‘પણ…પણ ફિલ, તેમાં મારા ભાઈનો શું વાંક?’
‘વેલ, હંમેશ એકની શિક્ષા બીજાને ખમવી પડતી હોવાથી, હું મારા પૈસાનાં જોરે તથા લાગવગથી જર જ એને પકડાવી આપી જેલમાં ધકેલી આપીશ તોજ રહીશ.’
તે ગરીબ બાળા ડચકાંઓ ખાઈ રહી. તેણીનું કોમળ જિગર જ જાણે ભાંગીને ભૂકો થઈ જતાં માલમ પડયું.
હાલમાં તેણીનો વહાલો ભાઈ તેણીને હૈયે આવી ગયો. બચપણનાં તે સુખી દિવસોમાં કંઈબી મસ્તી તોફાન તે ભાઈ કરી આવતો, ને પછીથી તે સર્વ વિગત પોતાની મીઠી હમશીરને તે રમૂજ પામી જણાવી દેતો.
તે બન્ને બહેનોમાં તેની માનીતી મીઠી શિરીન જ હતી. ઘરમાં કોઈકવાર કંઈરમત કરતાં નુકસાન થથું તો તે સ્વભોગી શિરીન જ હમેશ પોતાને માથે લઈ લેતી.
ને અફસોસ, કે આજે તેણીને જ ખાતર ફિરોઝ ફ્રેઝરે તેના વ્હાલા ભાઈ પર કાતિલ કીનો લેવા તે સોગંદ લઈ લીધા કે શિરીન વોર્ડન પણ વળતામાં પોતાના જીવના ભોગે તેને બચાવવા પોતે પણ તે કસમ ખાઈ રહી.
ત્યારે એ બન્નેમાં કોરની ફત્તેહ થનાર હતી?
ક્રિસમસની ધમાલ પણ આવી પૂગી કે ‘ડરબી કાસલ’ને ચાઈનીઝ ડેકોરેશન તથા રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો હતો.
ફરી એ ખોટા ખરચા સામે ઝરી જુહાકનો ભેજાનો ચિલ્લો ચઢી જતાં માલમ પડયો, ને છછણીને તેઓ બોલી પડયા.
‘ક્રિસમસ તે કંઈ આપણા બાપની છે કે પોર્યાએ વગર ફોકટનો ખર્ચો કરી નાખી મૂઆ દીવાલ પર ફુમતાંઓ લટકાવી બત્તીઓ ટાંગી દીધી. વખત જાયછ તેમાં પોર્યો જરજ લાહ લઈ બેસવાનો.’
ને તે આખો દિવસ જ ધમાલ વચ્ચે પસાર થઈ ગયો. સવારથી જ તે બન્ને બહેનોએ ગરીબ શિરીનને ધાંધલ કરી ગભરાવી નાખી.
‘શિરીન, આજે મારી બ્લુ નાયલોન સીકવન્સની સાડી ને તેની સાથનું બ્લાઉઝ પેટીકોટ અસતરી કરી બુટ કાઢી રાખજે, કારણ આજે રાતે મને સેનચરી કલબનાં ડીનર ડાન્સમાં પહેરવા જોઈશે.’
મોટી દિલ્લાએ ઉલટથી જણાવી નાખ્યું કે નાની હિલ્લાએ ચાલુ કીધું.
‘શિરીન, મારી રેડ નાયલોન સાડીનો સેટ કહાડજે ને મારા બાલ તારા હાથે જ સેટ કરી ઉપર ગોલ્ડ સીકવન્સ છૂટાં છૂટાં નાખી દેજે.’
ખરી મૂંઝવણ તો તે બન્ને બહેનોને તૈયાર કરતાં શિરીન વોર્ડનને થઈ આવી. અંતે કયાં કપડાં પહેરવા તે તેઓ નકકી કરી શકયાંજ નહીં કે સાડીઓના ઢગ પલંગ પર આવી પડયા.
‘હિલ્લા, મને લાગેછ કે બ્લુ કોઈ દિવસ મને સૂટ થતોજ નથી, ખંની?’
‘હા ને મને રેડબી નથી જ થતો, પણ ફેશનમાં હોવાથી ન છુટકે પહેરવો પડેછ. શિરીન, તાં શું ઓપિનિયન છે?’
‘જી હું કેમ કહી શકું?’
‘તો પછી તને રાખીજ શું કરવા?’
દિલ્લાએ ચચવઈને જણાવી દીધું કે તે નાની બેન શિરીનની તરફેણ ખેંચતા બોલી પડી.
‘પણ હવે એ બિચારી શું જાણે કે તારા જાંગુનો કયો ફેવરીટ શેડ છે તે.’
‘ઓ હિલ્લા, શટ અપ ને હું શિરીનને મારી સાથ મને તૈયાર કરવા લઈ જાઉં છું.’ ગુલાબી થતા ગાલો સાથે વડી બેન શિરીનને ઘસડીને પોતાનાં મ પર લઈ જઈ અફસોસથી બોલી રહી.
‘શિરીન હું કેવું ઈચ્છું જ કે હું તારા જેવી ખુબસુરતી ધરાવી શકી હતે તો આજે મને કપડાંની મુંઝવણ રહેતે જ નહીં. એક મરદને આકર્ષવા સુંદરતાની જર પડે છે.’
‘પણ…પણ… તે છતાં…’
પછીથી શિરીન બોલતા અટકી ગઈ કે દિલ્લાએ કંટાળીને કહી સંભળાવ્યું. ‘તું ખુલાસાથી મન મૂકીને વાત કર શિરીન, કારણ તારાં હાજીને નહીજીથી કોઈવાર માં ઘણું પાકી આવે છે. હમણાં તું શું બોલવા જતી હતી?
એટલું જ કે તમો મારા જેવું બું નસીબ નથી લાવ્યા તો બસ છે.’
‘પણ તે છતાં પૈસો કંઈ દરેકને સુખ આપી શકતો નથી શિરીન, હું કેવું ઈચ્છું જ કે હું જાંગુને મેળવી શકતી હતે.’
‘કોણ…કોણ જાંગુ?’
‘જાંગુ દલાલ.’ એ નામ સાંભળી શિરીન વોર્ડને ચમકીને ઉપર જોયું.
‘હું જાંગુ દલાલને સારી રીતે ઓળખુંછ પણ…’ ‘ઓ ખુદા, વરી તાં પાછું પણ આયું કે? તુંને ધસીને જલ્દી જલ્દી બોલી દેતાં શું થાએછ?
‘હું એમ કહેવા જતી હતી કે એવણ તો પૈસાનાં પુજારી છે.’
(ક્રમશ)
- ગણતંત્ર દિવસ - 25 January2025
- 70 વર્ષની ઉંમરેમેહેરનોશ બામજીએ સફળતા મેળવી! - 25 January2025
- ડો. ફરોખ જે. માસ્ટરનું બીજા આંતરરાષ્ટ્રીયઓન્કોલોજી કોંગ્રેસમાં સન્માન કરવામાં આવ્યું - 25 January2025