મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આજ અને કાલનો દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી બે દિવસમાં ઓછું બોલવાનું રાખજો. તમારા બોલવાથી કોઈને ખરાબ ન લાગી જાય તે વાત ધ્યાનમાં રાખજો. બાકી 3જીથી શુક્રની દિનદશા આવતા 70 દિવસમાં તમારા દુ:ખને ભુલાવી દેશે. અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. બને તો આજે ને કાલે ‘મહાબોખ્તાર નીઆએશ’ અને પછી ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
Rahu’s rule lasts today and tomorrow, ensure to speak less during these two days. Ensure that your words do not hurt anyone. Venus’ rule starting 3rd January, for the next 70 days, relieves you of all your pains. You will be able to restart your stalled works. Pray the Mah Bokhtar Nyaish and pray to Behram Yazad daily.
Lucky Dates: 3, 4, 5, 6
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમે રાહુની દિનદશામાંથી પસાર થઈ રહેલા છો. તેથી હાલમાં તમારા કોઈપણ કામમાં મન નહીં લાગે. તમે દરેક બાબતમાં ઈરીટેટ થશો. રાહુને કારણે તમને નેગેટિવ વિચારો ખૂબ આવશે. નાણાકીય સ્થિતિ ખરાબ થતી જશે. રાહુ તમને તમારા બજેટ પ્રમાણે ચાલવા નહીં દે. ખોટી જગ્યાએ નાણાંનો ખર્ચ વધી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 6 છે.
Rahu’s ongoing rule has you feeling disinterested in any of your tasks. You will get irritated for all things. Rahu infuses your mind with negative thoughts. Financial decline is indicated. You will not be able to work within your budget. You could end up spending money in the wrong places. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 1, 2, 3, 6
GEMINI | મિથુન: ક.છ.ઘ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમને દરેક જગ્યાએ માન ઇજ્જત ખૂબ જ મળશે. અચાનક ધનલાભ મળતા રહેશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો મળી જશે. ગુરૂને કારણે વડીલ વર્ગની સેવા કરવાનો ચાન્સ મળશે. મનગમતા કામો કરીને મનને આનંદમાં રાખી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 4, 5, 7 છે.
The onset of Jupiter’s rule brings you fame and respect everywhere you go. Sudden income is predicted. You will be able to find an easy way out of financial problems. You will get the opportunity to serve the elderly. You will feel mentally content by doing things that fulfil you. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 1, 4, 5, 7
CANCER | કર્ક: ડ.હ.
લાંબા સમય સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી નાના મોટા ચેરીટીના કામો થતા રહેશે. થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. બીજાના મદદગાર બની શકશો. તબિયતમાં સુધારો થતો જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.
Jupiter’s rule is here for a long time. You will continue to keep doing small works of charity. You are advised to invest money. There will be eventual financial progress. You will help others. Health will improve. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 2, 3, 4, 5
LEO | સિંહ: મ.ટ.
શનિની દિનદશા ચાલુ હોવાથી 23મી ફેબ્રુઆરી સુધી તમે તમારા રોજના કામો સારી રીતે નહીં કરી શકો. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકી દેશે. વડીલ વર્ગથી મતભેદ પડવાના ચાન્સ છે. હાલમાં તાવ, માથાનો દુખાવો અને બેક પેનથી પરેશાન થશો. નાણાકીય ખર્ચમાં વધારો થશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 5, 6, 7 છે.
The onset of Saturn’s rule till 23rd February does not allow you to do your daily chores effectively. A small mistake could land you in big trouble. Squabbles with the elderly are indicated. You could suffer from fever, headache and back-aches. Expenses could rise. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 1, 5, 6, 7
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
17મી ફેબ્રુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. બુધ તમને કરકસર કરતા શીખવાડી દેશે. મિત્રોની મદદથી તમારા મુશ્કેલી ભર્યા કામને સહેલા બનાવી પૂરા કરી શકશો. રોજબરોજના કામો તથા લેતી દેતીના કામો પહેલા પૂરા કરી લેજો. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરતાં ઘરનું વાતાવરણ આનંદીત રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.
Mercury’s rule till 17th February teaches you how to save money. You will be able to simplify and complete all challenging tasks with the help of friends. You are advised to prioritize completing your daily works as well as any pending financial transactions. Sudden windfall is predicted. Catering to the wants of family members will ensure a cordial atmosphere at home. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 2, 3, 4, 5
LIBRA | તુલા: ર.ત.
