આપણું એક દુઆનું ભણતર જે અર્દા ફરોશની આફ્રીનને નામે જાણીતું છે, અને જે મુકતાદનાં તહેવારોમાં સેકડો બલકે હજારો જરથોસ્તી કુટુંબોમાં ભણાય છે. તેના શરૂઆતનાં ભાગમાં અને આપણી બીજી આફ્રીનોમાં, દાદાર અહુરમજદ સાથે, તેની કુદરત સાથે, તેના અમેશાસપંદો સાથે, અશો ફરોહરો સાથે, ઘણાક પૃથ્ક વિચારો સાથે અને વખત અને જગ્યાના ભાગો સાથે મીનોઈ હમાજોર કરવામાં આવે […]