મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. શુકની કૃપાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. તમારા હાથથી સારા કામ થઈ જશે. તમારા કરેલા કામમાં કોઈ વ્યક્તિ ભુલ નહીં શોધી શકે. જો તમે પ્રેમમાં હશો તો સામેવાળા તરફથી આનંદના સમાચાર આવશે. નાણાકીય મુશ્કેલીમાંથી ધીરે ધીરે બહાર આવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 19, 20, 21 છે.
Lucky Dates: 15, 19, 20, 21
Venus’ rule till 13th April will ensure that your sincere wishes come true. You will end up doing good deeds. No one will be able to find any fault with your work. Those in romantic relationships can expect good news from their partners. Your will rise eventually from any financial difficulties. Pray to Behram Yazad daily.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
હવે તો તમને ચારે બાજુથી સારા સમાચાર મળશે. શુક્રની કૃપાથી તમારા મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. ઓછી મહેનત કરી વધુ ધન કમાઈ શકશો. જૂના રોકાણમાંથી તમારા ફાયદાની રકમ પહેલા લઈ લેજો. બીજાના મદદગાર બની શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Lucky Dates: 16, 17, 18, 19
You will be flooded with good news from all corners. You are advised to speak what’s on your mind to the desired person. A little effort will earn you lots of income. Ensure to withdraw any profits yielded from old investments. You will be helpful to others. Pray to Behram Yazad daily.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી એપ્રિલ સુધી તમારા મનની અંદર ખોટી વાત તથા નેગેટીવ વિચાર ઓછા કરજો. અગત્યના કામ હાલમાં કરતા નહીં. ફેમીલી મેમ્બર સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. ઘરનું વાતવરણ શાંત નહીં રહે. જ્યાં ત્રણ કમાશો ત્યાં 30નો ખર્ચ કરવો પડશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 17, 19, 21 છે.
Lucky Dates: 15, 17, 19, 21
Rahu’s ongoing rule till 3rd April suggests that you should try to reduce any kind of falsities or negative thoughts from your mind. Do not attempt doing any kind of important tasks. Fights with family members over petty issues are predicted. The home atmosphere will not be peaceful. You will end up spending ten times the amount that you earn. Pray the Mah Bokhtar Nyaish daily.
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લા 10 દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમીલી મેમ્બરને જોઈતી ચીજ પહેલા લઈ લેજો. આવકને સંભાળીને ખર્ચ કરજો. ઉતરતી ગુરૂની દિનદશા તમારા હાથથી ધર્મના કામ કરાવશે. ફેમીલી મેમ્બર કે સગાસબંધીઓ સાથેના સંબંધ સુધારી લેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.
Lucky Dates: 17, 18, 19, 20
You have 10 days remaining under Jupiter’s rule. Ensure to prioritize purchasing items wanted by family members. Be careful while spending your income. Jupiter’s descending rule will have you indulging in doing religious tasks. Try to improve relations with family members or those close to you. Pray the Sarosh Yasht daily.
LEO | સિંહ: મ.ટ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મન ધર્મનું કામ કરવા વધુ જશે. બીજાને મદદ કરવામાં કોઈપણ જાતની કસર નહીં રાખો. તમારા ફેમીલીના રીલેશન સુધારવા કોઈ વ્યક્તિનો સાથ મળી જશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. જીવનમાં કોઈ નવી વ્યક્તિ મળવાનો ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 18, 21 છે.
Lucky Dates: 15, 16, 18, 21
The onset of Jupiter’s rule will have you inclined towards doing religious works. You will go all out to help others. You will find help from someone who will help you in improving relations with the family. Sudden inflow of wealth is predicted. Someone new will enter your life. Pray the Sarosh Yasht daily.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે. તમે બધી બાબતમાં નેગેટીવ વિચાર કરતા હશો. ધણી-ધણીયાણીમાં નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. ખોટા ખર્ચાઓથી ત્રાસી જશો. ઉતરતી શનિની દિનદશા તબિયતને બગાડી નાખશે. ખાવા-પીવામાં બેદરકાર રહેતા નહીં. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 17, 20, 21 છે.
Lucky Dates: 15, 17, 20, 21
Saturn’s rule till 23rd March will have you thinking negatively on all fronts. Squabbles between couples over small matters will take place. You will get fed up of unnecessary expenditures. Saturn’s descending rule could take a toll on your health. Be cautious with your diet. Pray the Moti Haptan Yasht daily.
LIBRA | તુલા: ર.ત.
પહેલા ત્રણ દિવસ લેતીદેતીના તથા હીસાબી કામ કરી લેજો. 18મી માર્ચથી શરૂ થતી શનિની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. ખાવા પીવા ઉપર કંટ્રોલ રાખજો. રોજ બરોજના કામમાં મુશ્કેલી આવતી જશે. પહેલા ત્રણ દિવસમાં તમારા લેણાના નાણા લઈ લેવાની કોશિશ કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ સાથે મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 17, 20 છે.
