ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા ટ્રસ્ટ ચેમ્પિયન્સ સસ્ટેનેબિલિટી

ઉદવાડાએ ટકાઉપણું તરફ એક મોટું પગલું ભર્યું કારણ કે ક્લીન એન્ડ ગ્રીન ઉદવાડા ટ્રસ્ટ (સીજીયુ) એ કોનકાસ્ટ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉદારતાથી પ્રાયોજિત રૂા. 6.30 લાખના ત્રણ સોલાર પેનલનું ઉદ્ઘાટન કર્યું, જેમાં કોનકાસ્ટ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના દિન્યાર એદલજીનો ખાસ આભાર માનવામાં આવ્યો જેમના અડગ સમર્થનથી આ દૂરંદેશી પ્રોજેકટને ફળીભૂત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવામાં આવી હતી. […]