વડવાઓનાં નામ પાડવાથી ઉત્પન્ન થતો ભક્તિભાવ આપણા પારસીઓમાં વડીલો અને પૂજ્ય વડવાઓનાં નામ રાખવાનો ચાલ સાધારણ છે અને આજ સુધી તે વડવાઓના નામ રાખ્યા કરવાથી જ નવાં નામોનો પારસીઓમાં ઉમેરો થતો નથી. સર જમશેદજીના ગુજરવા પછી તેવણના પુત્ર શેઠ ખરશેદજીને ત્યાં જે બેટાનો જન્મ થયો તેનું નામ જમશેદજી રાખવામાં આવ્યું, તે કાંઈ જમશેદ પાદશાહ ઉપરથી […]