મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
૨૫મી જુન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી કોઈબી કામની અંદર મુશ્કેલી નહી આવે. બીજાના મદદગાર બની રહેશો. ચંદ્રની કૃપાથી બે-ત્રણ દિવસની મુસાફરીમાં જવાનો ચાન્સ મળશે. તેનાથી મનની શાંતિ મળી રહેશે. નાણાંકીય બાબતમાં રહેશે. તમારા મનની વાત ઈશારાથી બીજાને સમજાવી શકશો. ચંદ્રની વધુ કૃપા મેળવવા માટે ૧૦૧નામ ભળી લીધા પછી ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧૧, ૧૨, ૧૬ ને ૧૭ છે.
Moon will rule over you till the 25th of June. You wont have any difficulty in any work. You will help others. With the grace of moon, you will get to travel for two –three days which will bring immense mental peace. You will be good financially as well. You will be able to convey you thoughts through actions to someone. To get blessings from moon, pray the 34th name ‘Ya Beshtarna’ after praying 101 names.
Lucky Dates: 11, 12, 16, 17.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને લાંબો સમય ચાલે તેવા ચંદ્રની દિનદશા શ થયેલી છે. તેથી ૨૬મી જુલાઈ સુધી ગામ-પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. રોજના કામ સાથે એક્સ્ટ્રા કામ કરવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. તમારી રોજીમાં બરકત થશે. ચંદ્રની કૃપાથી સારા મિત્ર મળશેે. ધન ખર્ચ કરવામાં કંજુસાઈ કરતા નહીં. હાલમાં ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧૪ થી ૧૭ છે.
For a long while, moon will rule over you. Hence, starting from today till the 26th of July you will get to travel. With your usual work, you might get to do extra work as well, so do not let go off that opportunity. You will be well off financially. With the grace of moon, you will make many friends. Dont be stingy to spend your money. Pray the 34th name ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 14, 15, 16, 17.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
છેલ્લા ૫ દિવસજ શુક્રની દિનદશાના બાકી છે તેથી ઘરવાળાના કામ પૂરા કરી લેજો. બાકી ૧૬મીથી ૨૦ દિવસ સૂર્યની દિનદશા તમારા કામને અટકાવી દેશે. સરકારી કામમાં વધુ મુશ્કેલીમાં આવી જશો. ઉતરતી શુક્રની દિનદશામાં રોજના કામ ઉપર વધુ ધ્યાન આપજો. કોઈને પ્રોમીસ આપશો નહીં આજથી ‘બહેરામ યઝદ’ની આરાધના કર્યા બાદ ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧૧, ૧૨, ૧૪ ને ૧૫ છે.
Last five days are left under the rule of Venus. Finish the work related to family members first. From the 16th to the 20th, Sun will rule over you. All your work will get stalled. You will find problems in government related work. With the descending rule of sun, pay more attention to your usual work. Do not promise anybody. From today, after praying ‘Behram yazad’, pray the 96th name ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 11, 12, 14, 15.
CANCER | કર્ક: ડ.હ.
૧૫મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મનની નેક મુરાદ પુરી થશે. લગ્ન કરવા માટે પસંદગીનો જીવનસાથી મળશે. ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. ફેમિલિ સાથે હોલીડે પર જવાનો પ્રોગ્રામ બનાવજો. નાણાંકીય સ્થિતી સારી રહેશે. અચાનક ધનલાભ મળશે. નવા મિત્રોથી ફાયદો થશે. ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૧૩, ૧૪, ૧૬ ને ૧૭ છે.
Till the 15th of July Venus will rule over you. All your wishes will be granted. There are chances of meeting the desirable person for marriage. You might get a chance to travel. Plan a holiday with your family. You will have financial stability. You might get sudden profits. You will gain benifits from new friends. Pray ‘Behram Yazad’.
Lucky Dates: 13, 14, 16, 17.
LEO | સિંહ: મ.ટ.
