હું મર્ઝબાન એરચશા વાડીયા (ઉમરગામવાલા) દવિએર પારસી જરથોસ્તી અંજુમનના પ્રેસિડન્ટને નાતે મારો પર્સનલ મત આપું છું.

હું વરસોથી અનાહીતા અને યઝદી દેસાઈને પારસી ઈરાની સમાજ માટે દિલોજાનથી પ્રજાપ્રિય, ધર્મપ્રિય સામાજીક કાર્યો કરતા જોયા છે. અનાહીતા યઝદી દેસાઈએ જ્યારે પણ દવિએર અગિયારીને ફાઈનાન્સીયલી જરૂર પડી ત્યારે 2004થી આજ 2018 સુધી મદદ કરી છે. જે માટે ખરાં જીગરથી આભાર વ્યકત કરૂં છું. 2004થી જ્યાં જ્યાં પારસી ઈરાની ગંભાર થતા હોય, અગિયારીનું વરસની ઉજવણી […]