ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

હું આ શહેરમાં રહું છું પણ આજ શિવાય આ ઘરમાં હું કદી આવ્યો નથી અને જેમ તમે મને અત્રે જોઈને અજબ થયા છો તેમ તમારી મંડળીમાં હું આવી પડયો છું તેથી હું પણ થોડો અચરત થતો નથી પણ સર્વેથી વધારે અચરતી મને જે લાગે છે તે એ કે આ ઘરમાં એક મરદ પણ દિસ્તો નથી. […]

જીવનનું દરેક સુખ તમને મળે!

સરળ અને છતાં સુંદર સંદેશ! ઘાસનું દરેક તણખલું, સૂર્યપ્રકાશનું કિરણ, સમુદ્રનું મોજું, ખડકાળ પર્વત, શાંત પવન, ખળખળ કરતી વહેતી નદી અને પાક દાદર અહુરા મઝદાની સર્જનોની પોતાની આગવી સુંદરતા છે. તેઓ જે સામનો કરે છે તે પ્રદૂષણ, માનવસર્જિત અવરોધો, વસાહતોની ખીણોમાંથી કોતરકામ, તેમના પ્રવાહને નિયંત્રિત કરતા ડેમ, તેમના પર તરતા કચરાના ટાપુઓ, સતત વધતી માનવ […]

મીનો અશીશવંઘ બેરેસાદ

મીનો અશીશવંઘ બાનુ પાક દાદર અહુરા મઝદાની વહાલી પુત્રી છે. ધાર્મિક સાદ્રશ્યની દ્રષ્ટિએ, હિન્દુ દર્શનના સંદર્ભમાં, તે ભગવાન વિષ્ણુના રાજવી પત્ની મા લક્ષ્મીની સાથે સરખામણી કરી શકીએ પરંતુ મીનો અશીશવંઘ બાનુ જે ફકત સંપત્તિના દેવી નથી. મીનો અશીશવંઘ બાનુને પ્રાર્થના કરતી વખતે, આપણે સંપત્તિની માંગણી ન કરવી જોઈએ પરંતુ આપણે ફક્ત આપણી જરૂરિયાતો જણાવવી જોઈએ. […]

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

ઝોબીદા કેટલોક વખત સુધી તે દિવાનખાનાની વચોવચ થોભી રહી કારણ કે પેલા બે કુતરાને માર મારતા તે થાકી ગઈ હતી તેથી તેણીને વિસામો આપવા માટે સુંદર રૂપની સફીયએ તેણીને કહ્યું કે ‘મારી પ્યારી બહેન! તમો તમારી જગ્યા પર આવો કે મારૂં કામ જે કરવું છે તે હું કરૂં.’ ઝોબીદા તેજ વેળા સોફા પર જઈ બેઠી. […]