મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લું અઠવાડીયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી તમારા મગજ ઉપર કંટ્રોલ ગુમાવતા વાર નહીં લાગે. નાની વાતમાં ઈરીટેટ થઈ જશો. ઉતરતી મંગળની દિનદશા ભાઈ-બહેનો કે મિત્રો વચ્ચે મતભેદ પાડી દેશે. તમારા વાંક-ગુના વગર તે લોકો તમારાથી નારાજ થઈ જશે. નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. વાહન સંભાળીને ચલાવવું. મંગળને શાંત કરવા માટે હાલમાં ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૧૮ થી ૨૧ છે.
Last week under the rule of Mars. Control your temper. You will get irritated in the smallest of things. The descending rule of mars will cause to fights within cousins and friends. There will be financial crisis. Drive carefully. To pacify Mars, pray ‘Tir Yasht’.
Lucky Dates: 18, 19, 20, 21.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
છેલ્લા ૧૧ દિવસજ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમિલીના પ્રોબ્લેમ કે ડીમાન્ડને પહેલા પૂરા કરજો. દરેક કામ જલ્દીથી પૂરા કરી લેજો. બચત કરી સારી જગ્યાએ ઈન્વેસ્ટ કરજો. બે-ત્રણ દિવસ માટે ગામ-પરગામ જવાનો પ્લાન બનાવી શકશો. ચંદ્રની કૃપાથી મનને મજબુત બનાવી શકશો. ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો. શુકનવંતી તા.
શુકનવંતી તા. ૧૬, ૧૭, ૨૦ ને ૨૨ છે.
Last eleven days left under the rule of moon. Fulfill the demands and needs of your family members first. Finish all your work quickly. Save and then invest wisely. You will be able to plan for a two-three day outing. With the grace of moon you will be able to strengthen your mind. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 16, 17, 20, 22.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
૨૬મી ઓગસ્ટ સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી કામકાજ માટે ઘરની બહાર જવા-આવવાના ચાન્સ વધી જશે. નાણાંકીય સ્થિતિ સારી રહેશે. તમારા માથા ઉપર કરજ હશે તો હાલમાં ઓછું કરી શકશો. તબીયતમાં સુધારો થશે. નવા કામકાજની શોધમાં સફળતા મેળવશો. નારાજ થયેલી વ્યક્તિને મનાવી લેશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ૩૪મું નામ ‘યા બેસ્તરના’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧૬, ૧૮, ૧૯ ને ૨૧ છે.
Moon will rule over you till the 26th of August. You will have to step out of your home to complete your work more often. Your financial conditions will be stable. If you are under debt, then it’s a good time to reduce your debts. You will have good health. You will find success, if in search of a job. You will be able to win back your friends who you might have fought with. You might make new friends. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 16, 18, 19, 21.
CANCER | કર્ક: ડ.હ.
સૂર્યની દિનદશા ચાલુ હોવાથી માથાનો દુ:ખાવો આવી શકે છે. સામે પડેલી વસ્તુ તમને દેખાશે નહીં. સરકારી કામ કરતા નહીં. કોર્ટ-દરબારના કામથી દૂર રહેજો. વડીલવર્ગની તબિયતની ચિંતા રહેશે. મનગમતી વ્યક્તિ તમને માન નહી આપે. અંગત વ્યક્તિ તમારી સાથે દગો કરી જશે. દરરોજ ભુલ્યા વગર ૯૬મું નામ ‘યા રયોમંદ’ ૧૦૧ વાર ભણજો.
શુકનવંતી તા. ૧૭, ૧૮, ૨૦ ને ૨૨ છે.
Sun is ruling over you and hence you might experience headaches. You wont be able to see things right in front of you. Do not indulge in government or legal work. You will be worried about the health of your elders. Your favourite person will not respect you and might ditch you. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times everyday without fail.
Lucky Dates: 17, 18, 20, 22.
LEO | સિંહ: મ.ટ.
વૈભવ અને સુખ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ વધી જશે. ઓપોઝિટ સેક્સનું એટ્રેક્શન રહેશે. નાણાંકીય બાબતમાં તમે ધારશો તેના કરતા વધુ ખર્ચ થશે. ગામ-પરગામ જવાથી તમને આનંદ મળશે. તમે તમારા કામમાં બીજાની મદદ લેવા માનશો નહીં. ધનની કમી નહીં આવે. રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૧૬, ૧૯, ૨૦ ને ૨૧ છે.
The giver of victory and happiness, Venus is ruling over you and hence, your enjoyments will increase. You will be attracted towards the opposite gender. You will end up spending much more than what you imagined. You will be happy to travel. You will not take help from other people for your work. There will be no financial crunch. Pray, ‘Behram Yazad’ everyday.
Lucky Dates: 16, 19, 20, 21.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમે તમારી રાશિના માલિક બુધના પરમમિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. તમારા હાથથી બીજાની ભલાઈનું કામ થશે. જો કોઈ વ્યક્તિ તમારાથી નારાજ થઈ હશે તો આ અઠવાડિયામાં મનાવી લેશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. શુક્રની કૃપાથી ઘરનું વાતાવરણ સાં રહેશે. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. ૧૭, ૧૮, ૨૧ ને ૨૨ છે.
Venus is ruling over you. You will get a chance to travel. You will do good to others. If somebody has been upset it you, you will be able to make up with him this week. There are chances of attaining sudden profits. With the grace of Venus, home atmosphere will be healthy. Pray ‘Behram Yazad’ everyday without fail.
