‘ચાલોને હવે આપણે અમરિકા જઈએ ‘શાહ સાહેબના પત્ની દિવ્યાબહેને પતિ સામે જોઈને માગણી મૂકી. તમે તો કહેતા હતા કે રિટાયરમેન્ટ પછી આપણે અમેરિકા બહેનના ઘરે જ રહીશું. ‘જઈશું’ શાહ સાહેબે પત્નીની માગણીને સ્મિતના થાળમાં મૂકીને પાછી વાળી, ‘પણ સમય આવે ત્યારે સમય તો આવી ગયો. દિવ્યાએ કહ્યું તમે રિટાયર્ડ થયા અને બે વરસ વીતી પણ ગયા હવે કયાં સમયની રાહ જુઓ છો? સાં બસ? શાહસાહેબે કહ્યું આપણે આજે રાત્રે બહેનને ઈલિનોઈસ ફોન કરીશું અને એ પછી જવાું ગોઠવી દઈશું. ‘હવે બરાબર દિવ્યાએ હસીને કહ્યું. એમ એકલુ બરાબર કહેવાથી શો દિવસ વળે? શાહ સાહેબના દિલના એક ખૂણામાં જુવાનીનો સળવળાટ જાગ્યો, નાસ્તાની સરસ પ્લેટ સાથે ગોઠવાયેલું ‘બરાબર’ જ મને તો બરાબર લાગે!
‘ઓહોહો…’ દિવ્યાબહેને હસીને કહ્યું, ‘તમારો આ નાસ્તાનો શોખ કોણ જાણે કયારે ઓછો થશે?’ ઘણા શોખ એવા હોય છે જે જિંદગીભર ઓછા થતા નથી. શાહસાહેબે મર્મમાં હસીને કહ્યું અને મારી જેમ જ તને પણ નાસ્તાનો કયાં ઓછો શોખ છે? ચાલ જલ્દી કંઈક બનાવી નાખ એટલે જલ્દી સાંજ પડે ને જલ્દી રાત પડે ને જલ્દી ઈલિનોઈસ ફોન થાય! ઝાઝી દલીલ કર્યા વિના દિવ્યાબહેન રસોઈમાં ગયા અને અડધોઅડધ કલાકમાં તો એ નાસ્તાની બે પ્લેટો સાથે ડાઈનિંગ ટેબલ પર હાજર થઈ ગયા. ‘મારે આ ઉંમરે આ બધું કરવું પડે છે. એ કેવું કહેવાય? દિવ્યાબહેને નાસ્તો કરતાં કરતાં પતિને કહ્યું, આપણે એકાદ દીકરો કે દીકરી હોત તો કેવું સાં થાત? જે નથી એનો અફસોસ કરીને દુ:ખી થવા કરતાં, શાહસાહેબે પત્ની સામે જોઈને કહ્યું ‘જે છે એને માણવાથી વધારે આનંદ મળે છે. આપણને સંતાન નથી તો શું થયું? એકની એક બહેન તો છે ને અમેરિકામાં? બસ, બીજું શું જોઈએ.
સાં સાં દિવ્યાબહેને પતિને યાદ કરાવ્યું, જલ્દી નાસ્તો કરીને તમે બહાર માર્કેટમાંથી શાકભાજી લઈ આવો. ત્યાં સુધીમાં હું સાંજની રસોઈની તૈયારી કં છું. જમીને પાછું રાત્રે ઈલિનોઈસ ફોન કરવાનો છે. નવરંગપુરાના એમના ફલેટમાંથી બહાર નીકળીને પ્રો. શાહ બહારની ગલીમાં આવ્યા. એમને લાગ્યું કે હવે ચાલમાં ગતિ ઓછી થઈ ગઈ છે. ઝડપથી ચાલતા બીક લાગે છે! એમને લાગ્યું કે એમજી સાયન્સ કોલેજમાં કેમિસ્ટ્રી હમણાં સુધી ભણાવી એ વખતે તો ચાલમાં ઝડપ હતી. ઉમંગ પણ હતો અને બે વરસમાં તો જાણે એ બધું કેમ ઝંખવાઈ ગયું હશે? હશે એમણે પગની સાથે જ મનને પક્ષ બીજી ગલીમાં વાળ્યું. ઉંમર થાય એટલે આવું બધું પણ થાય. શાકભાજી લાવીને એ સોફા પર બેઠા અને રેડિયો ચાલુ કર્યો. જૂની ફિલ્મોનાં ગીતોની મસ્તીમાં એ એવા તો ખોવાઈ ગયા કે રસોઈ તૈયાર થઈ ત્યારે દિવ્યાબહેનના હાથમાં જાદુ હતો કે કેમ, પણ એમની રસોઈ એકવાર ચાખે એક દી એને ભૂલી ન શકે એ મૂળ સુરતના હતા એટલે પણ આમ હોય! અને રસોઈની સાથે જાતજાતના નાસ્તાની કલાનો કરિયાવર પણ એ સુરતથી સાથે જ લાવેલા! ખાંડવી, પાતરા, મઠિયા, બટેટાપૌઆ, સમોસા…એક પણ નાસ્તો એવો નહીં હોય જે એમને સરસ રીતે બનાવતા ન આવડતો હોય અને કેટલાક નાસ્તા તો એ એવા બનાવતા કે પંદર-વીસ દિવસ સુધી એ ખરાબ ન થાય!
હવે પાછા કયાં ખોવાઈ ગયા? જમતાં જમતાં દિવ્યાબહેને એમને ઢંઢોળવા પડયા. જલ્દી જમવાનું પતાવી દો. પછી બહાર થોડું ફરી આવીએ, પછી અમેરિકા ફોન લગાવીએ.
શાહસાહેબ ફિલ્મી ગીતોની સરવાણીમાંથી વાસ્તવના વહેણમાં આવી ગયા! જમ્યા પછી બન્ને નવરંગપૂરામાં થોડે દૂર સુધી ફરી આવ્યા પછી લગભગ ડયૂટી જ ચાલતી હોય એટલે બહેને ફોન ઉપાડયો થોડીઘણી વાતો કર્યા પછી દિવ્યાબહેને ફોન હાથમાં લીધો અને નણંદને પોતાના અમેરિકા આવવાની ઈચ્છા વિશે કહ્યું. ‘આવી જાવ’ શાહસાહેબના બહેને કહ્યું, ‘ભાભી મને મા બાપ નથી એટલે તમે ને ભાઈ તો મારા મા-બાપના ઠેકાણે જ છો. તમને ઈચ્છા પડે ત્યારે આવી જાવ.’ ‘નકકી કરીને હું ફોન કં છું’, કહીને દિવ્યાબહેને ફોન મૂકી દીધો. એ પછી બન્નેએ કયારે અમેરિકા જઈ શકાય એ વિચાર્યુ. આમ તો એ બન્ને બે ત્રણ વખત અમેરિકા બહેનના ઘેર જઈ આવેલા એટલે અજાણ્યું લાગવાનો કોઈ સવાલ જ ઉઠતો નહોતો. અહીં ફલેટ બંધ કરીને જરી કપડાં ને સામાન સાથે લઈને નીકળી જવાનું બીજું શું?
(વધુ આવતા અંકે)
- એક ટૂંકી વાર્તા - 21 December2024
- હસો મારી સાથે - 21 December2024
- વૃધ્ધાવસ્થાનો સાચો આધાર!! - 21 December2024