આપણી સંસ્કૃતિઓમાં વરસાદને પ્રસન્ન કરવા અને ચોમાસું સાં બેસે તે માટે અલગ અલગ પરંપરાઓ, રીતો હોય છે.
વરસાદને પ્રસન્ન કરવા પારસી પરંપરા મુજબ નવસારીના પારસી યુવાનો ત્યાંના રહેવાસીઓ પાસે જઈ કાચા ચોખા, દાળ, તેલ, ઘી અને પાણી એકઠું કરે છે. આ બધી સામગ્રી જ્યારે જમા થાય છે ત્યારે તેઓ ગાય છે ‘ઘી ખીચડીનો પૈસો, ડોરિયાનો પિયો, વરસાદજી તો આયેગા, દમરીશેર લાયેગા, દમરી તારી ઓટમાં, ખારા પાણી પેટમાં, ઓટી કે ચોટી, ચાલ રી ચોટી, રેલ આવી મોટી, ઔરાગોકાલ, પાણી મોકલ, વરસાદજીનું પાણી તો, મીઠ્ઠું ને મીઠ્ઠું!’
બધી સામગ્રી જમા થયા પછી તેની સ્વાદિષ્ટ ‘ખીચડી’ બનાવાય છે જે ગરીબો, પક્ષીઓ, જાનવરો અને ત્યાં જેટલા લોકો હાજર હોય તે લોકોને તે ખીચડી પીરસવામાં આવે છે.
આ પરંતરા દર વરસે ‘બહમન મહિનો’ અને ‘બહમન રોજ’ ને દિને ઉજવાય છે અને આ વરસે પણ આ પરંપરા જળવાઈ રહી હતી. મર્ઝબાન ઈ. વાડિયાએ પારસી ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું ‘આ જૂની પરંપરાને જીવંત રાખવા યુવાનોએ જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેનાથી મન પ્રફુલ્લિત થઈ જવા પામ્યું છે.’
- ડીએઆઈની નોલેજિયેટ રૂબી એનિવર્સરી માટે ખાસ પોસ્ટલ કવર બહાર પાડવામાં આવ્યું - 14 December2024
- જીજીના પિતા-પુત્રની જોડીએ રશિયામાં ભારતને ગૌરવ અપાવ્યું - 14 December2024
- ઝેડવાયએ દ્વારા બાવાઝ ડે આઉટનું આયોજન - 14 December2024