Lucky Dates: 17, 18, 21, 22.
LIBRA | તુલા: ર.ત.
૬ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારી નાની ભૂલ બીજાને પહાડ જેવી લાગશે. રાહુને કારણે શેરબજારમાં રોકાણ કરવાની ભૂલ કરતા નહી. ખાવાપીવા ઉપર ધ્યાન આપજો. હાલમાં ગયેલા પૈસા પાછા મેળવવા માટે નાકે દમ આવી જશે. રાહુનું નિવારણ કરવા માટે ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. ૧૬, ૧૭, ૨૦ ને ૨૧ છે.
Rahu will rule over you till the 6th of August. Your smallest mistakes might come across as big ones to others. Do not invest in share market. Pay attention to your eating habits. You will be troubled to get back your wealth. To pacify Rahu, pray ‘Mahabokhtar Niyaesh’ without fail.
Lucky Dates: 16, 17, 20, 21..
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ગુ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ભલાઈનું કામ થઈ જશે. તમારા કામ વીજળીવેગે પૂરા કરી લેશો. નાણાંકીય બાબતમાં ફાયદો થવાના ચાન્સ છે. જ્યાં ખર્ચ કરવાનો હશો ત્યાં ખર્ચ કરી લેજો. ગુની કૃપા મેળવવા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહી.
શુકનવંતી તા. ૧૮, ૧૯, ૨૧ ને ૨૨ છે.
Jupiter is ruling over you. You will do good things for others. You will be able to complete your work at lightning speed. You might get a chance to reap financial profits. You will spend where you have to. To get blessings from Jupiter pray ‘ Sarosh Yasht’ everyday without fail.
Lucky Dates: 18, 19, 21, 22.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
ગુની દિનદશા ચાલુ હોવાથી પહેલા ૫ દિવસજ સંભાળજો. છેલ્લા ત્રણ દિવસમાં રાહત મળી રહેશે. જે કામમાં અટવાયેલા છો તેમાંથી થોડા સમય બાદ પૈસા આવવાના ચાન્સ છે. ૨૪મી તારીખ સુધી અગત્યના કામ અને આપેલા પ્રોમિસો પૂરા કરી શકશો. ઘરવાળા સાથે મતભેદો ઓછા પડશે. ગુની વધુ કૃપા મેળવવા માટે હાલમાં ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. ૧૬, ૨૦, ૨૧ ને ૨૨ છે.
Jupiter is ruling over you, so be careful for the first five days. You will be relieved in the last three days. You will begin to get money in tasks that have been stuck since a while. Till the 24th you will be able to complete important jobs and fulfill promises. There will be fewer differences in opinion amongst family members. Pray ‘Sarosh Yasht’ everyday without fail.
Lucky Dates: 16, 20, 21, 22.
CAPRICORN | મકર: ખ.જ.
૨૬મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા બુધ્ધિબળને વાપરીને અઘરા કામ સહેલા કરી શકશો. રોજના કામ સારી રીતે કરી શકશો. તમે નવી ચીજવસ્તુ લેતા નહીં. ઘરમાં ધણી-ધણીયાણીમાં પ્રેમની ભાવના વધી રહેશે. શનિને શાંત કરવા માટે દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.
શુકનવંતી તા. ૧૬, ૧૭, ૨૦ ને ૨૨ છે.
Saturn will rule over you till the 26th of July. Use your strength and wisdom to complete unfinished task. You will do your routine work well. Do not buy anything new. There will be increased love between spouses. To pacify Saturn, pray ‘Moti Haptan Yasht’ without fail.
Lucky Dates: 16, 17, 20, 22.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. કોર્ટ-સરકારી કામમાં જીત મેળવશો. તમને જે ફાયદો થાય તેમાંથી રોકાણ કરી લેજો. સગાઓ કે મિત્રો તરફથી સારા સમાચાર મળશે. નાણાંકીય મુશ્કેલી નહીં આવે. બુધની કૃપા મેળવવા માટે હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. ૧૬, ૧૭, ૧૯ ને ૨૨ છે.
Mercury is ruling over you and hence you will get a chance to travel. You will taste victory in legal and government related work. Save the profits that you earn. You will get to hear good news from friends and relatives. You won’t experience financial crisis. To get blessings from Mercury, pray ‘ Meher Niyaesh’.
Lucky Dates: 16, 17, 19, 22.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
બુધની દિનદશા ચાલુ હોવાથી અગત્યના કામ ભુલી જશો. ઘરમાં કામ કરનારની ખોટી તકરાર થઈ જાય નહી તેની દરકાર લેજો. ભાઈ બહેનની સાથે મતભેદ પડી જશે. મનને શાંત રાખીને આગળ વધશો તો અઠવાડીયું નીકળી જશે. હાલમાં દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણવાનું ભુલતા નહી.
શુકનવંતી તા. ૧૬ થી ૧૯ છે.
Mercury is ruling over you and hence, you might forget to complete your important work. Avoid unnecessary arguments with house-helps. There might be arguments amongst siblings. Keep calm so as to pass the week with ease. Pray, ‘Meher Niyaesh’ everyday without fail.
Lucky Dates: 16, 17, 18, 19.
- Your Moonsign Janam Rashi This Week –
21 December 2024 – 27 December 2024 - 21 December2024 - Your Moonsign Janam Rashi This Week –
14 December 2024 – 20 December 2024 - 14 December2024 - Your Moonsign Janam Rashi This Week –
07 December 2024 – 13 December 2024 - 7 December2024