર.ત.
27મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે. તમે સ્વભાવે ખૂબ ચડિયા થઈ જશો. નાની બાબતમાં મગજ ગરમ થઇ જશે. ઘરમાં ભાઈ બહેન કે બીજા વ્યક્તિ સાથે નાની બાબતમાં મતભેદ થવાના ચાન્સ છે. જ્યાં કામ કરતા હશો ત્યાં સાથે કામ કરનારનો તમને સાથ સહકાર નહિ આપે. નાની બાબતમાં કોઈપણ વ્યક્તિ સાથે ઝઘડો થવાનો ચાન્સ છે માટે ઓછું બોલવાનું રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 14, 15, 16 છે.
Mars’ rule till 27th January makes you very irritable. You will lose your temper over petty matters. You could end up squabbling with family members. Your colleagues at the work place will not be cooperative. Try to speak as minimal as possible as you could end up fighting over others over non-issues. Pray the Tir Yasht daily.
Lucky Dates: 11, 14, 15, 16
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 24મી જાન્યુઆરી સુધી તમારા કામો ખૂબ શાંતિથી કરી શકશો. મનગમતી વ્યક્તિને મનની વાત કરી શકશો. સામેવાળી વ્યક્તિ તમને માન અને ઈજ્જત ખૂબ જ આપશે. ગામ પરગામ જવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ચાલુ કામમાં સફળતા મળે તે માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 12, 13, 14, 17 છે.
The Moon’s rule till 24th January facilitates your tasks getting done peacefully. You will be able to speak your heart out to your favourite person. You will receive respect and admiration from all who you come across. You will get opportunities to travel abroad. Financial prosperity is indicated. To seek success in your ongoing tasks, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 12, 13, 14, 17
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
હવે તમને પણ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. હાલમાં મિત્રો તરફથી નહીં ધારેલી બાબતમાં સહાયતા મળી જશે. તમને જો બહારગામ જવાનો ચાન્સ મળે તો અવશ્ય જજો. મુસાફરી કરવાથી ધનલાભ થવાના ચાન્સ છે. તમારા મોજશોખની સાથે ઓફિસના કામો કરવામાં સફળ થશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 11, 14, 15, 16 છે.
The onset of the Moon’s rule brings you unexpected support from friends. Do not skip the opportunity to travel abroad. Travel will prove profitable for you. You will be able to be successful professionally and personally. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 11, 14, 15, 16
CAPRICORN | મકર: ખ.જ.
પહેલા ત્રણ દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ત્રણ દિવસની અંદર અપોઝિટ સેક્સને નારાજ કરવાની ભૂલ કરતા નહીં. 14મીથી સૂર્યની દિનદશા તમારા માથાના બોજા ને વધારી દેશે. સરકારી મુસીબતમાં આવી શકો છો. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. 14મી જાન્યુઆરીથી 3જી ફેબ્રુઆરી સુધી ખોટી રીતે પરેશાન થશો. બને તો ઓછું બોલવાનું રાખજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 11, 12, 16, 17 છે.
You have 3 days remaining under Venus’s rule. You are advised not to upset members of the opposite gender during this time. The Sun’s rule, starting 14th January to 2nd February, will tend to increase your mental pressures. You could get in trouble with government related issues. The health of the elderly could sudden go down. This period will cause you much wrongful harassment. Try to speak as little as possible. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 11, 12, 16, 17
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શુક્ર જેવા પરમ મિત્રની દિનદશા ચાલુ હોવાથી તમે મોજ શોખ પાછળ વધુ પડતો ખર્ચ કરશો. ખાવા પીવા ઉપર કંટ્રોલ નહીં રહે. ખર્ચ કર્યા પછી પણ તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. નવા કામ મળશે તથા કામમાં સફળતા પણ મળશે. જુના રોકાણમાંથી ફાયદો લેવાનું ભૂલશો નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.
The onset of Venus’ rule has you spending extravagantly over fun and entertainment. You will not be able to control your diet. Despite the expenses, you will not face any financial shortage. You will find new work projects and be successful in these. Ensure to withdraw the profits from old investments. Pray to Behram Yazad daily.
Lucky Dates: 13, 14, 15, 16
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
લાંબા સમય માટે શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામમાં સફળતા મળશે. શુક્રની કૃપાથી નવા કામ મેળવી શકશો. ગામ પરગામ જવાથી વધુ ફાયદામાં રહેશો. નવા મિત્રો મળી શકશે. શુક્રની કૃપાથી આવકમાં વધારો થશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 11, 12, 17, 18 છે.
Venus’ rule is here for a while and blesses you with success in all your endeavours. You will find new work projects. Travel abroad will prove beneficial. You could make new friends. An increase in income is predicted. Catering to the wants of family members will ensure peace at home. Pray to Behram Yazad daily.
Lucky Dates: 11, 12, 17, 18