Your Moonsign Janam Rashi This Week –
1 March 2025 – 7 March 2025


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. હાલમાં તમે જ્યાં પણ જશો ત્યાં ખૂબ માન પાન તથા ઈજ્જત મળશે. શુક્રની કૃપાથી તમારી નાણાકીય સ્થિતિ ધીરે ધીરે સુધરતી જશે. તમારા કરેલા કામનું પૂરેપૂરું વળતર મળી જશે. સાથે કામ કરનારનો ભરપુર સાથ મળશે. ફેમિલીમાં આનંદ સાથે સુખનું વાતાવરણ જોવા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 8 છે.

Venus’ rule till 13th April ensures that you receive much appreciation and respect everywhere you go. With Venus’ grace, your financial condition will start improving. Your work will receive its due credit and recognition. You will spend happy and joyous times with the family. Pray to Behram Yazad daily.

Lucky Dates: 2, 3, 4, 8


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

પહેલા 3 દિવસ જ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ત્રણ દિવસમાં કોઈની સાથે ખોટી બોલાચાલીમાં ઉતરી જતા નહીં. વગર કારણે દુશ્મન ઉભા કરતા નહીં. 4થી માર્ચથી શરૂ થતી શુક્રની દિનદશા આવતા 70 દિવસમાં તમને ભરપૂર સુખ આપી જશે. તમારા મનની નેક મુરાદ પૂરી થઈ જશે. નાણાકીય બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

You have 3 days remaining under Rahu’s rule. Do not enter into unnecessary arguments with anyone during this period. Do not make enemies for no reason. Venus’ rule, starting 4th March, for the next 70 days, will bring you lots of joy. Your sincere wishes will come true. Finances will gradually improve. Pray to Behram Yazad along with the Mah Bokhtar Nyaish, daily.

Lucky Dates: 5, 6, 7, 8


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મન સ્થિર નહીં રહે. ખોટા વિચારોથી પરેશાન રહેશો. ભરપૂર ખોટા ખર્ચાઓ થશે. બીજાનું ભલું કરવા જતા તમારૂં ખરાબ થાય તેવા ચાન્સ છે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. તમારા સાચા બોલવાથી બીજાને ખરાબ લાગશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 6, છે.

The onset of Rahu’s rule does not allow your mind to be at peace. Negative thoughts could cloud your mind. A lot of unnecessary expenses are on the cards. Helping others could land you in trouble. Your favourite person could get upset over petty issues. The truth you utter could offend others. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 2, 3, 4, 6


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ધર્મ કે ચેરીટીના કામો કરી શકશો. ફેમિલી મેમ્બરના મદદગાર થઈ શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો મળી જશે. જે પણ કામ કરતા હશો ત્યાં ખૂબ માન ઇજ્જત મળશે. ધનને કારણે તમારા કોઈ પણ કામ અટકશે નહીં. મનને શાંત રાખવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 4, 5, 7 છે.

The onset of Jupiter’s rule enables you to do works related to religion and charity. You will be helpful to family members. You will find an easy path out of any financial difficulties. You will receive a lot of respect and admiration at the workplace. Financial issues will not stall your work projects. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 1, 4, 5, 7


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને સૂર્યના મિત્ર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ફેમિલીમાં આનંદ થાય તેવી બાબતો બનશે. અચાનક નાના ધનલાભ મળવાથી તમે ખુશ થતા રહેશો. બને તો થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ લાંબા સમય માટે અવશ્ય કરજો. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. દરેક કામમાં સફળતા મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 7 છે.

The onset of Jupiter’s rule brings in joyous moments in your family life. Sudden inflow of wealth will make you happy. You are advised to ensure that you make long-term investments. You could get chances to go abroad. You will taste success in all your endeavors. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 3, 4, 5, 7


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

23મી માર્ચ સુધી શનિની દિનશા ચાલશે. તમારા નાણાં ખોટી જગ્યાએ ફસાઈ જાય નહીં તેની ખાસ દરકાર લેજો. તમે સ્વભાવે થોડા જિદ્ધી બની જશો. રોજબરોજના કામો સમય ઉપર પૂરા કરવામાં સફળ નહીં થાઓ. ઘરનો ખર્ચ અચાનક વધી જશે. ફેમીલી મેમ્બર સાથે નાની બાબતમાં મતભેદ પડશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 6, 7 છે.

