૨૪મી મે ૧૮૯૭માં જ્યારે મોટલીબાઈ માણેકજી વાડિયા મરણ પામ્યા ત્યારે જરથોસ્તી સમુદાયના ઈતિહાસમાં પહેલીવાર પંચાયતે હેવાલ માટે બેઠક બોલાવી હતી.
૧૮૧૧ની ૩૦મી ઓકટોબરે મોટલીબાઈનો જન્મ થયો હતો. ઓગણીસ બાળકોમાં ફકત તેઓજ જીવંત રહ્યા હતા. એમણે યુવાન વયે તેમના પિતરાઈ માણેકજી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ઉંમરના ૨૬માં વર્ષે જ તે વિધવા બન્યાં હતાં. તેમના બે પુત્રો નવરોજી અને નશરવાનજી માટે તેમણે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. તેઓ એક અલાયદું જીવન જીવી રહ્યાં હતાં. તે ભાગ્યે જ પોતાના નિવાસ સ્થાનને છોડીને જતા હતા.
તેવણનું જીવન એમ જ ચાલ્યા રાખ્યું હોત અગર એમના પિતા મૃત્યુ ન પામ્યા હોત. જ્યારે તે ૩૧ વરસના હતા ત્યારે તેમના પિતા મૃત્યુ પામ્યા અને ઘર સંભાળવાની જિમ્મેદારી તેમના માથા પર આવી ગઈ હતી. મોટલીબાઈએ ફકત પ્રાથમિક શિક્ષણ લીધું હતું પણ કામ કરવાની સૂઝ અને કરકસર તેમના ધંધા માટે ફળદાયી નીવડી હતી. વાડિયા સામ્રાજ્ય વિસ્તરી શકે તે માટે ૧૮૬૩માં એમણે પોતાના બન્ને સંતાનોને યુરોપ મોકલ્યા હતા. ૧૮૬૪-૧૮૬૫ દરમ્યાન જ્યારે શેર-મેનિયાના ઉદ્યોગો તૂટી પડયા હતા ત્યારે ભારે નુકસાન થતા પણ તેમનામા બિઝનેસ કરવાની કુશળતાને લીધે તે ટકી ગયાં હતાં.
તે ઘણાં જ ધાર્મિક મહિલા હતા. તેમના જીવનકાળ દરમિયાન બાજ-રોજગાર અને અન્ય વિવિધ કામગીરી માટે તેમણે નાણા સાચવી રાખ્યા હતા. ઘણી દરેમહેરની જાળવણી માટે એમણે મોટી રકમો આપી હતી, નવસારી ખાતે વડી દરેમહેર અને ફોર્ટ વિસ્તારમાંની એક દરેમહેર, એમના પિતા જહાંગીર નશરવાનજી વાડિયાની યાદમાં બનાવી હતી. ૧૮૯૪માં તેમણે ઉદવાડા આતશ બહેરામનું પુન:બાંધકામ કરાવ્યું હતું અને મકાનના ભાવિ નિભાવ માટે પણ નાણાઓ બાજુએ મૂકી રાખ્યા હતા. ઉદવાડા સ્ટેશનથી ત્રણ માઈલનો રસ્તો બનાવવાના પૈસા તેમણે ગર્વમેન્ટ પાસે જમા કરાવ્યા હતા. બીજી પણ સખાવતો કરી હતી. જેમાં માહિમ ખાતે એક દવાખાનું તથા બાઈ મોટલીબાઈ હોસ્પિટલની સ્થાપના કરી હતી.
તેમણે જે.એન. પીટીટ પારસી બોયઝ અનાથાલયને જમીન અને નાણાકીય રીતે મદદ કરી. સુરતના નાગરિકો જે આગ દ્વારા પીડિત હતા તે લોકોને ઉદારતાપૂર્વક ફાળો આપ્યો તથા પારસી પંચાયત ફંડ માટે પણ ફાળો આપ્યો હતો. તેમણે ઘણા ગરીબ પરિવારોને વેતન ચૂકવી ટેકો આપ્યો હતો.
મોટલીબાઈ પાસે જૂના સિક્કાનો સુંદર સંગ્રહ હતો અને તેમનું સ્વપ્ન હતું કે તે સિકકા રાણી વિકટોરિયાને ભેટ આપવાનો. પણ જીવતાજીવત એ સ્વપ્ન પૂં નહીં થયું અને એમના મૃત્યુ પછી એમના દીકરા નવરોજીએ તે સ્વપ્ન પૂં કર્યુ હતું.
સ્વીકૃતિ: કાવસજી ટોક્ષી, માસ્યાની પુત્રી, ‘હોલ ઓફ ફેમ’ ૭મી વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન કોંગ્રેસ ડિસેમ્બર ૨૮, ૨૦૦૦જાન્યુઆરી ૧, ૨૦૦૧, ફરી છાપવા લેખકની પરવાનગી.
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025