સામગ્રી: ૨ નંગ શિમલા મરચાં, ૩ ટેબલ સ્પૂન ચણાનો લોટ, ૧ નંગ લાંબો કાપેલો કાંદો, ૪ નંગ લસણની કળી, ૧ નંગ લીલું મરચું, અડધી ટી સ્પૂન હળદર, ૧ ટી સ્પૂન ધાણાજી પાઉડર, ૧ ટી સ્પૂન લાલ મરચું પાઉડર, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જી, ચપટી હિંગ, જર મુજબ મીઠો લીમડો.
બનાવવાની રીત: ચણાના લોટને શેકીને અલગ રાખવો. શિમલા મરચાંને ચોરસ કાપી લેવા. એક કડાઈમાં તેલ ગરમ કરવું. તેમાં રાઈ, જીરું, હિંગ નાંખીને લાંબા કાપેલા કાંદા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળવા. સિમલા મરચાં નાંખીને આંચ મોટી કરીને પકાવવું. તેમાં ધાણાજીં પાઉડર, લાલ મરચું અને શેકેલો ચણાનો લોટ ભેળવીને થોડા સમય સુધી શેકવું. રોટી કે પરાઠા સાથે ગરમાગરમ પીરસવું
Latest posts by PT Reporter (see all)
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025