જો તમારો જન્મ જુલાઈની ૧૬મી તારીખે થયો હોય તો…
તમારા જીવનમાં કોઈ પણ વ્યક્તિનો અચાનક મેળાપ થશે અથવા તૂટી જશે. તમને વારસાગત મિલકતનો લાભ નહીં મળે. આત્મવિશ્ર્વાસથી દરેક કાર્યો કરી શકશો. બુધ્ધિપૂર્વક દરેક કાર્યનો નિકાલ લાવશો. તમે લાગણીશીલ
હશો. જીવનની શઆતમાં નાણાકીય સ્થિતિ ખરાબ હશે. બીજાઓને ઉપદેશ આપી શકશો. તમારે કોઈના પર આંધળો વિશ્ર્વાસ મૂકવો નહીં. વાંચ્યા વગર કે સમજ્યા વગર સહીસિક્કા કરવા નહીં, પૈસાની લેવડદેવડ સમજીને કરવી, નહીં તો પસ્તાવાનો સમય આવે. તમને પ્રવાસનો શોખ હશે. તમે સાં ભાષણ આપી શકશો. નવા ક્ષેત્રમાં કે નવી જગ્યાએ તમે વર્ચસ્વ જમાવી શકશો. તમારાં લગ્ન ૨૫થી ૩૪ વર્ષની વચ્ચે થશે, જે લગ્નજીવનની મીઠાશ જાળવી રાખશે. શારીરિક પ્રકૃતિ નબળી રહેશે, પરંતુ જો તમે નિષ્ઠાથી કાર્ય કરવાની ધગશ રાખશો તો એમાં જરથી સફળ થશો. બીજા કરતાં અલગ પ્રકારની માંદગી આવશે, ખાસ કરીને કમળો, ઈન્ફલુએન્ઝા, પાંસળીનો દુખાવો વગેરેથી તકલીફ થશે.
શુભ રંગ: પીળો, શુભ નંગ: પોખરાજ, આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૭, ૧૧, ૧૬, ૨૩, ૨૫, ૩૨, ૩૪, ૪૧, ૪૩, ૪૮, ૫૨, ૫૬, ૬૧, ૭૦.
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024