18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે. તમે તમારા અંગત વ્યક્તિ પાસેથી તમારૂં કામ પુરૂં કરાવી શકશો. તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવામાં સફળ થશો. તમને જ્યાંથી ફાયદો થતો હશે તે કામ તમે પહેલા પૂરા કરી શકશો. ખોટા મોજ શોખની પાછળ ખર્ચ કરવાનું ઓછું કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 1, 4, 6, 7 છે.
Mercury’s rule till 18th March will have you getting your work done by someone close to you. You will be able to control your temper. You will gravitate towards first completing those tasks which yield profits. You will be able to reduce your unnecessary expenses. Financial prosperity is predicted. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 1, 4, 6, 7
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજને જરા પણ શાંતિ નહીં મળે. નાની બાબતમાં ગુસ્સામાં આવી જશો. બીજાની વાત સાંભળી તમારા ડિસિઝન ચેન્જ કરવાની ભૂલ કરતા નહીં. ભાઈ બહેનના સંબંધમાં સારા સારી નહીં રહે. હાય પ્રેશરથી સંભાળજો. મંગળને શાંત કરવા દરરોજ તીર યશ્ત ભણજો.
શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.
The onset of Mars’ rule does not allow you any peace of mind. You will get upset over small matters. Do not make the mistake of changing your decisions based on others’ talks. Relations between siblings could take a fall. Be careful of high BP. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 1, 2, 5, 6
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
23મી ફેબ્રુઆરી સુધી મગજને શાંત રાખીને જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મેળવવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. બને તો ફેમીલીની ડિમાન્ડ પહેલા પૂરી કરી આપજો. ઘરમાં શાંતિનું વાતાવરણ હોવાથી મન પણ શાંત રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 1, 2, 4, 7 છે.
The Moon’s rule till 23rd February, ensures that you taste success in all the tasks that you undertake and carry out with a calm mind. You will be able to garner the support of family members. With the grace of the Moon, you are advised to speak out your mind to the intended person. Try to cater to the wants of family members first. A peaceful atmosphere at home will result in a peaceful mind. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 1, 2, 4, 7
CAPRICORN | મકર: ખ.જ.
આજ અને કાલનો દિવસ સંભાળી લેજો. ઉતરતી સૂર્યની દિનદશા તમને ખૂબ તપાવશે. બને તો ઓછું બોલવાનું રાખજો. બાકી 3જીથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં તમારા અધુરા કામને પૂરા કરવામાં મદદગાર થશે. સરકારી કામોમાં સફળતા મળશે. 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.
You are advised to practice much caution today and tomorrow. The descending rule of the Sun could cause you much trouble. Try to speak as little as possible. The Moon’s rule, starting from 3rd February, for the next 50 days, helps you complete all your unfinished tasks. You will be successful in all government-related tasks. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.
Lucky Dates: 3, 4, 5, 6
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
13મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા તમારા મોજશોખ ઓછા કરવાને બદલે વધારી દેશે. અપોઝિટ સેક્સનું દિલ જીતી લેશો. નાણાકીય બાબતમાં જરા પણ મુશ્કેલી નહીં આવે. બને તો થોડી ઘણી રકમ સારી જગ્યાએ ઇન્વેસ્ટ આવશ્ય કરજો. ચાલુ કામમાં કોઈ પણ જાતની મુશ્કેલીમાં નહીં આવે. મનગમતી ચીજ વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 3, 7 છે.
Venus’ rule till 13th February will increase your inclinations towards fun and entertainment. You will win over the opposite gender. There will be no financial difficulties. Try to surely invest a small sum of money in a profitable place. Your ongoing work/projects will not face any challenges. You will be able make purchases that you desire. Pray to Behram Yazad daily.
Lucky Dates: 1, 2, 3, 7
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
14મી માર્ચ સુધી મોજીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલશે. પ્રેમી-પ્રેમિકાના મતભેદ ઓછા થતા જશે. તમારા મનની વાત અપોઝિટ સેક્સ ને ખૂબ જ સહેલાઈથી સમજાવી શકશો. પાંચની જગ્યાએ 15 ખર્ચ કર્યા પછી પણ તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. નાની મુસાફરીનો ચાન્સ મળતો રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.
Venus’ rule till 14th March reduces squabbles between couples. You will be able to put across your point of view to the opposite gender with ease. Despite spending a lot more than expected, you will not face any financial issues. You will get opportunity for short travels. Pray to Behram Yazad daily.
Lucky Dates: 4, 5, 6, 7
- સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ, નવસારી - 8 February2025
- અજમલગઢ ખાતે ઐતિહાસિક જશન યોજાશે - 8 February2025
- સાહેર અગિયારીએ 179મા સાલગ્રેહનીભવ્ય રીતે ઉજવણી કરી - 8 February2025