તેણે તો શાહજાદીને માંદગીને બીછાને મરવા પડેલી જોઈ! આસપાસ તેની સાદીઓ, બાંદીઓ, વિગેરે રડતી બેઠી હતી! હુસેને ભાઈઓને કહ્યું કે ‘અરેરે શાહજાદી તો મરવા પડી છે!’ વારા ફરતી અલીએ તેમજ આહમદે પણ નળીમાં જોયું અને તેમની પણ ખાતરી થઈ કે શાહજાદી મરવા પડી હતી. આવું દુ:ખદાયક દ્રશ્ય જોઈ ત્રણે ભાઈઓ બહુ દિલગીર થયા અને વિચાર […]