તે પહેલા વારસ પછી બીજા ચારે પણ તે કાસલમાં જ જન્મ લઈ લીધા ને તે તોફાની બારકસોથી તે મકાન ગાજીવાજી ઉઠતું. હાલમાં મોટો જાંગુ સત્તરનો, પછીની ડેઝી સોલની, વીકી તેરનો, ફ્રેની અગિયારની અને નાનો રૂસી નવનો હતો. એ સર્વમાં શિરીનનો માનીતો વીકી હતો. પોતાના મમાવા જેવોજ જાહેજ ને તોફાથી હોવાથી તે માતાને એમજ લાગી આવતું […]
Tag: Shirin Story
શિરીન
તે બેટો ત્યારે એ લેકચર સમજવાનાં મુડમાં હતો નહીં કે તેને ફરી ફેરાં આંટી મારવાના શરૂ કરી દીધા. અંતે સવારનું ઝઝકલું થતાં ‘ડરબી કાસલ’નાં તે ભવિષ્યનાં વારસે પોતાનો પહેલો સાદ આ જગતમાં સુનાવી પોતાનો જન્મ લઈ લીધો. કુલ કુદરત ત્યો ખુશાલીથી ખીલી ઉઠી. સુર્ય નારાયણનાં ઝાંખા કિરણો તે કાસલ પર પડી તે નાના જીવને આવકાર […]
શિરીન
‘ચાલ સ્વીટ હાર્ટ, હવે તારે માટે મે એક ગુડ ન્યુસ રાખીછ.’ ‘શું એ ફીલ?’ પોતાનો નિર્દોષ ચહેરો તે ધણી સામે ઉચકતાં તેણીએ ઉલટથી પૂછી લીધું. ‘તારા ભાઈને નેવીમાં નોકરી કરવા ગમતી હતી તે મેં બધો બંદોબસ્ત કરાવી આપી ત્યાં રખાવ્યો છે.’ ‘થેંકસ, થેંકસ ફિલ’ તે જવાનને વધુ જ વહાલથી વળગી પડતાં તેણીએ ખરા જીગરથી બોલી […]
શિરીન
‘શું જી?’ અજાયબી પામતાં તે બાલાએ પૂછી દીધું કે ઝરી જુહાકનાં નેનજ ફરી ગયા. ‘લે તું ને નથી ખબર કે પેલા ધોધ જોવા જવાની કંઈ પાર્ટી ઉભી કીધીછ તે હું તો સમજી કે પરણ્યા પછી હવે સુધરશે, તેને બદલે પાટી ને પાર્ટી ચાલુ જ છે હજી.’ ‘જી, તેની તો હજી વાત ચાલેછ ને..ને..’ પછી શિરીન […]
શિરીન
‘મંમા, ડરબી કાસલ સત્તર રૂમ્ઝ ધરાવેછ તે તમો ભુલીજ ગયાં.’ ‘તો શું થઈ ગયું છોકરા? ને સાથે તારી માયનું ભેજું પણ સાબુત છે. અસલની માયો દોઢ દોઢ ને બે બે ડઝન પોરિયા જણી કહાડતી તેનું કેમ?’ ઝરી જુહાકે પણ રોકડું પરખાવી દીધું કે તે બેટો ગમ્મત પામતો પોતાની વાઈફ સાથ ત્યાંથી વિદાય થઈ ગયો. તે […]
શિરીન
‘ઓ શ્યોર, શ્યોર, આબન, તુંને જ્યારે ગમે ત્યારે યુ આર ઓલવેઝ વેલકમ.’ પોતાની હમશીરને હેતથી જ વળગી પડતા તેણી બોલી પડી. પણ પોતાનાં આટલા સુખો વચ્ચે શિરીન વોર્ડન પોતાના વહાલા પિતાને એક ઘડી ભુલી શકી નહીં. આહ, હમણાં જો તેવણ હૈયાત હતે તો કેટલા બધા ખુશ થતે! તેણી અનેક વાર તે દુખીયારાઓના મંદીરની મુલાકાતે જઈ […]
શિરીન
પહેલીજ તકે ત્યારે તે જવાન પોતાની વહાલી માતા આગળ મળવા મદ્રાસ પુગી ગયો. દીલનાઝ વોર્ડન ઘણે ઘણે વરસે પોતાનાં બચ્ચાંને ફરી મળવાથી ખુશાલીથી છાકટ બની ગઈ. ‘કેરસી, મારા બચ્ચાં, મારા દીકરા, તું કેટલે વરસે કયાંથી પાછો આયો?’ ને જ્યારે તે સર્વ વિગત તે માતાએ એક શોક ખાઈ પોતાનાં દીકરા આગળથી જાણી કે તેણી ઉશ્કેરાઈ જઈ […]
શિરીન
‘તો પછી ફિલ, ખુદ તમારી બેનને તમો નહીં કરી શકો હેપી? ફકત પૈસાને ખાતર બીચારા નહીં પરણી શકતાં ને એક વાત જાણોછ ડાર્લિંગ, જાંગુ દલાલના માયને એટલી રીત જોઈએછ ને તેથી એવણ વાંધો ઉઠાવેછ.’ તે જવાને ખાતાં અટકી જઈ, એક વહાલભરી નજર તે મીઠી છોકરી પર ફેંકી પછી મજાકથી પૂછી લીધું. ‘તું ને હિલ્લાએ મારી […]
શિરીન
એ સાંભતાજ શિરીન વોર્ડનને હૈયે તેણીનો વહાલો પિતા ફરી આવી જવાથી તેણી રડી પડી, કે ફિરોઝ ફ્રેઝરે સધ્યારા દાખલ એક હાથ તેણીનાં ખભાં પર મૂકી દીધો. એમ દીવસો વહેતા ચાલ્યા ને ‘ડરબી કાસલ’ અસલ માફક ફરી સુખ અને શાંતિ વચ્ચે ખડો થયો. શિરીન વોર્ડનનાં નવી શેઠાણી તરીકે આવ્યા પછી તે ભવ્ય મકાનનું વાતાવરણ જ પાછું […]
શિરીન
એક ઘંટી મારી તે જવાને તેના પ્યુન આગળ શિરીનને બોલાવી મંગાવી. થોડીકવારે તે ગરીબ બાલા ઓશકાતી ગભરાતી દાખલ થઈ કે ફિરોઝ ફ્રેઝરે બારણું બંધ કરી તેણીને પોતા પાસ ખુરશી પર બેસાડી પછી ગમગીન સાથ પૂછી લીધું. ‘શિરીન, શિરીન તે કાંય નહીં મને તારા ભઈ વિશે જણાવ્યું?’ ‘પણ..પણ ફિલ, તમોએ તેને પકડાવી આપવાના સોગંદ લીધા હતા.’ […]
શિરીન
‘શું…શું તા..રો ભઈ હ..તો?’ ‘હા ફિલ.’ ઉડ ઉડ થતાં હોથો સાથ થર થર ધ્રુજતી તેણીએ ફરી જવાબ આપ્યો કે તેજ ઘડીએ મોલી કામાએ પોતાનાં રૂમનું બારણું ખોલી તેનું નામ પુકાર્યુ કે તે જવાન પોતાની બેભાન જેવી હાલતમાંથી ફરી સાવધ બની ગયો. તેણે ઝડપમાં બારણું ખોલી શિરીનને એક નરમ હડસેલા સાથ બહાર કાઢી કે મોલી કામાની […]