મહાત્મા કુશે મંદાના રાજ્યના ભટકતા જંગલી તુરાની (સ્કિથ્યિન) ટોળાના પાદશાહ ઈસ્તુવેગૂને હરાવી, કેદ કરી, તેનું પાયતખ્ત એકબેતાના ફત્તેહ કીધું અને બીજા પાંચેક વરસમાં તો તેણે મીડિયા (મદા, માદ)ના તે જમાનાના આખી દુનિયાના સર્વથી બળવાન અને મોટા જરથોસ્તી શહેનશાહને જબરી જંગોમાં જબરા ફટકાઓ લગાવી તે વખતની સર્વથી મોટી મીડિયન શહેનશાહતની આ યાદગાર ફત્તેહથી પારસીઓ પૂરાતન પશ્ર્વિમી […]