મેડમ ભિખાઈજી ર‚સ્તમ કામા

ભિખાઈજી ‚રસ્તમ કામા યુરોપમાંના એક અસાધારણ ભારતીય ક્રાંતિકારીઓમાંનાં એક હતાં, જેમને ભારતીય રાષ્ટ્રવાદનાં મુખ્ય યાજક તરીકે ઓળખવામાં આવતાં હતાં  જોઆન ઓફ આર્ક સાથે તેમની તસવીર ફ્રેન્ચ અખબારોમાં છપાઈ હતી. ભિખાઈજીએ એલેક્ઝાન્ડ્રા નેટિવ ગર્લ્સ ઈંગ્લિશ ઈન્સ્ટિટ્યૂશન ખાતે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. જાણીતા ઓરિએન્ટલ સ્કોલર ખરશેદજી કામાના પુત્ર ‚સ્તમ કામા સાથે ૧૮૮૫માં તેમનાં લગ્ન નક્કી કરાયાં હતાં. ગૃહિણી તરીકેની પોતાની ભૂમિકાથી સંતોષ માની લેવાને બદલે, તેઓ અવારનવાર કહેતાં કે હું મારા દેશવાસીઓના સામાજિક તથા રાજકીય ઉદ્ધારના કાર્યને પણ

Madam Bhikhaiji Cama copyપરણી છું. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ સત્રના ઘટનાક્રમ પર ઉત્સાહપૂર્વક નજર રાખતા ભિખાઈજીએ પછીથી તેના મહત્વ અને તકને ગ્રહણ કરી હતી. ૧૮૯૬માં મુંબઈમાં જ્યારે પ્લેગની મહામારી ફાટી નીકળી ત્યારે, બીમાર અને મોતના મુખમાં આવી પડેલાઓની સારવારના કાર્યમાં તેમણે પોતાની જાતને સમર્પી દીધી હતી. પ્લેગનો ભોગ બનેલાઓ સાથે નિકટથી કામ પાર પાડવાને કારણે તથા દુકાળ અને આર્થિક મંદીને કારણે લોકોને પડતી મુશ્કેલીની નોંધ લીધા બાદ, આ બાબતોએ તેમના માનસ પર ઊંડી અસર છોડી. આથી તેઓ રાજકારણમાં સક્રિય થયા તથા ભારતને વિદેશી શાસનમાંથી મુક્ત કરાવવાનો દૃઢ નિશ્ચય કર્યો. સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓને કારણે ૧૯૦૨માં ઓપરેશન તથા મેડિકલ ટ્રીટમેન્ટ માટે  ભિખાઈજી ઈંગ્લેન્ડ ગયાં. વિદેશમાં તેમનાં રોકાણ દરમિયાન, ૧૯૦૨થી ૧૯૦૭ વચ્ચે, તેઓ રાજકીય ચળવળમાં નાટ્યાત્મક રીતે આગળ વધ્યાં અને ‘ક્રાંતિના જનની’ એવું નામ તેમણે મેળવ્યું.

ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન દાદાભાઈ નવરોજીના માર્ગદર્શન હેઠળ ઈંગ્લેન્ડમાં તેમણે રાજકીય કામકાજ શ‚ કર્યું. બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સની ચૂંટણીમાં દાદાભાઈ માટે તેમણે પ્રચાર કર્યો તથા ત્યાં તેમની મુલાકાત ભારતીય સ્વતંત્રતા ચળવળ સાથે સંકળાયેલા અનેક અગ્રણી ભારતીયો સાથે થઈ.

