જરથોસ્તીઓએ ઈરાનમાં જશ્ન-એ-સાદેહની ઉજવણી કરી

પરંપરાગત મધ્ય-શિયાળામાં પ્રકાશ, આતશ અને ઊર્જાના મહત્વની ઉજવણી કરતો એક તહેવાર જશ્ન-એ-સાદેહ જે હજારો વર્ષોથી પેઢી દર પેઢી ઈરાની જરથોસ્તીઓ દ્વારા ઉજવવામાં આવે છે અને આ વર્ષે પણ 30મી જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ઈરાની જરથોસ્તીઓએ હાજરી આપી હતી. તેહરાન, યઝદ, શિરાઝ અને કેરમાનના જરથોસ્તીઓ વચ્ચે જશ્ન-એ-સાહેદ તહેવાર ઉજવવામાં આવે છે. […]