દાંપત્યજીવનમાં પણ એક પછી એક વર્ષો વીતતાં જાય છે. સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાની ભૂમિકામાં પરોવાતાં જાય છે. પુરુષ વ્યવસાયમાં-કારર્કિદીમાંં અને બહારની દુનિયામાં વ્યસ્ત રહે છે, તો સ્ત્રી એની પારંપરિક ગૃહિણી અને માતાની ભૂમિકામાં-ઘરસંસારમાં ખૂંપી જાય છે. હવે સંતાનો મોટાં થઈ જાય છે. ક્યારેક પરણીને કે અભ્યાસાર્થે બહાર જતાં રહે છે, ઘર ખાલી થઈ જાય […]