૧૯૦૫માં શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સ્થાપવામાં આવેલી ઈન્ડિયન હોમ ‚લ સોસાયટી સાથે ભિખાઈજી સંકળાયેલાં હતાં, આ સોસાયટીનો ઉદ્દેશ્ય ભારત માટે પોતાનું શાસન (હોમ ‚લ) મેળવવાનો તથા તે માટે ઈંગ્લેન્ડમાં પ્રચાર-પ્રસાર કરવાનો હતો. વર્મા દ્વારા પ્રકાશિત કરાતા ન્યૂઝલેટર ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ માટે લેખો લખતાં, આ ન્યૂઝલેટર ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાંના ઉદારમતવાદીઓની ટીકા કરવામાં આગળ હતું. જ્યારે સાવરકરે પોતાનું ઈતિહાસ આલેખતું મહાકાવ્ય ‘ધ ફર્સ્ટ ઈન્ડિયન વોર ઓફ ઈન્ડિપેન્ડન્સ-૧૮૫૭’ મરાઠીમાં લખીને પૂ‚ં કર્યું, ત્યારે આ પુસ્તકના પ્રકાશનમાં ભિખાઈજી સંકળાયેલાં હતાં, તથા ટી.એમ. આચાર્યની મદદથી તેમણે આ પુસ્તકનો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કર્યો હતો.

જર્મનીના ર્સ્ટુટગાર્ટમાં બાવીસમી ઓગસ્ટ, ૧૯૦૭ના રોજ યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સોશિયાલિસ્ટ કોંગ્રેસમાં ભિખાઈજી માટે ગૌરવની ક્ષણ આવી હતી. વિવિધ દેશોના આશરે ૧,૦૦૦ જેટલા પ્રતિનિધિઓએ આ સભામાં હાજર રહ્યા હતા. ઈતિહાસમાં નોંધ લેવાય એવી ઘટના તરીકે, બ્રિટિશરોના હાથે તકલીફ વેઠતા ભારતીયોની વેદનાનો ચિતાર આપતું સુંદર ભાષણ તેમણે કર્યું હતું, તથા સ્વતંત્ર ભારતનો પ્રથમ ધ્વજ તેમણે ફરકાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ભારતની સ્વતંત્રતાનો ધ્વજ છે. ધ્યાન આપો, તેનો જન્મ થઈ ગયો છે. શહીદ થયેલા ભારતીય યુવાનોના લોહીથી તે પવિત્ર થયો છે. સદગૃહસ્થો ઊભા થાવ અને ભારતની સ્વતંત્રતાના આ ધ્વજને સલામ કરો. આ ઝંડાના નામે હું દુનિયાભરના આઝાદીના સૌ ચાહકોને અપીલ ક‚ં છું કે તેઓ આ ધ્વજને સહકાર આપે અને માનવવંશના પાંચમા ભાગના લોકોને મુક્ત કરવામાં સહયોગ આપે. ધ્વજ ફરકાવતા પહેલાના તેમનાં ભાષણમાં, તેમણે ભારતમાં ખરાબ થઈ રહેલી આર્થિક પરિસ્થિતિનું વર્ણન કર્યું, જે દુકાળની ર્દુદૈવી થપાટને કારણે થયું હતું. તેમણે ન્યાય, માનવ અધિકારો તથા ભારતીય લોકોની સ્વતંત્રતા માટે જોરદાર અપીલ કરી હતી. રાજદ્રોહના આ પગલાંને કારણે, તેમને બ્રિટિશ સરકાર દ્વારા દેશવટો આપવામાં આવ્યો હતો તથા તેમને આવકથી વંચિત રાખવામાં આવ્યાં હતાં, તથા તેઓ શારીરિક રીતે અક્ષમ અને તેમને લકવાનો હુમલો આવ્યો ત્યાં સુધી ૩૩ વર્ષ લગી ઈંગ્લેન્ડ અને ફ્રાન્સમાં રહેવું પડ્યું હતું. ૧૯૩૫ના નવેમ્બર મહિનામાં, સર કાવસજી જહાંગીર તેમને ભારત લાવ્યાં, જ્યાં તેઓ ૧૨મી ઓગસ્ટ, ૧૯૩૬ના રોજ ગુજર પામ્યાં હતાં. તેમણે પોતાની વ્યક્તિગત સંપત્તિ આવાબાઈ પીટીટ ઓર્ફનેજ ફોર ગર્લ્સને દાનમાં આપી હતી તથા ‚ા. ૫૪,૦૦૦  જેવી રકમ મઝગાંવ ખાતેની ફરામજી નસરવાનજી પટેલ અગિયારીને આપી હતી, જ્યાં દર વર્ષે તેમની યાદમાં સેરમેની

Leave a Reply

*