Lucky Dates: 15, 16, 17, 20
You are advised to complete all your pending financial transactions within these 3 days. Try to get back money you have lent within this period. Saturn’s rule, staring 18th March, will rob you of your sleep and appetite. You are advised to keep control over your diet. You could encounter challenges in daily routine work. Pray the Moti Haptan Yasht along with the Meher Nyaish daily.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
બુધની દિનદશા ચાલુ હોવાથી તમે વાણીયા જેવા બની જશો. ધનને બચાવા માટે કોઈપણ જાતની કસર નહીં છોડો. સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. બુધની કૃપાથી મિત્રોનો સાથ સહકાર મળતો રહેશે. રોજના કામકાજ વીજળીવેગે પુરા કરી શકશો સાથે તમારા કામમાં ફાયદો પણ મેળવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 19, 20, 21 છે.
Lucky Dates: 16, 19, 20, 21
Mercury’s rule makes you financially-conscious. You will do your best to try and save money. You will be able to invest your money profitably. You will receive much support from friends. You will be able to complete your daily tasks at lightning speed and also make profits at work. Pray the Meher Nyaish daily.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી મંગળની દિનદશા તમારા મગજને ખુબ તપાવશે. નાની બાબતમાં ગુસ્સો આવશે. ભાઈ-બહેન સાથે ઓછું બોલવાનું રાખજો. પડવા લાગી જવાના બનાવો બનશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. અગત્યના ડીસીઝન 21મી પછી લેજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
Lucky Dates: 15, 16, 17, 18
This is your last week under the rule of Mars. The descending rule of Mars will create havoc for you mentally. You will tend to get angry over small matters. Try to speak less with siblings. You could end up having a fall or getting hurt. You are advised to ride/drive your vehicles with great caution. Take any important decisions only post 21st March. Pray the Tir Yasht daily.
CAPRICORN | મકર: ખ.જ.
23મી માર્ચ સુધી શીતળ ચંદ્રની દિનદશા તમારા મનને ભરપુર શાંતિ આપશે. જે પણ ડીસીઝન લો તેનો ફાયદો લાંબા સમય પછી જોવા મળશે. રોજ બરોજના કામ જલદીથી પુરા કરવામાં સફળ થશો. નાણાકીય લેતીદેતી આ અઠવાડિયામાં પુરી કરી લેજો. તમારા કામમાં ફાયદો થાય તથા મનનો બોજો ઓછો થાય તેવા હાલના ગ્રહો છે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 15, 17, 20, 21 છે.
Lucky Dates: 15, 17, 20, 21
The Moon’s rule till 23rd March bring you a lot of mental peace. The decisions your make today will prove their fruitfulness in the long run. You will be able to do your daily tasks speedily. Try to complete any pending financial transactions in this week. The stars have lined up to ensure profits at work and mental peace. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
23મી એપ્રિલ સુધી ચંદ્ર તમને મુસાફરી કરાવીને રહેશે. ઘરની બહાર રહેવાનું વધારે થશે સાથે તમને નાણાકીય ફાયદો પણ મળશે. હાલમાં ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો આગળ જતાં ફાયદો થશે. મનગમતી વ્યક્તિને મનની વાત પહેલા કહી દેજો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરનું વાતાવરણ આનંદીત રહેશે. દરરોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.
Lucky Dates: 16, 17, 18, 19
The Moon’s rule till 23rd April will ensure to have you traveling in this period. You will spend more time outside you home and end up making profits. Ensure to make investments as these will serve you in the future. You are advised to first speak out your heart to your favourite person. Catering to the wants of family members will further keep the atmosphere joyful. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
6ઠ્ઠી એપ્રિલ સુધી સુર્યની દિનદશા તમને બપોરના સમયમાં ખુબ આળસુ બનાવી દેશે. મગજનો ભાર વધતો જશે. તાવ તથા હાઈ પ્રેશરથી પરેશાન થશો. કોર્ટ-દરબારના કામ હાલમાં કરતા નહીં. વડીલવર્ગની સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. સરકારી કામ હાલમાં કરતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ સાથે 96મુ નામ ‘યા રયોમદં’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 19, 20, 21 છે.
Lucky Dates: 15, 19, 20, 21
The Sun’s rule till 6th April makes you feel very lethargic, especially in the afternoons. Mental pressures will be on the rise. You could suffer from fever or high BP. Avoid doing any court-related or government-related matters. Quarrels with the elderly will happen at the drop of a hat. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, along with praying to Behram Yazad daily.