Saturn’s rule till 23rd March suggests that you pay attention that your finances don’t get stuck in the wrong place. You could get a bit stubborn. You might not be able to complete your daily chores in time. House expenses could suddenly increase. Squabbles with family members over petty matters are indicated. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 1, 2, 6, 7


LIBRA | તુલા: ર.ત.

07Libra

બુધ જેવા બુદ્ધિના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમે બુદ્ધિ વાપરીને જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. સાથે કામ કરનારનો સાથ સહકાર પૂરેપૂરો મળી રહેશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. હાલમાં થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઘરનું વાતાવરણ આનંદીત રહેશે.દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

The onset of Mercury’s rule guarantees you success in all your endeavours where you use your intelligence. Colleagues will be very supportive. Financial prosperity is indicated. Don’t forget to invest some of your money. The home atmosphere will be joyful. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 3, 4, 5, 6


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને 21મી ફેબ્રુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. જો નવા કામ કરવાનો ચાન્સ મળે તો નવા કામ લઈ લેજો સફળતા મળશે. ધન મેળવવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવાથી ફાયદામાં રહેશો. હિસાબી કામકાજમાં સફળતા મળશે. હાલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી આગળ જતા ફાયદો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.

Mercury’s rule till 21st March suggests that you take on any new projects as you are sure to taste success in them. Using your intelligence to earn money will make you profits. You will be successful in accounts related work. Investing today will help you in the future. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 1, 2, 5, 6


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

21મી માર્ચ સુધી મંગળની દિનદશા ચાલશે. નાની નાની બાબતમાં છેડાઈ જશો. હાલમાં વાહન ખૂબ સંભાળીને ચલાવજો. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકી દેશે. ખર્ચનું પ્રમાણ વધી જવાથી મનની ચિંતામાં વધારો થશે. તમારૂં સાચું બોલવાનું બીજાને પરેશાન કરશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 7 છે.

Mars’ rule till 21st March, making you irritable over petty issues. You are advised to ride/drive your vehicles with great caution. A small mistake could land you in huge trouble. Increase in expenses will cause you mental worry. Your truthfulness could offend others. Pray the Tir Yasht daily.

Lucky Dates: 3, 4, 5, 7


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી શાંત શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. તમારા લીધેલા ડિસિઝનથી ફેમિલી મેમ્બરને ખુશી મળશે. કામકાજની અંદર સારા સારી થતી જશે. ચંદ્રની કૃપાથી ફેમિલી મેમ્બરના સંબંધમાં સારા સારી રહેશે. નાણાકીય બાબતની અંદર કોઈ મુશ્કેલી નહીં આવે. તમારા અટકેલા નાણા મળવાના ચાન્સ ખૂબ સારા છે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 1, 2, 3, 7 છે.

The Moon’s rule till 23rd March ensures that your decisions bring much joy to the family. Professional progress is indicated. Relations with family members will be good. There will be no financial challenges. This is a good time to retrieve your stuck funds. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 1, 2, 3, 7


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

પહેલા ત્રણ દિવસ ખૂબ સંભાળીને પસાર કરજો. ઉતરતી સૂર્યની દિનદશા માથાનો દુખાવો, હાય પ્રેશર તથા તાવ જેવી માંદગી આપી જાય તેવા ચાન્સ છે. 4થી માર્ચથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં તમારા માથાના બોજાને ખૂબ જ ઓછો કરી આપશે. મગજને શાંત રાખીને કામ કરવાથી કામમાં સફળતા મળશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

You are advised to spend these 3 days in caution as the descending rule of the Sun could leave you with headache, high BP or fever. The Moon’s rule, starting 4th March and last for 50 days, will greatly relieve your mental anguishes. Working with a calm head will ensure you success. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each, daily.

Lucky Dates: 4, 5, 6, 7


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ઉતરતી શુક્રની દિનદશા તમને ખૂબ મોજશોખ કરાવશે. તેમ છતાં બને તો થોડી કરકસર કરીને નાણાંને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરી લેજો આગળ જતાં ફાયદામાં રહેશો. હાલમાં પ્રેમી પ્રેમીકામાં ખૂબ પ્રેમ વધી જશે. અપોઝિટ સેક્સ તમને ખૂબ માન આપશે. ગામ પર ગામથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 5, 7 છે.

The descending rule of Venus floods you with much entertainment and fun. Try to invest a little money as this will serve you well in the future. Affection between couples will blossom. Members of the opposite gender will show you great respect. You could get some good news from overseas. Pray to Behram Yazad daily.

Lucky Dates: 2, 3, 5, 7

Leave a Reply

*