સુખ-શાંતિ આપનાર શુક્રની દિનદશા ચાલુ થયેલી છે તેથી ૧૬મી ઓગસ્ટ સુધી દરેક કામની અંદર પાક પરવરદેગારની સહાયતા મળતી રહેશે. ધનની ચિંતા ઓછી થશે. કામમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. નવા મિત્રો મળશે. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. ૧૧, ૧૨, ૧૪ ને ૧૬ છે.
The giver of peace- Venus is ruling over you. You will get divine help in all your work till the 16th of August. Your financial stress will gradually reduce. You might get a promotion in your work. You might make new friends. Pray ‘Behram Yazad’ everyday without fail.
Lucky Dates: 11, 12, 14, 16 .
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
૫મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં સામે પડેલ વસ્તુ તમને દેખાશે નહી. તમારી જીતેલી બાજીને કોઈ બીજા લઈ જશે. જ્યાં કામ કરતા હશો ત્યાં માન નહી રહે. તમારા હાથની નીચે કામ કરનાર તમારી બુરાઈ કરશે. જ્યાં ત્રણનો ખર્ચ કરવા જશો ત્યાં ત્રીસનો ખર્ચ કર્યા પછી પણ સેટીસફેક્શન નહી મળે. આજથી ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૧૩, ૧૪, ૧૫ ને ૧૭ છે.
Rahu will rule over you till the 5th of July. You might not see some things which are right in front of you. Someone else might takeaway certain things that you have won. You won’t get respect where you are working. People who are working under you will crib about you. Even if you spend more than needed, you still won’t feel satisfied. Pray ‘Mahabokhtar Niyaish’ everyday from today.
Lucky Dates: 13, 14, 15, 17.
LIBRA | તુલા: ર.ત.
૨૩મી જુન સુધી ગુ જેવા ધર્મના ગ્રહની દિનદશા ચાલશે. મિત્રો, ફેમીલી મેમ્બરની સહાયતા મળી રહેશે. તમે તમારા બુધ્ધિનો ઉપયોગ કરીને મુશ્કેલ કામો પૂરા કરી શકશો. નાણાંકીય મુશ્કેલી નહી આવે. ઘરવાળાઓની જરત પૂરી કરી શકશો. થોડી ઘણી બચત કરીને ઈન્વેસ્ટ કરવાનું ભુલતા નહી. ગુની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૧૧, ૧૨, ૧૬ ને ૧૭ છે.
Till the 23rd of June Jupiter will rule over you. You will be helped by family and friends. With your intelligence you will be able to complete all difficult tasks. You won’t have any financial problems. You will be able to provide to all the needs of your family members. Try to save a little and don’t forget to invest it. To get more blessings from Jupiter, pray ‘Sarosh Yasht’ everyday.
Lucky Dates: 11, 12, 16, 17.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
તમારી રાશીના માલિક મંગળના પરમ મિત્ર ગુની દિનદશા ચાલુ હોવાથી ૨૩મી જુલાઈ સુધીમાં તમારા થકી ભલાઈનું કામ થઈ જશે. ઘરવાળાઓની અને તમારી તબિયતમાં સુધારો રહેશે. પૈસાને કારણે કોઈબી કામ અટકશે નહી. ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. ગુની કૃપાથી ધર્મના કામો કરવા મળશે. ભુલ્યાવગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૧૧, ૧૩, ૧૪ ને ૧૫ છે.
Jupiter is ruling over you. . Till the 23rd of July you will carry out some noble work. There will be a positive change in your as well as your family’s health. No work will be stalled due to financial crunches. You will get to travel places. With the grace of Jupiter you will get to do religious work. Pray ‘Sarosh Yasht’ without fail.
