લઘુમતી બાબતોના મંત્રાલય (એમઓએમએ) એ 14મી સપ્ટેમ્બર, 2024 ના રોજ, મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ કેન્દ્ર ખાતે, કીરન રીજીજુ, કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાનની અધ્યક્ષતામાં પારસી સમુદાય સાથે એક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે જ્યોર્જ કુરિયન – એમઓએમએ ના રાજ્ય મંત્રી, કેરસી કે. દાબુ-વાઇસ-ચેરપર્સન, રાષ્ટ્રીય લઘુમતી આયોગ અને અન્ય મહાનુભાવો દ્વારા પણ હાજરી આપવામાં આવી હતી. […]