જીવતી જિંદગી દરમ્યાન શરીરમાં ચાલતું મનનું રાજ્ય

ઈન્સાનના જડ તેમજ સુક્ષ્મ તનનાં બંધારણમાં ‘ગવ’ અને ‘વોહુન’ એવાં બે તત્વો છે. ઉરવાનમાં જે ઉંચ નૂરી તત્વ પડેલું છે, તે જીવીને પોતિકા ઉતરતા ભાગને પોતાના જેવોજ ઉંચ નૂરી બનાવવા માંગે છે, તેને ‘ગવ’ કહે છે. ઉરવાનની સાથે જે ‘હોવીયત’ અંધકારી સરશોક-અહૂ તરફનું ભાન ભુલાવી દેનારો દએવ ગવની સાથે રહેલો છે, તે જ્યારે ઘટ ‚પ પકડીને નીસ્તી-ગેતીમાં શરીર ‚પે દેખાવ દે છે, ત્યારે તેને ‘વોહુન’ કહે છે. આ બન્ને તત્વોમાંથી તેઓ દરેકનાં દોરો નીકળે છે, જેઓ અંતકરશનાં દશમાં ચખ્રમાં એકમેકને મળી જઈને ‘મન’ નામની ચીજને ઉભી કરે છે. ત્યારે આ મનની ગતિ હમેશાં બે પ્રકારની હોય છે. તે ભલીગોસ્પંદી હોય તેમજ બૂરી ખ્રફસ્ત્રી પણ હોય. આપણો દરેકનો આ તો જાતિ અનુભવ છે કે કોઈક વખત આપણને ઘણા જ ઉમદા નેક અને ભલા વિચારો આવે છે, જ્યારે બીજી વખત નહિ ધારેલા બૂરા નુકસાનકારક વિચારો મનની અંદર આવે છે. આનું કારણ મનની અંદર થતા ગવ અને વોહુનના દોરોનું છે.

આપણા જેવા સાધારણ ઈન્સાનનાં તનમાં ‚વાન પોતે તો ઘણું ઘણું બચપણના પહેલા ૧૬ મહિના લગીથી તે ૪૮ મહિના લગી સચેત રહી શકે, પણ પાંચમા સાલથી આ ખાકી અનાસરી શરીરની ‘સમીયત’ (ઝેરી ખસ્તલ) વધયે, ‚વાનના હોશ ઉપર ‘બંદ-દરોશ’ની બેડી પડે છે, જેથી શરીરનાં રાજ્યનો કારોબાર ‚વાન મનને સોંપી તેને પ્રેસિહન્ટ નેમે છે અને તેને તાકીદ કરે છે કે ‘તારે વહીવટ કરતી વખતે કેબિનેટનાં બન્ને સાઈડનાં સભાસદોનું (ગવને લગતાં ગોસ્પંદી તત્વોનું તેમજ વોહુનને લગતાં ખ્રફસ્ત્રી તત્વોનું) મત લઈ પછી બેઓદાંગની પાસેથી તે માટેની બહાલી મેળવીને જ જિંદગીમાં વર્તવું. આવી સલાહ આપી ‚વાન પોતે ગફલતીની નિંદમાં પડે છે અને મન બધો વહીવટ કરે છે. બુરામાં બુરાં માણસને વટીક કંઈબી ખોટું કામ કરતાં અંતકરણમાં જે ડંખ થાય છે, તે મનની આવી કુદરતી બનાવટને લીધે છે. માટે આપણે ઈન્સાનોએ આ અંત:કરણના ડંખને સમજતા થઈને ખોટાં કામો કરવાથી જિંદગી દરમ્યાન બાઝ રહેવું જોઈએ. જો તેમ કરવામાં આવે નહીં અને મન વોહુનને લગતા ખ્રફસ્ત્રી સભાસદોની સલાહ અનુસાર જ વર્તયા કરે ગવને લગતા ગોસ્પંદી સભાસદોની સલાહ માન્ય ન રાખે, તો પછી તેઓ પોતાનું મત આપતા બંધ પડે છે, અને મન ઈન્સાનને બુરાઈ તરફ જ સદા દોરવ્યા કરે છે. આવી કંઈક વિગત મનને લગતી છે.

Leave a Reply

*