Lucky Dates: 11, 13, 14, 15.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શનિની દિનદશા ચાલુ છે અને તમે સાડાસાતીમાંથી જઈ રહ્યા છો તેથી તમા મગજ કોઈ પણ રીતે શાંત નહી રહે. દુશ્મનો તમને પરેશાન કરશે. તમે કરેલ કામનું પું વળતર નહી મળે. તમારો ઉપરી વર્ગ માનસિક ત્રાસ આપશે. જો તમો કોઈના પ્રેમમાં હશો તો હાલમાં ૨૫મી જૂન સુધી કોઈ પ્રોમિસ આપતા નહી. હાલમાં ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૧૨, ૧૪, ૧૬ ને ૧૭ છે.
Saturn is ruling over you. You are going throgh a bad phase (Sadasati). You wont be mentally calm. Your enemy will trouble you. You wont get the complete credit for your work. Your superiors will give you mental stress. If you are in love with somebody, do not make any promises till the 25th of June. Pray ‘Moti Haptan Yasht’ everyday without fail.
Lucky Dates: 12, 14, 16, 17.
CAPRICORN | મકર: ખ.જ.
બુધની દિનદશાનું છેલ્લુ અઠવાડિયું બાકી છે. આજથી હીસાબી કામો, લેતી દેતીના કામો પુરા કરી લેજો. નહી તો આવતા અઠવાડીયા પછી તમને તમારા નાણા કે ચીજવસ્તુ લેવા માટે ભાગદોડ કરવી પડશે. ઉતરતી બુધની દીનદશામાં મિત્ર-પાડોશી સાથે સંબંધને સુધારીને રાખજો. નાનામાં નાના કામમાં મુશ્કેલી ભોગવવી પડશે. હાલમાં દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૧૧, ૧૨, ૧૩ ને ૧૫ છે.
Mercury is ruling over you this week. From today finish all your accounts and transactions realted work. Otherwise, from the next week onwards, you will have to run around to get your money and things. With the decreasing rule of Mercury, try to sort out your relations with your friends and neighbours. You will have to undergo troubles in the smallest of jobs. Pray ‘Meher Niyaish’ everyday.
Lucky Dates: 11, 12, 13, 15.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલુ હોવાથી દરેક કામો પ્લાન બનાવીને સારી રીતે કરવામાં માનશો. મનગમતી વ્યક્તિને મનની વાત કહેવામાં કોઈબી બાબત રોકાવી નહી શકે. નાણાંકીય મુશ્કેલીને દૂર કરવા માટે સીધો ઉપાય મળી આવશે. નાના નાના ફાયદા મળતા રહેશે. કામકાજની માટે ગામ-પરગામ જવાનો ચાન્સ મળશે. હાલમાં ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૧૨, ૧૩, ૧૬ ને ૧૭ છે.
With the grace of Mercury, you will be able to carry out things according to your plan. You wont hesitate to speak your mind to your favourite person. You will get a straight forward solution to your financial problems. Whatever little profits you get your way, do not let them go. You will get to travel due to work. Pray ‘Meher Niyaish’ continuously.
Lucky Dates: 12, 13, 16, 17.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
૨૩મી જૂન સુધી મંગળની દિનદશામાં ચાલશે તેથી તમે ખોટી રીતે પરેશાન થયા કરશો. પ્રેશરની બીમારી હશે તો તેનું ચેકઅપ જલદીથી કરી લેજો. જમીન જાયદાદ કે વાહનના કામો હાથમાં લેતા નહી કે તેને લગતી લેતી-દેતી નહી કરતા. ભાઈ-બહેનો તમારો પુરેપુરો ઉપયોગ કરી તમારી સાથે બનાવટ ન કરે તેની સંભાળ લેજો. મંગળને શાંત કરવા માટે ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૧૧, ૧૨, ૧૪, ને ૧૫ છે.
Mars will rule over you till teh 23rd of June. You will be troubled for all the wrong reasons. If you have pressure problems, then get it checked at the earliest. Do not undertake any property, land or vehicle realted work. Your sibling will make the most of you. To pacify ‘mars’ pray ‘Tir Yasht’.
Lucky Dates: 11, 12, 14, 15.